Rampayali Mandir Balaghat: જ્યારે ભગવાન રામ તેમના પિતા રાજા દશરથના વચનને પૂર્ણ કરવા માટે 14 વર્ષનો વનવાસ પર ગયા હતા, ત્યારે તેમણે આ સમય ઘણી જગ્યાએ વિતાવ્યો હતો. તેઓ અખંડ ભારતના ઘણા ભાગોમાંથી પસાર થયા અને માતા સીતાને બચાવવા લંકા ગયા. આ દરમિયાન તેમણે અનેક રાક્ષસો અને અસુરોનો સંહાર કર્યો અને ઋષિઓ અને સામાન્ય લોકોની રક્ષા કરી. ભગવાન રામે તેમના 14 વર્ષના વનવાસના કેટલાક વર્ષો મધ્ય પ્રદેશમાં વિતાવ્યા હતા. આમાં બાલાઘાટ જિલ્લાનું રામપાયલી શહેર પણ સામેલ છે. જે રામની નગરી તરીકે પણ ઓળખાય છે. રામપાયલીનું જૂનું નામ રામપદવલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા
હવે 21 વર્ષ પહેલાં નહી થાય છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ


શ્રીરામ બાલાજી મંદિર
એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન આ નગરી થઈને રામટેક ગયા હતા. ચંદન નદીના કિનારે બનેલું આ મંદિર શ્રી રામ બાલાજી મંદિરના નામથી પ્રખ્યાત છે. આ સ્થળ બાલાઘાટ હેડક્વાર્ટરથી લગભગ 30 કિમી દૂર આવેલું છે. રામપાયલીમાં ભગવાન રામનું 1625 એડીનું પ્રસિદ્ધ મંદિર છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાંથી ભક્તો આખા વર્ષ દરમિયાન ભગવાન રામના દર્શન કરવા માટે આવે છે.


એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ
ફ્લાઇટમાં મુસાફરને આવ્યું ભયંકર પ્રેશર, સીટ પર કરી દીધી છી.., આખી ફ્લાઇટ ગંધાણી


અહીં ચંદન નદીના કિનારે એક કિલ્લા જેવું મંદિર છે, જેમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાની કાળા પથ્થરની ક્રોધિત રૂપની વનવાસીરૂપી પ્રતિમા બિરાજમાન છે, જે ભગવાનના વનવાસના દિવસો દરમિયાનની યાત્રાને દર્શાવે છે. એટલું જ નહીં, આ મંદિરમાં રેતીનું શિવલિંગ અને હનુમાનજીનું મંદિર છે, જે લંગડા હનુમાનજીના નામથી પ્રખ્યાત છે. હનુમાન જન્મોત્સવ અને કાર્તિક પૂર્ણિમાના સમયે આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે.


ફર્રાટા ભરવા તૈયાર છે ટાટા મોટર્સનો આ શેર, 2-3 દિવસ માટે ખરીદી લો, તિજોરી ભરાઈ જશે
એક સમાચારથી ધડામ થયો મલ્ટીબેગર શેર, એક જ દિવસમાં 1100 થી વધુનો ઘટાડો


વિરાધ રાક્ષસનો કર્યો હતો વધ
અહીંના પ્રખ્યાત શ્રી રામ બાલાજી મંદિરમાં ભગવાન શ્રી રામના વનવાસની ઘણી ઐતિહાસિક વારસો અને માન્યતાઓ છે. ઈતિહાસકારોના મતે રામપાયલીમાં શરભંગ ઋષિનો આશ્રમ હતો. વનવાસ દરમિયાન, ભગવાન શ્રી રામ માતા સીતા સાથે તેમના દર્શન કરવા આવ્યા હતા, પરંતુ તેઓ દર્શન કરી શકે તે પહેલાં, રામપાયલીથી થોડે દૂર આવેલા દેવગાંવ ગામમાં વિરાધ નામનો રાક્ષસ પ્રગટ થયો હતો. જેની હત્યા કર્યા બાદ તેને ઋષિના દર્શન થયા. જો કે આ દરમિયાન માતા સીતા રાક્ષસ સામે આવતા  ગભરાઈ ગઈ હતી. જેના કારણે ભગવાને રાક્ષસી રૂપ ધારણ કર્યું અને સીતાજીના મસ્તક પર હાથ મૂકીને તેમને અભયદાન આપ્યું હતું. આ સ્વરૂપમાં રામપાયલી મંદિરમાં બાલાજી અને માતા સીતાની વનવાસી મૂર્તિઓ હાજર છે.


સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી
અડધા થઇ ગયા 32MP સેલ્ફી કેમેરાવાળા સેમસંગના ફોનની ભાવ, ધડાધડ ઓર્ડર કરી રહ્યા છે લોકો


પાતાળલોકમાં છે હનુમાનજીનો બીજો પગ
રામ મંદિરના પૂજારી ગૌરીશંકર દાસ વૈષ્ણવના જણાવ્યા અનુસાર, સેંકડો વર્ષ પહેલા એક વ્યક્તિએ એક સ્વપ્ન જોયું હતું જેમાં તેને નદીની અંદર ભગવાન રામ અને માતા સીતાની હજારો વર્ષ જૂની પ્રાચીન મૂર્તિની જાણકારી મળી હતી. ત્યાં એક શિવલિંગ પણ હતું. બાદમાં આ મૂર્તિઓને ચંદન નદીમાંથી બહાર કાઢીને એક ઝાડ નીચે સ્થાપિત કરવામાં આવી હતી. આ જગ્યાને રામ દોહ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પછી નાગપુરના રાજા ભોસલેએ 1665માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મૂર્તિ સ્થાપિત કરી અને 18મી સદીમાં મંદિરનું પુનઃનિર્માણ કરીને તેને આધુનિક રૂપ આપવામાં આવ્યું.


એ... ગટ્ટી, ટેણી, કે છોટુ કહીને તમારા બાળકને કોઇ નહી ચિડવે, રોજ ખવડાવો આ 5 સુપરફૂડ્સ
સ્નાન કર્યા બાદ ક્યારેય કરશો નહી આ 5 ભૂલો, ચહેરા પર દેખાવવા લાગશે ઘડપણ!


મંદિરમાં શ્રી રામ ભક્ત હનુમાનજીની પ્રતિમા છે જે લંગડા હનુમાનજીના નામથી પ્રખ્યાત છે. પૌરાણિક માન્યતા અનુસાર, શ્રી રામ ભક્ત પૂર્વ મુખી હનુમાનજીની મૂર્તિનો એક પગ જમીન પર અને બીજ પગ એટલે કે ડાબો પગ જમીનની અંદર હોવાથી તે સ્પષ્ટ દેખાતી નથી. વર્ષો પહેલા એક સમિતિએ હનુમાનજીની મૂર્તિને હટાવીને મંદિરમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પચાસ ફૂટથી વધુનો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ પગનો બીજો છેડો મળ્યો નહોતો. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન જીના પગ પાતાળલોક સુધી છે, અહીં હનુમાન જન્મોત્સવ અને કાર્તિક પૂર્ણિમા સિવાય પણ આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. 


લક્ષદ્વીપ જઇ રહ્યા છો તો 5 વસ્તુઓનો જરૂર માણજો આનંદર, સુંદરતા જોઇ મોહી જશે મન
Cough: શિયાળામાં પરેશાન કરી રહ્યો છે જીદ્દી કફ? આ 5 આયુર્વેદિક ઉપાયોથી મળશે રાહત


રેતીનું શિવલિંગ
ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીં સ્થિત રેતીનું શિવલિંગ સ્વંયભૂ છે જે દરેકની મનોકામના પૂર્ણ કરે છે. ચંદન નદીના કિનારે આવેલા મંદિરને કારણે દરરોજ સૂર્યનું પ્રથમ કિરણ રેતીના શિવલિંગને સ્પર્શે છે અને ભગવાન રામના ચરણોમાં પડે છે. ભગવાન રામને અહીં કાલે બાલાજીના નામથી બોલાવવામાં આવે છે.


(ઇનપુટ: આશીષ શ્રીવાસ) 


આ વખતે તમને મળવાનું છે બમ્પર ઇન્ક્રીમેન્ટ, જાણો કયા સેક્ટરમાં વધશે સૌથી વધુ સેલરી
સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી