નવી દિલ્હી: હાલ ઘણી સ્માર્ટફોન નિર્માતા કંપની પોતાના નવા મોડલ લોન્ચ કરતી જોવા મળી રહી છે. અને આ કડીમાં જોડાતાં ગૂગલે પોતાના એકસાથે સ્માર્ટફોન પિક્સલ  5 (Pixel 5), એક ક્રોમકાસ્ટ (Chromecast) અને એક સ્માર્ટ સ્પીકર (Smart speaker) 30 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv


ગૂગલ આ લોન્ચિંગ પોતાના વાર્ષિક હાર્ડવેર ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરશે. Pixel 5 ની જાહેરાત Pixel 4A ના સત્તાવાર લોન્ચ સમયે કરવામાં આવ્યો હતો. જિગ્મોચાઇનાના રિપોર્ટ અનુસાર લોન્ચ નાઇટ ઇન નામની આ વર્ચુઅલ લોન્ચ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. પિક્સલ 5 સૌથી પહેલાં અમેરિકા, કેનેડા, બ્રિટન, આયરલેંડ, ફ્રાંસ, જર્મની, જાપાન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં વેચાણ માટે લેવામાં આવશે. 


ઓટોમ્બરમાં ભારતમાં રજૂ કરવામાં આવશે Pixel 4a
તો બીજી તરફ ભારતીય ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે ગૂગલ પોતાના નવા સ્માર્ટફોન 'પિક્સલ 4એ'ને ઓક્ટોબરમાં ભારતીય બજારમાં રજૂ કરશે. 


ફોનની કિંમત
પંચહોલ સેલ્ફી કેમેરાથી સજ્જ ગૂગલ પિક્સલ 5 ની કિંમત 800 ડોલરની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ગૂગલ આ ઇવેન્ટ દરમિયાન બિલકુલ નવી નેસ્ટ બ્રાંડેડ ગૂગલ હોમ સ્પીકર પણ લોન્ચ કરશે. ગૂગલના બ્લોગના આ વર્ષ Pixel 4a થી તેમને સાર્રો કેમેરો અને અન્ય ફીચર મળશે. 


કલર્સ 
Google નું કહેવું છે કે Pixel 5 ને બ્લેક અને ગ્રીન જેવા રંગોમાં રજૂ કરવામાં આવશે અને Pixel 4a 5g ને ફક્ત બ્લેક કલરમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube