પાકિસ્તાનનો યુ-ટર્ન: જૂઠ્ઠાણા પર જૂઠ્ઠાણા...આતંકી સંગઠન જૈશના મુખ્યમથકને ગણાવ્યું મદરેસા

આતંકવાદને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરીથી એકવાર સામે આવ્યું છે. પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના બહાવલપુર સ્થિત મુખ્ય મથકને પાકિસ્તાને મદરેસા ગણાવી નાખ્યું છે. આ સાથે જ તેનું કહેવું છે કે તેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે તે જૈશ એ મોહમ્મદનું મુખ્યમથક નથી, પરંતુ મદરેસા છે. ભારત પોતાના પ્રોપેગેન્ડા હેઠળ તેને જૈશનું મુખ્ય મથક ગણાવે છે. 

પાકિસ્તાનનો યુ-ટર્ન: જૂઠ્ઠાણા પર જૂઠ્ઠાણા...આતંકી સંગઠન જૈશના મુખ્યમથકને ગણાવ્યું મદરેસા

નવી દિલ્હી: આતંકવાદને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરીથી એકવાર સામે આવ્યું છે. પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના બહાવલપુર સ્થિત મુખ્ય મથકને પાકિસ્તાને મદરેસા ગણાવી નાખ્યું છે. આ સાથે જ તેનું કહેવું છે કે તેનો આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે તે જૈશ એ મોહમ્મદનું મુખ્યમથક નથી, પરંતુ મદરેસા છે. ભારત પોતાના પ્રોપેગેન્ડા હેઠળ તેને જૈશનું મુખ્ય મથક ગણાવે છે. 

પાકિસ્તાન જૈશ એ મોહમ્મદના મુખ્ય મથકને નિયંત્રણમાં લેવાના પોતાના દાવાથી પણ ફરી ગયું છે. સોશિયલ મીડિયામાં જારી કરાયેલા એક વીડિયો સંદેશમાં ફવાદ ચૌધરીએ કહ્યું છે કે પંજાબ સરકારે બહાવલપુર સ્થિત મદરાસતુલ સાબિર અને જામા એ મસ્જિદ સુભાનઅલ્લાહને પ્રશાસનિક નિયંત્રણમાં લીધુ છે. આ અમારા નેશનલ એક્શન પ્લાનનો ભાગ છે. 

પાકિસ્તાને શનવારે સ્થાનિક પત્રકારોને બહાવલપુરમાં બંને પરિસરોની સ્થળ ચકાસણી કરાવી અને કહ્યું કે આ ફક્ત એક મદરેસા છે, જૈશ એ મોહમ્મદ સાથે તેને કોઈ લેવાદેવા નથી. બહાવલપુરના ડેપ્યુટી કમિશનર શાહજેબ સઈદે પણ કહ્યું કે આ સ્થળોને જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મસૂદ અઝહર સાથે કોઈ સંબંધ નથી. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ શુક્રવારે જણાવ્યું હતું કે પંજાબ સરકારે બહાવલપુર સ્થિત જેઈએમ મુખ્યાલયોને પોતાના નિયંત્રણમાં લીધા છે. મંત્રીએ કહ્યું હતું કે પંજાબ સરકારે બહાવલપુરમાં બે પરિસરોને પોતાના નિયંત્રણમાં લીધા છે અને તેના કામકાજને જોવા માટે પોતાનો એક પ્રશાસક નિયુક્ત કર્યો છે. બહાવલપુર લાહોરથી 400 કિમી દૂર છે. બંને પરિસરોમાં હાલ 70 શિક્ષકો અને 600 વિદ્યાર્થીઓ છે. 

આ બાજુ ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ મુજબ પાકિસ્તાની સેનાએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરને કંટ્રોલમાં લેવાની વાત અગાઉ મોટા ષડયંત્રને અંજામ આપી દીધો હતો. તેણે પુલવામાં આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મસૂદ અઝહર સહિત 6 ટોપ કમાન્ડરોને સુરક્ષિત ઠેકાણે છૂપાવી દીધા હતાં. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ મસૂદ અઝહરને પાકિસ્તાની સેનાએ આઈએસઆઈના સેફ હાઉસમાં છૂપાવ્યો છે. 

પાકિસ્તાની સરકારે પોતાની ધરતી પરથી સંચાલિત થતા આતંકી સંગઠનો પર નકેલ કસવાના જબરદસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ આગળ ઝૂકીને શુક્રવારે જૈશ એ મોહમ્મદના મુખ્યાલયોનું પ્રશાસનિક નિયંત્રણ પોતાના હાથમાં લેવાની વાત કરી હતી. આ આતંકી સંગઠને જ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા સીઆરપીએફની બસ પરના આતંકી હુમલાની જવાબદારી લીધી હતી જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ નિવેદન જારી કરીને આ હુમલાને વખોડ્યો અને તને જઘન્ય તથા કાયરતાપૂર્ણ ગણાવતા કડક ટીકા કરી હતી. ભારપૂર્વક કહ્યું હતું કે આ પ્રકારના હુમલાને અંજામ આપનારાઓને તથા ફંડ ઉપલબ્ધ કરાવનારા લોકોને ન્યાયના દાયરામાં લાવવામાં આવે. નિવેદનમાં જૈશના નામનો પણ ઉલ્લેખ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news