નવી દિલ્હી: Google એ વર્ચુઅલ નાઇટ ઇવેન્ટમાં પોતાના ફ્લેગશિપ ફોન (flagship phone) Pixel 4a અને Pixel 5 ને લોન્ચ કરી દીધા છે. આ વખતે Google Pixel 5 સ્માર્ટફોનની કિંમત ઓછી કરીને કંપનીએ કસ્ટમરને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. જોકે ફોનમાં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન (Qualcomm Snapdragon) 800 સીરીઝ પોરોસેસરની જગ્યાએ 700 સીરીઝ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સારા એંડ્રોઇડના એક્સપીરિયન્સ આપનાર આ ફોનની કિંમત 699 ડોલરથી શરૂ થાય છે. આવો જાણીએ Google ના આ બંને ફોનમાં શું અંતર છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Pixel 5 vs Pixel 4a: સ્ક્રીન અને ડીઝાઇન
Google Pixel 4a માં 5.8 ઇંચની Full HD OLED ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ Pixel 5 માં 6 ઇંચની Full HD OLED ડિસ્પ્લે છે, જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 સાથે આવે છે. Pixel 4a માં સ્ટાન્ડર્ડ 60Hz રિફ્રેશ રેટવાળી ડિસ્પ્લે છે, જ્યારે Pixel 5 સ્મૂથ બ્રાઉજિંગ અને સારા ગેમિંગ અનુભવ માટે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. બંને ડિવાઇસમાં રિયર પેનલ પર ફિંગરપ્રિંટ સ્કેનર છે. આ ઉપરાંત Pixel 4a માં પ્લાસ્ટિક બેક પેનલ છે, જે મેટ ફિનિશ સાથે આવે છે, જ્યારે Pixel 5 માં 100 ટકા રિસાઇકલ્ડ એલ્યૂમિનિયમ બેક પેનલ છે. Google Pixel 4a ફક્ત બ્લેક કલરમાં ઉપલબ્ધ છે, જ્યારે Pixel 5 મિંટ, વ્હાઇટ અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. સાથે જ Pixel 5 વોટર રેજિસ્ટેંટ (water-resistant)  પણ છે. 


Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv


પ્રોસેસર
Google Pixel 4a ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 730G પ્રોસેસર અને એડ્રેનો 618 સાથે આવ્યો છે. તો બીજી તરફ Google Pixel 5 મિડ-રેંજ ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 765G પ્રોસેસર અને એડ્રેનો 620 સાથે આવે છે. 


કેમેરા
વાત કેમેરાની કરીએ તો Google Pixel 4a માં રિયર પેનલ પર 12.2MP નો સિંગલ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે  Google Pixel 5 રિયર પેનલ પર ડુઅલ કેમેરા સેટઅપ છે. તેમાં 12.2MP પ્રાઇમરી કેમેરા અને 16MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. બંને જ ફોનમાં ફ્રન્ટમાં સ્લેફી અને વીડિયો કોલિંગ માટે 8MP નો કેમેરો આપવામાં આવ્યો છે.


બેટરી અને ચાર્જિંગ
Google Pixel 4a માં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 3140 mAh ની બેટરી આપવામાં આવી છે. જ્યારે Google Pixel 5 માં 4000mAh ની બેટરી છે, જે 18W ફાસ્ટ ચાજિંગ, વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટથી સજ્જ છે.


પ્રાઇસ
Google Pixel 4a ના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 349 ડોલર (લગભગ 25,673 રૂપિયા) છે. Google Pixel 5 ના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 699 ડોલર (લગભગ 51,433 રૂપિયા) છે. અત્યારે આ ફોન ભારતીય બજારમાં લોન્ચ થયો નથી.  


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube