નવી દિલ્હી: સેમસંગ (Samsung)એ ઓનલાઇન ઇવેન્ટમાં Samsung Galaxy S20 Fan Edition સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ એસ સીરીઝના ફેન એડિશન ફોનને 699 ડોલર એટલે 51400 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરાની સાથે-સાથે હોલ પંચ ડિસ્પ્લે પણ છે. યુવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ફોનને ઘણા કલર વેરિએન્ટ(ક્વાઉડ નેવી બ્લૂ, લેવન્ડર, રેડ, ઓરેન્જ, વાઇટ અને મિંટ) માં રજૂ કરવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહકોને ગેલેક્સી S20 સીરીઝની માફક જ એક્સપીરિયન્સ આપવા માટે સેમસંગએ આ ફોનને પણ 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે રજૂ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એસ 20 એફઇ 4જી અને 5જી બંને વેરિન્ટમાં આવે છે. આ ફોનની સેલ 2 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રી-ઓર્ડર અત્યારે પણ કરવામાં આવી શકે છે. તેને ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય. 

Google Pay | Paytm | Tiktok |  Android | iOS | Whatsapp


Galaxy S20 FE ના સ્પેસિફિકેશન્સ
આ ફોનમાં 6.5 ઇંચનું ફૂલ-એચડી + (1,080x2,400 પિક્સલ) સુપર AMOLED ઇન્ફિનિટી-ડિસ્પ્લે છે. આ ડુઅલ સિમ (નૈનો+eSIM) ને સપોર્ટ કરે છે અને એંડ્રોઇડ 10 પર આધારિત વન UI 2.0 પર ચાલે છે. તેમાં સ્ક્રીન રિફ્રેશ રેટ 120Hz છે. ડિસ્પ્લેને એક કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્ટથી કરવામાં આવ્યો છે. ગેલેક્સી એસ 20 એસઇના 4G વેરિએન્ટમાં ઓક્ટાકોર Exynos 990 SoC છે બીજી 5G વેરિન્ટલ ઓક્ટા-કોઋ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 865 SoC સાથે આવે છે.


ફોટો અને વીડિયો માટે સેમસંગ ગેલેક્સી S20 FE ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. રિયર પેનલ પર 12 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇજેશન (OIS) અને ડુઅલ ફેજ ડિટેક્શન ઓટોફોકસને સપોર્ટ કરે છે. આ સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ શૂટર અને 8-મેગાપિક્સલનો ટેલીફોટો શૂટર કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફ્રન્ટમાં 32-મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટ-ફેસિંગ કેમેરામાં પણ ઓટોફોકસ સપોર્ટ છે. 


આ ફોનમાં 256GB સુધીનો UFS 3.1 સ્ટોરેજ આપવામાં છે. સેમસંગ ગેલેક્સી S20 FE ફોન IP68 રેટેડ સાથે આવે છે. તેમાં  4500mAh ની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું વજન 190 ગ્રામ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube