લાહોર: કારગીલ યુદ્ધથી જોડાયેલી એક પાકિસ્તાની પત્રકારની એક પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોએ કારગીલ ઓપરેશનની યોજના બનાવી હતી. તેમણે આ યોજના બનાવતા સમયે એવું વિચારીને એક મોટી ભૂલ કરી હતી કે, ભારત તેનો જવાબ આપશે નહીં. પરંતુ એવું થયું નહીં અને ભારતે સામે જબરજસ્ત જવાબ આપતા પાકિસ્તાની સેનાના ઘણા લોકો માર્યા ગયા હતા. ‘ફ્રોમ કારગીલ ટૂ ધ કુ: ઇવેન્ટ્સ ધેટ શૂક પાકિસ્તાન’ પુસ્તકની લેખિકા નસીમ ઝેહરાએ થોડા સમય પહેલા લાહોર સાહિત્ય ઉત્સવમાં એક પરિચર્ચા દરમિયાન આ દાવો કર્યો હતો. પરિચર્ચાનું સંચાલન બ્રિટિશ પત્રકાર ઓવેન બેનેચ જોંસે કર્યુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મુશર્રફના એક નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, તેમણે કહ્યું- 'ખુબ શક્તિશાળી છે ભારત, સાવધાન રહો'


તેમણે કેટલાક જનરલોની ભૂમિકા વિશે વિસ્તારમાં ચર્ચા કરી હતી. જેમણે ઓક્ટોબર/ નવેમ્બર 1998માં કારગીલ ઓપરેશનની યોજના બનાવી હતી. ભારતની સામે 1999માં કારગીલ યુદ્ધની યોજના બનાવનાર કેટલાક પાકિસ્તાની જનરલોએ તત્કાલીન સેના પ્રમુખ પરવેશ મુશર્રફની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ આ ઓપરેશનને અંજામ આપવા માટે તેઓ પૂર્વાધિકારીઓની સરખામણીઓ ઘણા વધારે સાહસી હતા.


વધુમાં વાંચો: ઈમરાન ખાને PM મોદીને કહ્યું- 'અમને શાંતિ માટે એક તક આપો, જુબાન પર કાયમ રહીશ'


કારગીલ યુદ્ધની યોજના માટે જનરલ મુશર્રફ અને ત્રણ અન્ય જનરલોની વાતચીતનો ઉલ્લેખ કરતા ઝેહરાએ કહ્યું હતું કે, ‘જો કારગીલ ઓપરેશન એટલું જ સરળ હોત તો આ પહેલા કેમ કરવામાં આવ્યું નહીં? એક જનરલે જવાબ આપ્યો કે તમારાથી (મુશર્રફ) વધારે કોઇ પણ જનરલ સાહસી હતા નહીં અને માત્ર તમે જ તેને અંજામ આપી શકો છો.’ ત્રણ જનરલોએ એવું પણ કહ્યું હતું કે, આ ઓપરેશનમાં તેમણે તેમના જીવને જોખમમાં મુકી દીધા છે.


વધુમાં વાંચો: પાકિસ્તાનનો યુ-ટર્ન: જૂઠ્ઠાણા પર જૂઠ્ઠાણા...આતંકી સંગઠન જૈશના મુખ્યમથકને ગણાવ્યું મદરેસા


વધુમાં તેમણે કહ્યું હતું કે, મે 1999 સુધી ભારતને કારગીલ ઓપરેશનની કોઇ જાણકારી ન હતી. તેમણે (જનરલ) એક મહત્વપૂર્ણ અધિકારીને જણાવ્યા વગર સૈનિકોને આગળ મોકલી દીધા હતા. ‘જ્યારે કારગીલ સંધર્ષ થયું ત્યારે મારા જેવા પત્રકારોએ આ વાત પર વિશ્વાસ કર્યો કે, આ મુજાહિદ્દીનનું કામ છે.’ ઝેહરાએ કહ્યું હતું કે, અસૈન્ય સરકાર અને ગુપ્ત એજન્સીઓ સહીત અન્ય સંસ્થાઓ તથા એર ફોર્સ પ્રમુખે કારગીલ ઓપરેશન વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા.


વધુમાં વાંચો: કાશ્મીરમાં મોટા પાયે સુરક્ષા દળોની તહેનાતીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું, તાબડતોબ લીધુ 'આ' પગલું


નવાદ શરીફ
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નવાજ શરીફને કારગીલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા બાદ આ વાતની જાણ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું હતું કે, તમે કાશ્મીરના વિજેતા બની જશો. તેના પર વિદેશ મંત્રીએ હસ્તક્ષેપ કર્યો અને તેમણે કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દા પર બંને દેશની વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે જનરલે કહ્યું હતું કે, ‘તમે વાતચીત દ્વારા કાશ્મીર કેવી રીતે લઇ શકો છો?’


વધુમાં વાંચો: પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી ખુલ્લો પડ્યો, જૈશના ચીફ મસૂદ સહિત 6 ટોપ કમાન્ડરોને છૂપાવી દીધા


ઝેહરાએ જણાવ્યું હતું કે, જ્યારે સંરક્ષણ સચિવે શરીફને કહ્યું હતું કે, પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) પાર કરી ગયું છે. ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, શરીફે ત્યારે ઓપરેશનનું સમર્થન કર્યું હતું કેમ કે, તે રાષ્ટ્ર હિતમાં હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના જબરજસ્ત જવાબ પર શરીફ અમેરીકા રવાના થઇ ગયા હતા. જ્યાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને તેમને કહ્યું હતું કે, તમારે કારગીલથી બહાર નીકળવું પડશે.
(ઇનપુટ: એજન્સી ભાષાથી)


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...