આ 4 કામ કરીને કરશો દિવસની શરુઆત તો આખો દિવસ મળશે તાબડતોડ લાભ અને સફળતા

Garuda Purana:ગરુડ પુરાણમાં એવી વાતો પણ જણાવવામાં આવી છે કે જેને અપનાવવાથી વ્યક્તિ જીવનમાં સફળ અને સુખી થઈ શકે છે. આજે તમને જણાવ્યું ગરુડ પુરાણમાં જણાવેલી આ વાતો કે જેનું પાલન કરવાથી તમે અપાર ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો.

આ 4 કામ કરીને કરશો દિવસની શરુઆત તો આખો દિવસ મળશે તાબડતોડ લાભ અને સફળતા

Garuda Purana: હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણા 18 પુરાણમાંથી એક ગરુડ પુરાણને મહાન પુરાણ પણ કહેવાય છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડદેવ વચ્ચે થયેલી મહત્વની ચર્ચા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં એવી વાતો પણ જણાવવામાં આવી છે કે જેને અપનાવવાથી વ્યક્તિ જીવનમાં સફળ અને સુખી થઈ શકે છે. આજે તમને જણાવ્યું ગરુડ પુરાણમાં જણાવેલી આ વાતો કે જેનું પાલન કરવાથી તમે અપાર ધન સંપત્તિની સાથે ભાગ્યનો સાથ પણ પ્રાપ્ત કરી શકો છો. તેના માટે તમારે દિવસની શરૂઆતમાં ચાર કામ કરવાના છે.

આ પણ વાંચો : 

દિવસની શરૂઆતમાં કરો આ કામ

- ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ રોજ પોતાના દિવસની શરૂઆત ભગવાનના દર્શન અને પૂજા કરીને કરે છે તેને દેવી-દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તેને દિવસના દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.

- દિવસમાં પહેલી વખત તમે કંઈ પણ ખાવ તો સૌથી પહેલા ભગવાનને તેનો ભોગ ધરાવવો જોઈએ. ભગવાનને ભોગ લગાડ્યા પછી જ કોઈપણ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ. આમ કરવાથી માતા અન્નપૂર્ણા ના આશીર્વાદ મળે છે અને ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. આવા ઘરમાં માતા લક્ષ્મી પણ હંમેશા વાત કરે છે. જોકે ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે ભગવાનને જે ભોજન ધરાવો તે સાત્વિક એટલે કે ડુંગળી લસણ વિનાનું હોવું જોઈએ. 

- આખા દિવસમાં એક વખત કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરવી અથવા તો ભૂખ્યાને ભોજન કરાવવું. આ સિવાય ગાયને રોટલી ખવડાવવી અને પક્ષીઓને પણ ચણ નાખવી. 

- દિવસમાં એક વખત દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જોઈએ. આમ કરવાથી તેને ખ્યાલ આવે છે કે તેણે દિવસ દરમિયાન કેટલી ભૂલ કરી અને તે ભૂલને સુધારીને આગળ વધે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news