POLICE UNIFORM: ભારતમાં કેમ ખાખી રંગનો ગણવેશ પહેરે છે પોલીસ? જાણવા જેવું છે કારણ

Fri, 02 Apr 2021-4:43 pm,

પોલીસની પોતાની ઓળખ છે. આથી જ આપણે પોલીસવાળાને દૂરથી ઓળખીએ છીએ. તેની પાછળનું કારણ તેમનો ગણવેશ છે. પોલીસના ગણવેશની ઓળખ એ તેનો ખાખી રંગ છે. એવું નથી કે પોલીસ દરેક જગ્યાએ ખાખી રંગનો ઉપયોગ કરે છે. ભારતમાં કોલકાતા પોલીસ સફેદ ગણવેશ પહેરે છે, પરંતુ પશ્ચિમ બંગાળ પોલીસ ખાખી ગણવેશ પહેરે છે. જો કે,ભારતના મોટાભાગના રાજ્યોમાં પોલીસ ગણવેશનો રંગ માત્ર ખાખી હોય ​​છે.

 

 

Skin Care Tips: કરીના, કેટરિના, સુષ્મા, પ્રિયંકા અને મલાઈકાના ચહેરા પરના ગ્લોનું શું છે રાઝ? જાણો બોલીવુડ બેબની બ્યૂટી Tips

બ્રિટિશ લોકો ભારતમાં સત્તાવાર પોલીસ સિસ્ટમ લાવ્યા. ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે પોલીસનો ગણવેશ ખાખી રંગનો નહોતો. તે સમયે પોલીસે સફેદ ગણવેશ પહેર્યો હતો. આ ગણવેશમાં સમસ્યા હતી. તે સમયે ડ્યૂટીનો સમય લાંબો હતો, તેથી ગણવેશ ઝડપથી ગંદા થઈ જતા હતા.  જેના કારણે પોલીસકર્મીઓને ભારે મુશ્કેલી પડતી હતી. 

 

 

Health Tips: આ કડવી વસ્તુઓ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, અનેક બીમારીથી થશે બચાવ

કેવી રીત બદલાયો રંગ એ પણ જાણવા જેવું છે. આ પછી, પોલીસકર્મીઓએ ગણવેશમાં બદલાવનો વિચાર્ય કર્યો. એવું કહેવામાં આવે છે કે પોલીસકર્મીઓ ધીમે ધીમે તેમના ગણવેશના રંગને સફેદથી અલગ કરી લીધો. આ પછી, પોલીસ અધિકારીઓએ એક ડાઈ તૈયાર કરી, જેનો રંગ ખાખી હતો. ખાખી રંગ તૈયાર કરવા માટે ચા પત્તીનો ઉપયોગ પાણીમાં કરવામાં આવે છે. જો કે,હવે આ સ્થિતિ નથી. હવે ગણવેશ તૈયાર કરવા માટે કૃત્રિમ રંગોનો ઉપયોગ થાય છે. આ રંગ વર્ષ 1847માં સત્તાવાર બન્યો. 

 

 

 

PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો  

પોલીસકર્મીઓનો આ રંગ જોઈને સર હેનરી લોરેન્સે વર્ષ 1847માં સત્તાવાર રીતે ખાખી રંગ અપનાવ્યો. તે સમયે તે લોરેન્સ નોર્થ વેસ્ટ ફ્રંટિયરના ગવર્નરના એજન્ટ હતા. માટીના રંગ સાથેના આ ગણવેશ તે પહેલા જેટલા ગંદા નહોતા થતા. આ કારણોસર, પોલીસકર્મીઓ હજી પણ ખાખી રંગના ગણવેશનો ઉપયોગ કરે છે. 

 

 

Theatre માં સૌથી વધુ લોકો કેમ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે, કારણ જાણવા જેવું છે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link