Joe Biden પોતાની મનગમતી `પેલોટોન` બાઈક White House લઈ જઈ શકશે નહીં, ખાસ જાણો કારણ
વાત જાણે એમ છે કે સુરક્ષા એજન્સીઓને ડર છે કે વ્હાઈટ હાઉસની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પડી શકે છે.
વોશિંગ્ટન: જો બાઈડેને (Joe Biden) અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ સાથે જ અમેરિકા (America) માં બાઈડેન યુગની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ એવું લાગે છે કે ફિટનેસનું ખુબ ધ્યાન રાખનારા જો બાઈડેન સુરક્ષા કારણોસર પોતાની એક્સસાઈઝ બાઈક વ્હાઈટ હાઉસ લઈ જઈ શકશે નહીં. જેનું કારણ છે અમેરિકાના રાષ્ટ્રપતિની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા.
વ્હાઈટ હાઉસમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) વ્હાઈટ હાઉસ (White House) માં શિફ્ટ થવાના છે. વ્હાઈટ હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન છે. જ્યાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત હોય છે અને કદાચ આ જ કારણસર બાઈડેન પોતાની એક્સસાઈઝ બાઈક (Bike) ને વ્હાઈટ હાઉસ નહીં લઈ જઈ શકે. બાઈડેનની પેલોટોન (Peloton) બાઈકને વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરવા પર રોક લાગી શકે છે. વાત જાણે એમ છે કે સુરક્ષા એજન્સીઓને ડર છે કે બાઈડેનની એક્સસાઈઝ બાઈક દ્વારા વ્હાઈટ હાઉસની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પડી શકે છે. હવે તેનું કારણ જાણો...
જાણો, દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં કોણે-કોણે કર્યું રાજ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોનો કાર્યકાળ
ગોપનીયતામાં પડી શકે છે ગાબડું
જો બાઈડેનની એક્સસાઈઝ બાઈકમાં માઈક્રોફોન અને કેમેરા લાગેલા છે જે ઈન્ટરનેટ સાથે જોડાયેલા છે. સુરક્ષા એજન્સીઓનું માનીએ તો બાઈક સાથે જોડાયેલા ડિવાઈસને હેક કરવામાં આવી શકે છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે એક્સસાઈઝ બાઈકમાં લાગેલા સોફ્ટવેર અને ઈન્ટરનેટ કનેક્શનના સહારે બાઈડેનનું લોકેશન ટ્રેક થઈ શકે છે અથવા તો તેમની વાતચીતની ગોપનીયતા જોખમાઈ શકે છે. એટલે કે ઈન્ટરનેટ સાથે જોડાયેલી પેલોટોન બાઈકના કારણ અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા જોખમાઈ શકે છે અને તેમના અધિકૃત અને અંગત સંદેશાઓની ગોપનીયતામાં ગાબડું પડી શકે છે.
Joe Biden એ બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો, મુસ્લિમો પરથી પ્રતિબંધ હટાવ્યો, માસ્ક અનિવાર્ય
મિશેલ પાસે પણ હતી પેલોટોન બાઈક
બાઈડેને એક્સસાઈઝ બાઈક પેલોટોન બાઈક 2 હજાર ડોલરમાં ખરીદી હતી. નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઘરેલુ સામાનને વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. પરંતુ પેલોટોન બાઈકને લઈને સુરક્ષા એજન્સીઓએ હજુ પણ લીલી ઝંડી આપી નથી. જો કે શક્ય છે કે બાઈડેનની એક્સસાઈઝ બાઈકના ફીચર્ચને બદલીને તેને વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરવાની મંજૂરી આપી શકે છે. હકીકતમાં મિશેલ ઓબામા પાસે પણ પેલોટોન બાઈક હતી પરંતુ તેમાં ન તો કેમેરા હતો કે ન તો માઈક્રોફોન. આવામાં જો બાઈડેનની એક્સસાઈઝ બાઈકના ઓપરેટિંગ સિસ્ટમ અને તેની ટેક્નોલોજીમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરી શકાય છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube