Skin Care Tips: કરીના, કેટરિના, સુષ્મા, પ્રિયંકા અને મલાઈકાના ચહેરા પરના ગ્લોનું શું છે રાઝ? જાણો બોલીવુડ બેબની બ્યૂટી Tips

કરીના કપૂરથી માંડીને મલાઈકા ઓરોરા ચહેરા પર ગ્લો લાવવા આ બ્લૂટી ટિપ્સને કરે છે ફોલો. બોલીવુડ બેબની બ્યૂટી ટિપ્સ જાણવા જેવી છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેકની એવી ઈચ્છા હોય છે કે તેની સ્કીન હંમેશા ગ્લો કરતી રહે અને બધા જ લોકોથી વધુ સારી દેખાય. એ પછી કોઈ બોલીવુડ એક્ટ્રેસ હોય કે પછી હાઉસ વાઈફ હોય. સ્કીન માટે મહિલાઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. બસ ચહેરા પર ગ્લો આવવો જોઈએ. જો વાત કરીએ બોલીવુડ અભિનેત્રીઓની. તો તેમના ચહેરા પર હંમેશા ગ્લો દેખાતો હોય છે. ત્યારે દરેકને સવાલ થાય કે આ અત્રિનેત્રીઓ એવી તો કંઈ પ્રોડક્ટ યુઝ કરતાં હશે કે જેનાથી તમારા ચહેરા હંમેશા સારા દેખાય છે. ત્યારે આજે અમે જણાવીશું તમને કે બોલીવુડની આ શાનદાર અભિનેત્રીઓ સ્કીન ગ્લો માટે શેનો ઉપયોગ કરે છે.
 

1/4
image

સુષ્મિતા સેન પણ સામાન્ય નુસ્ખાઓથી સ્કીન કેર કરે છે. સુષ્મિતાએ કહેલું છે કે, તે ચણાનો લોટ અને મલાઈને મિક્ષ કરીને ફેસ સ્ક્રબ તૈયાર કરે છે અને પછી થોડા સમય સુધી તે સ્ક્રબથી પોતાની સ્કીન પર મસાજ કરે છે. જણાવી દઈએ કે, ચણાના લોટમાં જિંક અને સ્કીન સૂદિંગ પ્રોપર્ટીઝ હોય છે. જે ત્વચા પર પિંપલ અને એક્નેને દૂર કરે છે.

 

 

Holi Special: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ છે કારણો

 

2/4
image

મલાઈકા અરોરા દરરોજ પોતાના ચહેરા પર એલોવેરા જેલ લગાવવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ એલોવેરા જેલ જરૂરથી લગાવે છે. જ્યારે પણ લાંબા સમય સુધી મેકઅપ લગાવીને રાખવો પડે છે ત્યારે મલાઈકા દિવસમાં બે વાર 10-10 મિનિટ માટે એલોવેરા જેલ લગાવીને સ્કીનની સંભાળ રાખે છે. આ સાથે મલાઈકા તેના ચહેરા પર મધ લગાવવાનું પણ પસદ કરે છે. મધ ચહેરા પર ગ્લો લાવે છે અને તેનાથી ચહેરો એકદમ સુંદર દેખાઈ છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ જેમાં મલાઈકા અરોરા, સોનમ કપૂર, યામી ગૌતમ જેવી ટોપ એક્ટ્રેસ પોતાના ચહેરા પર ક્લે ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. ત્વચાની જરૂરિયાત મુજબ રુટિન અલગ અલગ હોય છે. કોઈ દરરોજ તો કોઈ સપ્તાહમાં એકવાર આ પેકને ચહેરા પર લગાવે છે. જણાવી દઈએ કે, ક્લે ફેલ પેક ત્વચાની તમામ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

 

 

 

આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં

3/4
image

બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓ સ્કિન કેર માટે પારંપરિક નુસ્ખાઓ પર ભરોસો કરે છે. સ્કીન પર ગ્લો આવે તે માટે અભિનેત્રીઓ ઘરેલૂ નુસ્ખાઓનો ઉપયોગ કરે છે. પ્રિયંકા ચોપડા પોતાના ચહેરા પર એક પારંપરિક ફેસ પેક લગાવે છે. દહીં, ઓટમીલ અને તેમાં થોડી હળદર મેળવીને પેસ્ટ તૈયાર કરે છે. જે પોતાના ચહેરા પર લગાવે છે. અને અડધી કલાક બાદ ચહેરાને પાણીથી સાફ કરી લે છે. આ ઘરેલૂં નુસ્ખાથી તેની સ્કીન એકદમ શાનદાર રહે છે.

 

 

 

Bollywood ની ફિલ્મોમાં 'રંગ બરસે' થી લઈને 'બલમ પિચકારી' સુધી છવાયેલો છે હોળીનો રંગ

4/4
image

કરિશ્મા કપૂર અને કરીના કપૂર બંને બહેનો પોતાની સ્કીનને સુંદર રાખવા માટે ચહેરા પર માચા ફેસ પેક લગાવે છે. માચા એક ખાસ પ્રકારની ગ્રીન-ટી છે. માચા એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈંફ્લામેન્ટ્રી ગુણોથી ભરપૂર હોય છે. જેનાથી તૈયાર થયેલા ફેસ પેકને ચહેરા પર લગાવવાથી સ્કિનમાં રેડિએન્ટ ગ્લો આવે છે. માચા ટીમાં ક્લોરોફિલ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની અંદર પહોંચીને ત્વચામાં ગુલાબી નિખાર લાવે છે.

 

 

 

Holi Special: કેસુડાના રંગથી રંગોત્સવની રંગત...જાણો કેસૂડા વિના કેમ અધૂરી કહેવાય છે ધૂળેટી