પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી ખુલ્લો પડ્યો, જૈશના ચીફ મસૂદ સહિત 6 ટોપ કમાન્ડરોને છૂપાવી દીધા
પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી એકવાર બેનકાબ થઈ ગયો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ મુજબ પાકિસ્તાની સેનાએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરને કંટ્રોલમાં લેતા પહેલા મોટા ષડયંત્રને અંજામ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી એકવાર બેનકાબ થઈ ગયો છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ મુજબ પાકિસ્તાની સેનાએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરને કંટ્રોલમાં લેતા પહેલા મોટા ષડયંત્રને અંજામ આપ્યો છે. પાકિસ્તાની સેનાએ પુલવામા હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મસૂદ અઝહર સહિત 6 ટોપ કમાન્ડરોને સુરક્ષિત સ્થાન પર સંતાડી દીધા છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાની સેનાએ આઈએસઆઈએ સેફ હાઉસમાં છૂપાવ્યાં છે.
અત્રે જણાવવાનું કે ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને જૈશના હેડક્વાર્ટરને નિયંત્રણમાં લીધુ છે. જૈશનું હેડક્વાર્ટર પાકિસ્તાનના બહાવલપુરમાં છે. પંજાબ સરકારે જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરને પોતાના નિયંત્રણમાં લઈ લીધુ. જૈશ એ મોહમ્મદે જ પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. પાકસ્તાનની આ કાર્યવાહીને ડ્રામા સમજવામાં આવી રહી છે. હકીકતમાં પાકિસ્તાન આતંકી મસૂદ અઝહરને બચાવવાની કોશિશમાં છે. બહાવલપુરમાં જ પાકિસ્તાની સેનાના 31 કોરનું હેડક્વાર્ટર છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે પંજાબ સરકારે જૈશના હેડક્વાર્ટરને પોતાના કબ્જામાં લીધુ છે અને પોતાના પ્રશાસક ત્યાં તહેનાત કરી દીધા છે. પ્રવક્તાએ એમ પણ કહ્યું કે આ કાર્યવાહી ગુરુવારે વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં થયેલી એનએસસીની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ થઈ. પ્રવક્તાના જણાવ્યાં મુજબ હાલ 600 વિદ્યાર્થીઓ આ હેડક્વાર્ટરમાં ભણે છે અને 70 શિક્ષકો તહેનાત છે. પંજાબ પોલીસ કેમ્પસને સુરક્ષા આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે