Nokia કંપની લોન્ચ કરી શકે છે એક બ્રાંડ ન્યૂ ફોન, જાણો શું છે સળવળાટ
સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા (Nokia) 22 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે નવો ફોન લોન્ચ કરી શકે છે. જોકે અત્યાર સુધી ફક્ત અનુમાન લગાવતા હતા. પરંતુ જાણકારોનો દાવો છે કે મંગળવારે કંપની પોતાના નવા નોકિયા 3.4 ને ભારતમાં લોન્ચ કરી શકે છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની નોકિયા (Nokia) 22 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે નવો ફોન લોન્ચ કરી શકે છે. જોકે અત્યાર સુધી ફક્ત અનુમાન લગાવતા હતા. પરંતુ જાણકારોનો દાવો છે કે મંગળવારે કંપની પોતાના નવા નોકિયા 3.4 ને ભારતમાં લોન્ચ કરી શકે છે.
ટ્વિટર દ્વારા કંપનીએ આપી જાણકારી
એચએમડી ગ્લોબલ (HMD Global) 22 સપ્ટેમ્બરે એક નોકિયા (Nokia) લોન્ચ ઇવેન્ટ આયોજિત કરી રહી છે. આ વાત નોકિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ વડે એક ટીઝર પણ જાહેર કર્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કંપની પોતાના નવા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે. જોકે તેની કોઇ ઓફિશિયલ જાણકારી કંપનીએ આપી નથી. રિપોર્ટ અનુસાર આ ફોનને ફેડરલ કોમ્યુનિકેશન્સ કમીશન સર્ટિફિકેશન (FCC) પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.
Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv
જાણકારોનું કહેવું છે કે નોકિયાના ટ્વિટર હેન્ડલ પર કેટલાક ટીઝર શેર કરવામાં આવ્યા છે જેમાં એક સ્માર્ટફોન બતાવ્યો છે. જેમાં રિયર પેનલ પર ટ્રિપલ-લેન્સ સેટઅપ છે. કેમેરા મોડ્યૂલ એક ફ્લેશ સાથે એક સર્કુલર ફોર્મેટમાં આવે છે. નોકિયાના આ ફોનને નોકિયા 3.4 માનવામાં આવી રહ્યો છે.
ડિવાઇસ બે વેરિએન્ટમાં આવવાની આશા છે, એક 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે બીજો 3GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે. ફોન એચડી +રિઝોલ્યૂશન સાથે 6.52-ઇંચના ડિસ્પ્લે સાથે આવી શકે છે. ફોન ક્લાવકોમ સ્નૈપડ્રૈગન 460 દ્વારા ઓપરેટ કરવામાં આવશે. બેટરી 4000mAh ની યૂનિટ છે. ટ્રિપલ કેમેરા સેટઅપ પ્રાઇમરી 13MP લેન્સ સાથે આવે છે, એક 5MP લેન્સ અને ત્રીજો 2MP સેન્સર છે. ફ્રન્ટ-સેલ્ફી કેમેરામાં 8MP લેન્સ હોવાની આશા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube