ગૂગલે સ્ટાઇલિશ રિમોટ સાથે લોન્ચ કર્યા નવા Chromecast, જાણો શું છે ગૂગલ ટીવીની કિંમત અને ફીચર્સ
દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મની વધતી જતી માંગ વચ્ચે ગૂગલે પોતાના લોકપ્રિય ક્રોમકાસ્ટનું વર્જન રજૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ નવું ક્રોમકાસ્ટ રિમોટ કંટ્રોલથી સજ્જ છે. ગૂગલે તેને ખાસ પોતાના ઇન્ટરફેસ ગૂગલ ટીવી સાથે બજારમાં રજૂ કર્યું છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં ઓટીટી પ્લેટફોર્મની વધતી જતી માંગ વચ્ચે ગૂગલે પોતાના લોકપ્રિય ક્રોમકાસ્ટનું વર્જન રજૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ નવું ક્રોમકાસ્ટ રિમોટ કંટ્રોલથી સજ્જ છે. ગૂગલે તેને ખાસ પોતાના ઇન્ટરફેસ ગૂગલ ટીવી સાથે બજારમાં રજૂ કર્યું છે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી બજારમાં હાજર ક્રોમકાસ્ટ સ્ક્રીન કાસ્ટ કરવા માટે મિરરિંગની સુવિધા પુરી પાડે છે. પરંતુ તેની પ્રતિદ્વંદ્રી અમેઝોન ફાયરટીવી સ્ટિક વાઇસ રિમોટ સાથે આવે છે. તેને જોતાં ગૂગલે જૂના જનરેશનના ક્રોમકાસ્ટની તુલનામાં ઘણા સુધારા કર્યા છે.
ક્રોમકાસ્ટ વિધ ગૂગલ ટીવીની કિંમત લગભગ 3700 રૂપિયા હશે. પરંતુ ભારતમાં આ ડીવાઇસ ક્યારે લોન્ચ થશે. આ વિશે ગૂગલે કોઇ જાણકારી આપી નથી. પરંતુ માનવામાં આવે છે કે આ દુનિયાના અન્ય દેશ્માં આ વર્ષના અંત સુધીમાં જોવા મળી શકે છે.
Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv
તમને જણાવી દઇએ કે આ ડોંગલ ટૅચ અને વોઇસ કંટ્રોલ રિમોટ સાથે આવે છે. Chromecast with Google TV ગૂગલ ટીવી પ્લેટફોર્મ પર કામ કરે છે. જોકે એન્ડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ માટે એક નવી બ્રાંડિંગ છે. આ ડોંગલમાં યૂએસબી ટાઇપ-સી પાવર એડેપ્ટર આપવામાં આવ્યું છે અને રિમોટમાં AAA બેટરી આપવામાં આવી છે. આ ડિવાઇસ 4K HDR, ડોલ્બી, એટમોસ, ડોલ્બી ડિજિટલ પ્લ્સ, ડોલ્બી વિઝન, DTSX, HDR10+ સપોર્ટ કરે છે.
ક્રોમકાસ્ટના રિમોટમાં YouTube અને Netflix શોર્ટ્સકટ સાથે મ્યૂટ બટન, હોમ બટન, બેક બટન, ગૂગલ આસિસ્ટન્ટ બટન અને નેવિગેશ માટે 4-way d-pad આપવામાં આવ્યું છે. તેમાં CEC ફીચર ઉપલબ્ધ છે, જેનો અર્થ એ છે કે તમે આ રિમોટ સાથે ટીવીનો અવાઝ પણ કંટ્રોલ કરી શકો છો. રિમોટમાં આઇઆર ટ્રાંસમીટર આપવામાં આવ્યું નથી. તમે ગૂગલ આસિસ્ટન્ટ બટનને હોલ્ડ કરીને વોઇસ સર્ચ કરી શકો છો.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube