ઈમરાન ખાને PM મોદીને કહ્યું- 'અમને શાંતિ માટે એક તક આપો, જુબાન પર કાયમ રહીશ'
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને 'શાંતિ લાવવા માટે એક તક' આપવાની વાત કરી.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને 'શાંતિ લાવવા માટે એક તક' આપવાની વાત કરી અને તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે તેઓ પોતાની જુબાન પર 'કાયમ' રહેશે અને જો ભારત પુલવામના હુમલા પર પાકિસ્તાનને 'કાર્યવાહી યોગ્ય ગુપ્ત જાણકારી' ઉપલબ્ધ કરાવે તો તેના પર 'તત્કાળ' કાર્યવાહી પણ કરવામાં આવશે.
અત્રે જણાવવાનું કે રાજસ્થાનમાં પીએમ મોદીએ રેલી કરી હતી જેમાં તેમણે જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ ઈમરાન ખાનની આ ટિપ્પણી આવી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ આખી દુનિયામાં સામાન્ય સહમતિ છે. આતંકવાદના દોષિતોને દંડિત કરવા માટે અમે મજબુતાઈથી આગળ વધી રહ્યાં છીએ. આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, આ દર્દને સહન કરાશે નહીં. અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડવાનો છે.
ટોંકમાં ચૂંટણી રેલી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાન વિશે એમ પણ કહ્યું હતું કે જો તમે પઠાણ બચ્ચા હોય અને વાતનો પાક્કો હોય તો સાબિત કરો. તેમણે કહ્યું કે, આતંકવાદ સામે મુકાબલો કરવાનું હોય તો કોઇ પણ ભૂલ ન કરો. કાશ્મીરી પણ આતંકવાદ સામે લડી રહ્યા છે.
નોંધનીય છે કે પાકિસ્તાનમાં જ્યારે ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા હતાં ત્યારે તેમને અભિનંદન પાઠવવા માટે પીએમ મોદીએ પ્રોટોકોલ મુજબ ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આપણે ગરીબી અને નિરક્ષરતા સામે લડત લડીએ અને આ નિવેદન પર ઈમરાન ખાને કહ્યું હતું કે મોદીજી હું પઠાણ બચ્ચો છું, સાચું બોલું છું, સાચું કરું છું.
ઈમરાન ખાનના કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદન મુજબ 'વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની જુબાન પર કાયમ છે અને જો ભારત કાર્યવાહી લાયક ગુપ્ત માહિતી આપશે તો અમે લોકો તત્કાળ કાર્યવાહી કરીશું.' નિવેદન મુજબ ઈમરાન ખાને કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ શાંતિની એક તક આપવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે