જાણો, દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં કોણે-કોણે કર્યું રાજ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોનો કાર્યકાળ

જો બાઈડેને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી પદ એટલેકે રાષ્ટ્રપતિ પદના શપથ લઈ લીધાં છે. હવે વ્હાઈટ હાઉસમાં બાઈડેન યુગનો પ્રારંભ થઈ ગયો છે. ઉપરાષ્ટ્રપતિ પદ પર ભારતીય મૂળના કમલા હેરિસ બિરાજમાન થયા છે. ત્યારે ભારતને આ જોડી પાસેથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે. 

જાણો, દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં કોણે-કોણે કર્યું રાજ, અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખોનો કાર્યકાળ

ઝી બ્યૂરો, અમદાવાદઃ 20 નવેમ્બર 1942માં જન્મેલા જોસેફ રોબિનેટ બાઈડેન જુનિયર 20 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. આ પહેલાં તે 20 જાન્યુઆરી 2009થી 20 જાન્યુઆરી 2017 સુધી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રહ્યા. બાઈડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા છે. તે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. બાઈડેને 1968માં સિરેક્યૂઝ યૂનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી મેળવી હતી. તેમણે ડોનલ્ડ ટ્રંપને પરાજય આપીને રાષ્ટ્રપતિની રેસમાં આખરે બાજી મારી લીધી. બાઈડેન એવા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. જ્યારે આખી દુનિયા કોરોના મહામારીથી પરેશાન છે. અમેરિકાની સ્થિતિ તો વધારે ખરાબ છે. ત્યારે આવો જાણીએ જો બાઈડેનથી જ્યોર્જ વોશિંગ્ટન સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ વિશે.

જાણો: Joe Biden ના રાષ્ટ્રપતિ બનતાં ભારતને થનાર ફાયદા અને નુકસાન

જો બાઈડેન:
અમેરિકાના નવા અને 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેનનો કાર્યકાળ 20 જાન્યુઆરીથી શરૂ થઈ ગયો છે.

ડોનલ્ડ ટ્રંપ:
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને 45મા રાષ્ટ્રપતિ એવા ડોનલ્ડ ટ્રંપનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2017થી 19 જાન્યુઆરી 2021 સુધીનો રહ્યો. તે 24 વર્ષ પછી પહેલા એવા રાષ્ટ્રપતિ બન્યા જે રાષ્ટ્રપતિ તરીકે માત્ર એક જ ટર્મ પૂરી કરી શક્યા.

જ્યોર્જ ડબલ્યુ બુશ:
6 જુલાઈ 1946માં જન્મેલા જ્યોર્જ વોકર બુશ અમેરિકાના 43મા રાષ્ટ્રપતિ બન્યા. તેમણે 20 જાન્યુઆરી 2001ના રોજ પહેલીવાર શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ 2004માં ફરી એકવાર તે રાષ્ટ્રપતિ બન્યા. એટલે 20 જાન્યુઆરી 2001થી 20 જાન્યુઆરી 2009 સુધી તે બે કાર્યકાળ પૂરા કરનાર રાષ્ટ્રપતિ બન્યા.

બરાક ઓબામા:
4 ઓગસ્ટ 1964માં જન્મેલા બરાક ઓબામા અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ રહ્યા. તેમણે 20 જાન્યુઆરી 2009માં રાષ્ટ્રપતિના શપથ લીધા. ત્યારબાદ 2013માં ફરી એકવાર દેશના રાષ્ટ્રપતિ બન્યા. આમ 2009થી 2017 સુધી બે કાર્યકાળ પૂરો કરનારા પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ રહ્યા

જ્યોર્જ હર્બર્ટ વોકર બુશ:
જ્યોર્જ ડબલ્યુ બુશના પિતાએ 20 જાન્યુઆરી 1989થી 1993 સુધી રાષ્ટ્રપતિ તરીકે એક ટર્મ પૂરી કરી.

બિલ ક્લિન્ટન:
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બિલ ક્લિન્ટને પણ બે ટર્મ પૂરી કરી. 20 જાન્યુઆરી 1993થી 20 જાન્યુઆરી 2001 સુધી અમેરિકાનું નેતૃત્વ કર્યુ.

જિમિ કાર્ટર:
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જિમિ કાર્ટરે 20 જાન્યુઆરી 1977થી 20 જાન્યુઆરી 1981 સુધી એક ટર્મ કાર્યકાળ પૂરો કર્યો.

રોનાલ્ડ રીગન:
રોનાલ્ડ રીગને 20 જાન્યુઆરી 1981થી 20 જાન્યુઆરી 1985 અને 20 જાન્યુઆરી 1985થી 20 જાન્યુઆરી 1989 સુધી એમ બે ટર્મ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

રિચર્ડ નિક્સન:
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે રિચર્ડ નિક્સને 20 જાન્યુઆરી 1969થી 9 ઓગસ્ટ 1974 સુધી સેવા આપી.

જેરાલ્ડ ફોર્ડ:
જેરાલ્ડ ફોર્ડે 9 ઓગસ્ટ 1974થી 20 જાન્યુઆરી 1977 સુધી એક ટર્મ રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ પૂરો કર્યો.

જોન એફ કેનેડી:
20 જાન્યુઆરી 1961થી 22 નવેમ્બર 1963 સુધી જોન એફ કેનેડીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી.

લિંડન બેન્સ જોન્સન:
લિંડન બેન્સ જોન્સન 22 નવેમ્બર 1963થી 20 જાન્યુઆરી 1969 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા.

હેરી એસ ટ્રુમેન:
હેરી એસ ટ્રુમેને 12 એપ્રિલ 1945થી 20 જાન્યુઆરી 1953 સુધી એમ બે ટર્મ માટે અમેરિકાની સત્તાનું સુકાન સંભાળ્યું.

ડ્વાઈટ ડેવિડ આઈઝનહાવર:
20 જાન્યુઆરી 1953થી 20 જાન્યુઆરી 1961 સુધી એમ બે ટર્મ માટે આઈઝનહાવર અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા.

હર્બર્ટ ક્લાર્ક હૂવર:
હર્બર્ટ ક્લાર્ક હૂવરે 4 માર્ચ 1929થી 4 માર્ચ 1933 સુધી અમેરિકાનું સુકાન સંભાળ્યું.

ફ્રેન્કલિન ડેલાનો રુઝવેલ્ટ:
4 માર્ચ 1933થી 12 એપ્રિલ 1945 સુધી 3 ટર્મ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા.

વૉરેન ગેમેલિયલ હાર્ડિંગ:
4 માર્ચ 1921થી 2 ઓગસ્ટ 1923 સુધી વૉરેન ગેમેલિયલ હાર્ડિંગ રાષ્ટ્રપતિ રહ્યા.

કોલ્વિન કૂલિઝ:
કોલ્વિન કૂલિઝે 2 ઓગસ્ટ 1923થી 4 માર્ચ 1929 સુધી રાષ્ટ્રપતિ તરીકેનું સુકાન સંભાળ્યું.

વિલિયમ ટાફ્ટ:
વિલિયમ ટાફ્ટ 4 માર્ચ 1909થી 4 માર્ચ 1913 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા.

વુડરો વિલ્સન:
4 માર્ચ 1913થી 4 માર્ચ 1921 સુધી વુડરો વિલ્સને બે ટર્મ સુધી અમેરિકાની સત્તા સંભાળી.

વિલિયમ મેકિનલે:
વિલિયમ મેકિનલે 4 માર્ચ 1897થી 14 સપ્ટેમ્બર 1901 સુધી અમેરિકાનું સુકાન સંભાળ્યું.

થિયોડોર રુઝવેલ્ટ:
14 સપ્ટેમ્બર 1901થી 4 માર્ચ 1909 સુધી થિયોડોર રુઝવેલ્ટ USના રાષ્ટ્રપતિ રહ્યા.

બેન્ઝામિન હેરિસન:
4 માર્ચ 1889થી 4 માર્ચ 1893 સુધી બેન્ઝામિન હેરિસન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

ગ્રોવર ક્લીવલેન્ડ:
ગ્રોવર ક્લીવલેન્ડે 4 માર્ચ 1893થી 4 માર્ચ 1897 સુધી અમેરિકાની સત્તા સંભાળી.

ચેસ્ટર આર્થર:
19 સપ્ટેમ્બર 1881થી 4 માર્ચ 1885 સુધી ચેસ્ટર આર્થર રાષ્ટ્રપતિ રહ્યા.

ગ્રોવર ક્વીલવેન્ડ:
ગ્રોવર ક્લીવલેન્ડે 4 માર્ચ 1885થી 19 માર્ચ 1889 સુધી અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી.

રુધરફોર્ડ બર્કર્સ હેયસ:
4 માર્ચ 1877થી 4 માર્ચ 1881 સુધી અમેરિકાનું સુકાન સંભાળ્યું.

જેમ્સ અબ્રાહમ ગાર્ફીલ્ડ:
જેમ્સ ગાર્ફીલ્ડ 4 માર્ચ 1881થી 19 માર્ચ 1881 સુધી એટલે કે માત્ર 15 દિવસના રાષ્ટ્રપતિ બન્યા.

એન્ડ્રૂ જોન્સન:
15 એપ્રિલ 1865થી 4 માર્ચ 1869 સુધી એન્ડ્રૂ જોન્સન રાષ્ટ્રપતિ રહ્યા.

યૂલીસેસ સિમ્પસન ગ્રાન્ટ:
4 માર્ચ 1869થી 4 માર્ચ 1877 સુધી એટલે કે બે ટર્મ રાષ્ટ્રપતિ બન્યા.

જેમ્સ બુકાનન:
4 માર્ચ 1857થી 4 માર્ચ 1861 સુધી જેમ્સ બુકાનને અમેરિકાનું સુકાન સંભાળ્યું.

અબ્રાહમ લિંકન:
4 માર્ચ 1861થી 15 એપ્રિલ 1865 સુધી એક ટર્મ માટે અમેરિકાની સત્તા સંભાળી.

મિલર્ડ ફિલમોર:
મિલર્ડ ફિલમોર 9 જુલાઈ 1850થી 4 માર્ચ 1853 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી.

ફ્રેન્કલિન પિયર્સ:
4 માર્ચ 1853થી 4 માર્ચ 1857 સુધી ફ્રેન્કલિન પિયર્સે સત્તા સંભાળી.

જેમ્સ નોક્સ પોલ્ક:
જેમ્સ પોલ્ક 4 માર્ચ 1845થી 4 એપ્રિલ 1849 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

જેકરી ટેલર:
4 માર્ચ 1849થી 9 જુલાઈ 1850 સુધી એટકે કે એક વર્ષ કરતાં ઓછા સમય માટે રાષ્ટ્રપતિ રહ્યા.

વિલિયમ હેનરી હેરિસન:
વિલિયમ હેરિસને 4 માર્ચ 1841થી 4 એપ્રિલ 1841 સુધી માત્ર એક મહિનો સુકાન સંભાળ્યું.

જોન ટાયલર:
4 એપ્રિલ 1841થી 4 માર્ચ 1845 સુધી જોન ટોયલર અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા.

એન્ડ્રૂ જેક્સન:
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે એન્ડ્રૂ જેક્સને 4 માર્ચ 1829થી 4 માર્ચ 1837 સુધી સત્તા સંભાળી.

માર્ટિન વાન બ્યૂરેન:
4 માર્ચ 1837થી 4 માર્ચ 1841 સુધી માર્ટિન બ્યૂરેને સુકાન સંભાળ્યું.

જેમ્સ મુનરો:
જેમ્સ મુનરોએ 4 માર્ચ 1817થી 4 માર્ચ 1825 સુધી અમેરિકાનું નેતૃત્વ કર્યું.

જોન ક્વિન્સી એડમ્સ:
4 માર્ચ 1825થી 4 માર્ચ 1829 સુધી જોન ક્વિન્સી એડમ્સ રાષ્ટ્રપતિ રહ્યા.

થોમસ જેફરસન:
4 માર્ચ 1801થી 4 માર્ચ 1809 સુધી થોમસ જેફરસન અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા.

જેમ્સ મેડિસન:
જેમ્સ મેડિસને 4 માર્ચ 1809થી 4 માર્ચ 1817 સુધી દેશનું સુકાન સંભાળ્યું.

જ્યોર્જ વોશિંગ્ટન:
30 એપ્રિલ 1789થી 4 માર્ચ 1797 સુધી જ્યોર્જ વોશિંગ્ટન સુધી રાષ્ટ્રપતિ રહ્યા.

જોન એડમ્સ:
જોન એડમ્સ 4 માર્ચ 1797થી 4 માર્ચ 1801 સુધી અમેરિકાની સત્તા સંભાળી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news