23 સપ્ટેમ્બરે Samsung લોન્ચ કરશે શાનદાર ફોન, હશે ધાંસૂ ફીચર્સ
23 સપ્ટેમ્બરના રોજ સેમસંગ Galaxy Unpacked for Every Fan ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહી છે. આ ઇવેન્ટમાં કંપની Galaxy S20 FE 5G ફોન લોન્ચ કરશે, જણાવી દઈએ કે લોન્ચિંગ પહેલા જ ફોનના ફોટા લીક થઈ ગયા છે, ત્યારબાદ ફોનના સ્પેસિફિકેશન સામે આવ્યા છે. આ ફોનમાં યૂઝર્સને ટ્રિપલ રિયર કેમેરાની સાથે સ્નૈપડ્રૈગન 865 ચિપસેટ મળી શકે છે.
નવી દિલ્હી: 23 સપ્ટેમ્બરના રોજ સેમસંગ Galaxy Unpacked for Every Fan ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહી છે. આ ઇવેન્ટમાં કંપની Galaxy S20 FE 5G ફોન લોન્ચ કરશે, જણાવી દઈએ કે લોન્ચિંગ પહેલા જ ફોનના ફોટા લીક થઈ ગયા છે, ત્યારબાદ ફોનના સ્પેસિફિકેશન સામે આવ્યા છે. આ ફોનમાં યૂઝર્સને ટ્રિપલ રિયર કેમેરાની સાથે સ્નૈપડ્રૈગન 865 ચિપસેટ મળી શકે છે.
કેવી હશે ડિઝાઈન
ફોનની ડિઝાઈનની વાત કરીએ તો તેમાં મેટલ-પ્લાસ્ટિક બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફોનની ડિસપ્લે 6.5 ઈંચની ફૂલ HD+ AMOLED સ્ક્રિન છે.
ફોનની બેક સાઈડમાં ટ્રિપલ કેમેરા છે.
એ ઉપરાંત ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કૈનર મળી શકે છે.
ફોનની રેમ 8 GB ની હોઈ શકે છે.
એ ઉપરાંત સ્ટોરેજ કેપેસિટી 128 GB ની છે.
ફોનની બેટરી 4500 mAh છે.
Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv
ફોનનો કેમેરો
આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં બે 12-મેગાપિક્સલ સેંસર અને 8-મેગાપિક્સલ સ્નૈપરની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ સામેલ હોવાની આશા છે. તો બીજી તરફ સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો ફંટ કેમેરો આપવામાં આવશે.
બેટરી અને કિંમત
અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં 6 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ અને સ્નૈપડ્રૈગન 865 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં 4,500mAh ની બેટરી આપવમાં આવશે. જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
ફોનની પ્રાઈસ
ફોનની પ્રાઈસ વિશે કોઈ ખુલાસો થયો નથી, પરંતુ આશા છે કે ફોન 56999 રૂપિયા સુધી હોઈ શકે છે.
ટિપ્સટરે આપી જાણકારી
ટિપ્સટર જિમી ઈઝ પ્રોમો (Jimmy is Promo) એ Samsung Galaxy S20 FE 5G ની લાઈવ ફોટો શેર કરી છે. ટિપસ્ટર એ પણ જણાવે છે કે સેમસંગ ગેલેક્સી એસ20 એફઈ 5જી IP68 વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ હોઈ શકે છે. ફોનમાં એક કેમેરામાં 3x ઓપ્ટિકલ ઝૂમ અને 10x ડિજિટલ ઝૂમ સપોર્ટ સામેલ હોવાની આશા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube