First Holy for New Bride: હોળીનો તહેવાર મુખ્ય રીતે નવી દુલ્હન માટે શુભ માનવામાં આવે છે. કેમ કે હોળીનો તહેવાર ખુશીનો તહેવાર છે. અને આ પર્વમાં દુલ્હનને પોતાના પરિવારના સભ્યોની અંદર ભળી જવાની તક મળે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો નવી દુલ્હન માટે હોળી અંગે કેટલાક નિયમ અને વાત કહેવામાં આવી છે. જેમાંથી તેમને કેટલાક કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો તમે તે ભૂલ કરો છો તો ભવિષ્યમાં તમારે વૈવાહિક જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ આ વાત કઈ છે જેનું નવી દુલ્હને ધ્યાન રાખવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ દિવસોમાં ઘરે ન બનાવવી રોટલી, થાય છે અપશુકન અને ધનહાનિ


આ 4 કામ કરીને કરશો દિવસની શરુઆત તો આખો દિવસ મળશે તાબડતોડ લાભ અને સફળતા


માંગીને ચલાવી લેજો પણ આ દિવસે મીઠું ખરીદવાની ભુલ કરતાં નહીં, થઈ જશો પાઈમાલ
 


1. કાળા કે સફેદ રંગના કપડાં ન પહેરે:
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માન્યતા છે કે હોલિકા દહન સમયે નવી દુલ્હને ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ. કેમ કે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. જે કાળા રંગના કપડાં પ્રત્યે આકર્ષિત થાય છે. તેની સાથે જ હોળીના દિવસે લોકો સફેદ રંગના કપડાં પહેરે છે. પરંતુ તમે નવા જોડામાં છો તો ધ્યાન રાખો કે હોળીના દિવસે સફેદ કે ફીકા રંગના કપડાં ન પહેરશો. આ રંગ શુભ માનવામાં આવતો નથી. જ્યોતિષનું માનીએ તો લગ્નના થોડાક દિવસ લાલ, પીળા જેવા ગાઢ રંગના કપડાં પહેરી શકો છો.


2. સાસરામાં પહેલી હોળી ન ઉજવશો:
નવી દુલ્હને ક્યારેય સાસરામાં પહેલી હોળી ન ઉજવવી જોઈએ. માન્યતા છે કે સાસરાની પહેલી હોળી જોવી નવી દુલ્હનના ભાવિ જીવન માટે અશુભ માનવામાં આવે છે. સાથે જ પહેલી હોલિકા દહન નિહાળવી દુલ્હનના મનમાં નકારાત્મક પ્રભાવ ફેલાવી શકે છે. જે આગળ જઈને ઘરમાં ક્લેશનું કારણ બને છે.


3. કોઈને સૌભાગ્યનો સામાન ન આપશો:
નવી દુલ્હને ધ્યાન રાખવું જોઈએ કે હોલિકા દહન પહેલાં કોઈને સુહાગનો સામાન ન આપવો. કેમ કે આ દિવસે અનેક પ્રકારની તંત્ર સાધના પણ કરવામાં આવે છે. જે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.


Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)