Breaking News Updates: રાજ્ય સરકારનો સીનિયર સીટીઝન માટે મહત્વપૂર્ણ નિર્ણય
Latest News and Live Updates of 2 September 2022: દેશ અને દુનિયાના તમામ સમાચારો સાથે જોડાયેલા લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે લાઇવ બ્લોગમાં જોડાયેલા રહો. અહીં તમે સ્પોર્ટ્સ જગત, બિઝનેસ, ગુજરાત સહિત દેશ દુનિયામાં બનતી મહત્વની ઘટનાઓની અપડેટ મળશે...
રાજ્ય સરકારનો સીનિયર સીટીઝન માટે મહત્વપૂર્ણ નિર્ણય
રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયો વૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
નીતિશ કુમારને લાગ્યો ઝટકો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુર વિધાનસભાના સચિવ કે મેધસિંહ જીત દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મણિપુરમાં જેડીયૂના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. જેડીયૂએ આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છ સીટો પર જીત મેળવી હતી.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
માત્ર 38 રનમાં ઓલઆઉટ હોંગકોંગ
એશિયા કપ 2022ના છઠ્ઠા મુકાબલામાં પાકિસ્તાને હોંગકોંગને 155 રને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે પાકિસ્તાને સુપર-4માં એન્ટ્રી કરી લીધી છે. એટલે કે હવે રવિવારે ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા મળશે. હોંગકોંગ વિરુદ્ધ પાકિસ્તાન માટે શાદાબ ખાન, નસીમ સાહ અને મોહમ્મદ નવાઝે શાનદાર બોલિંગ કરી હતી. તો બેટિંગમાં મોહમ્મદ રિઝવાન અને ફખર જમાનનો જલવો જોવા મળ્યો હતો.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
બ્રિટનથી આગળ નીકળ્યું ભારત
ભારતની દ્રષ્ટીએ આર્થિક મોરચા પર સારા સમાચાર આવ્યા છે. બ્રિટેનને પછાડી ભારત દુનિયાની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ સાથે જ બ્રિટેન 6 સ્થાને પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, એક દાયકા પહેલા ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 11 માં ક્રેમ હતું, જ્યારે બ્રિટન પાંચમાં નંબર પર હતું.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
આ લોકો વગર અધૂરો છે Taarak Mehta નો શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. પરંતુ કેટલાક વર્ષોમાં ઘણા જાણિતા કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે. જેમાંથી ઘણાની વાપસીની આશા આજે પણ જોવા મળી રહી છે પરંતુ હજુ સુધી તે પાત્રો અને કલાકારો બંને શોમાં જોવા મળી રહ્યા નથી. આ ખાસ પાત્રોના શોથી દૂર રહેવાથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી અધૂરી અધૂરી લાગી રહી છે. આવો જાણીએ તેમાં કયા કયા કેરેક્ટર સામેલ છે.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
સરકારે મહિલા કર્મચારીઓ માટે લીધો મોટો નિર્ણય
કેન્દ્રની મોદી સરકારે મહિલા સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. તે મહિલા કર્મચારી જેણે જન્મ આપ્યાના તત્કાલ બાદ પોતાનું બાળક ગુમાવી દીધુ છે, તેને હવે 60 દિવસ વિશેષ માતૃત્વ અવકાશની મંજૂરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે શુક્રવારે પોતાના નવા આદેશમાં આ વાત કહી છે.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
ઈંગ્લેન્ડ માટે આવ્યા ખરાબ સમાચાર
એશિયા કપ (Asia Cup 2022) વચ્ચે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ ગયો છે. આ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. વર્લ્ડ ટી20 ક્રિકેટનો એક વિસ્ફોટક બેટર ઈજાગ્રસ્ત થઈ ગયો છે. આ ખેલાડી ઈજાને કારણે ટી20 વિશ્વકપમાંથી પણ બહાર થઈ ગયો છે.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ શહેરમાં થનાર છે આ કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે અમદાવાદ શહેર પોલીસ પણ સફાળી જાગી છે. અને અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ પર ઢોરના કારણે થતા અકસ્માત અટકાવવા માટે શહેર પોલીસે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં જાહેર રોડ પર ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે પગલાં લેવામા આવ્યા છે.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
અમદાવાદ ડ્રગ્સ માફિયાઓ માટે કેમ છે હોટ ફેવરિટ?
ડ્રગ્સ માફિયાઓ માટે જાણે ગુજરાત હોટ ફેવરિટ સ્પોટ બન્યું હોય તેમ મેફેદ્રોન ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સના આંકડા ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનો ઘટસ્ફોટ કરે છે. જેમાં અમદાવાદ ડ્રગ્સનું હબ બન્યું છે. અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં 100 થી વધુ ડ્રગ્સ પેડલરો અમદાવાદમાંથી ઝડપાયા છે. કેમ અમદાવાદ ડ્રગ્સ માફિયાનું હબ બન્યું?
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
'અનુપમા' માટે આ છે માથાનો દુ:ખાવો
વર્ષના 34 માં અઠવાડિયે ટીઆરપી લિસ્ટ સામે આવ્યું છે. દરેક વખતની જેમ આ વખતે પણ અનુપમા ટીઆરપીમાં ટોપ પર છે. અનુપમાએ ફરિ સાબિત કર્યું કે આ શોની રેટિંગનો કોઈપણ સામનો કરી શકતું નથી. પરંતુ અનુપમા શો માટે ગુમ હૈ કિસી કે પ્યારમે સીરિયલ માથાનો દુ:ખાવો બની શકે છે. જો ટીઆરપી લિસ્ટમાં ઉપર આવતા અનુપમાની જગ્યા છીનવાઈ શકે છે.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
જામનગરમાં સાંસદ પૂનમ માડમ બગડ્યા, CMની સામે જ ક્લેક્ટરનો લીધો ઉધડો
જામનગરના ધ્રોલ તાલુકાના માવાપર ગામે રૂ. 3116 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટી કલ્ચર ક્રોપનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમનો રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. પૂનમ માડમે જાહેર સ્ટેજ પરથી જામનગરના કલેક્ટરનો ઉધડો લઇ લીધો હતો.
વધુ માહિતી વાંચવા ક્લિક કરો...
આગામી 3 દિવસની આગાહી વચ્ચે ચોમાસાની વિદાયની ઘડીઓ શરૂ!
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના દિવસોમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
અંબાજી અકસ્માતના પદયાત્રીઓએ છપાવેલ પત્રિકામાં અંતિમ શબ્દો
અરવલ્લીના માલપુર નજીક અંબાજી જતા પંચમહાલના પદયાત્રીઓને આજે એક ગોઝારા અકસ્માત નડ્યો હતો. કાલોલના અલાલી ગામના બંને મૃતકોની ડેડ બોડી હાલ વતનમાં આવતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદન શરૂ થયું હતું. જેના કારણે વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ખોબા જેવા ગામમાં બંને જુવાનજોધ અપરણિત યુવકોની સ્મશાનયાત્રા નીકળતા ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
ત્રણ લાલ ડાયરીઓ ખોલશે સોનાલી ફોગાટના મોતના રાઝ!
હરિયાણા ભાજપની નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટ (Sonali Phogat) ના મોત મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રો પ્રમાણે સોનાલી ફોગાટના ઘરેથી જે ત્રણ લાલ ડાયરીઓ મળી છે, તેનાથી અભિનેત્રીના મોતનું રાઝ ખુલી શકે છે. આ ડાયરીઓમાં સોનાલીના પીએ સુધીર સાંગવાનને આપવામાં આવેલા પૈસાનું વહીખાતું છે એટલે કે જે પૈસા સોનાલીએ સુધીરને આપ્યા, તે પૈસા સુધીરે આગળ ક્યાં-ક્યાં આપ્યા તે વાતનો ઉલ્લેખ છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
માત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ
પોસ્ટ ઓફિસનો પ્રચાર-પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે. હાલ દેશમાં 1.55 લાખ પોસ્ટ ઓફિસ છે. જેની સર્વિસનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. સરકારનું ફોક્સ નેટવર્કની સાથે સાથે ટેક્નોલોજી અપગ્રેડેશન ઉપર પણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના સેક્રેટરી અમન શર્માએ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આવનારા દિવસોમાં 10 હજાર નવી પોસ્ટ ઓફિસ ખોલવામાં આવશે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
સિદ્ધાર્થ શુક્લાની ડેથ એનિવર્સરી પર સોશિયલ મીડિયામાં પૂર
સિદ્ધાર્થ શુક્લા ટીવીના તે સ્ટાર્સમાંથી એક છે જેની જબસદસ્ત ફેન્સ ફોલોવિંગ હતી. બિગ બોસ 13 ના ઘરમાં સિદ્ધાર્થ શુક્લા માટે ફેન્સ વચ્ચે જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. આ ફેન્સની જ જીદ હતી જે બાદ મેકર્સે સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસનો વિનર બનાવ્યો હતો. આજે સિદ્ધાર્થ શુક્લાના મોતને એક વર્ષ પૂર્ણ થયું છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
ઉ.ગુજરાતથી લઈને સુરત સુધી કુમાવત ગેંગ પડાવી રહી છે બૂમ!
ગ્રામ્ય LCB ટીમે ત્રણ આરોપીઓની સનાથલ સર્કલ પાસેથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ GEBની ઇલેક્ટ્રિકની ચાલુ લાઈનમાં વાયર કાપીને વેચી નાંખતા હતા. LCB એ કુમાવત ગેંગના ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને 29 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, ત્યારે શોધી 10 ગુનામાં વોન્ટેડ આરોપી પપ્પુ ખરાડી જે મૂળ રાજસ્થાન ડુંગરપુરનો રહેવાસી છે, તેની પણ ધરપકડ કરી છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
KGF જોઈ 18 વર્ષનો યુવક બન્યો સીરિયલ કિલર, એક બાદ એક 4 ખૂન
સાગરથી લઈને ભોપાલ સુધી હડકંપ... 250 પોલીસકર્મીની 10 ટીમો શોધી રહી હતી. રાત્રે લોકોની ઉંઘ થઈ ગઈ હતી હરામ... ચોકીદારોએ ફરજીયાત જાગવાનું... છેલ્લા 7 દિવસથી મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં લોકો રાત્રે સુવાનું ભૂલી ગયા હતા. કારણ કે 18 વર્ષના એક યુવકે 72 કલાકમાં 3 મર્ડર કરી દીધા અને 7 દિવસમાં ચાર. તેનો ઈરાદો KGF રોકી ભાઈ બનવાનો હતો.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને આપ્યા વચગાળાના જામીન
સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં તિસ્તાએ નીચલી કોર્ટ અને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ગુજરાત રાજ્ય અને તિસ્તાના વકીલોની દલીલો સાંભળી છે અને જાણ્યું છે કે તિસ્તા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને આ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
વઘુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ શરુ
ગુજરાત વિધાનસભાની ચુંટણી હજુ જાહેર થઇ નથી.જો કે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ શરુ થઇ ગયો છે. એકબીજાને ટ્રેપમાં લેવા એકપણ તક છોડવામાં આવતી નથી. રાજકીય નિષ્ણાંતોના મતે કોગ્રેસ ભલે ગુજરાતમાં બીજા નંબરનો પક્ષ હોય પણ ચૂંટણી પહેલાના જંગમાં આમ પ્રજામાં ભાજપ અને આપ વચ્ચે જ સીધો જંગ ચાલી રહ્યો હોય તેવી ધટનાઓ બની રહી છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
વ્યાજ દરો વધવાથી શું અસર થશે?
GDP ના પ્રથમ ત્રિમાસિકના આંકડા આવી ગયા છે. GDP વિકાસ દર, RBI અને અનેક સંસ્થાનોના અંદાજાથી ઓછો રહ્યો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું ભારત આ વર્ષે 7.2 ટકાનો વિકાસ દર હાંસલ કરી શકશે ખરા? આવનારા સમયમાં ભારતમાં વ્યાજ દરો હજુ વધે તેવી આશંકા છે. આવામાં 7.2 ટકાનો વિકાસ દર હાંસલ કરવો શક્ય છે?
વધુ વાંચવા અહીં ક્લિક કરો...
દિવાળી પર જ સૂર્ય ગ્રહણ!
આ વખતે દિવાળીના તહેવાર પર સૂર્ય ગ્રહણને લને લોકોમાં શંકા છે કે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકાશે કે નહીં. તેને લઇને લોકોના મનમાં જે પ્રકારના સવાલ છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
નરાધમ પુજારીએ સગીરા આચર્યું દુષ્કર્મ
ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા સાથે છેલ્લાં છ મહિનાથી પૂજારી દુષ્કર્મ ગુજારતો હતો.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
બીજા વિશ્વ યુદ્ધનો હૃદય કંપાવી દે તેવો કિસ્સો
બીજા વિશ્વયુદ્ધ માનવ ઇતિહાસમાં સૌથી ઘાતક યુધ્ધ સાબિત થયું હતું. આ યુદ્ધે ઘણા દેશોનો નકશો જળમૂળથી બદલી નાંખ્યો હતો. આ યુદ્ધમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હતા, કરોડો લોકોમાં 15 લાખ આપણા વીર ભારતીયોએ પણ શહીદી વ્હોરી હતી. બીજું વિશ્વયુદ્ધ ક વિશ્વસ્તરીય યુધ્ધ હતું જે 1939થી 1945 સુધી ચાલ્યું હતું. લગભગ 70 દેશોની ભૂમિ, જળ અને વાયુ સેનાઓ આ યુદ્ધમાં સામેલ થઈ હતી.
વધુ માહિતી વાંચવા અહીં ક્લિક કરો...
બોલીવુડ સિતારાઓએ વૈભવી બંગલા
સલમાન હોય કે શાહરુખ મોટાભાગના બોલીવુડના સિતારાઓ રજાઓ ગાળવા માટે શહેરથી દૂરથી શાંતિવાળુ સ્થળ પસંદ કરે છે. ત્યારે વિરુષ્કા માટે પણ આ ગણેશ મહોત્સવ અનેક ઘણી ખુશખબરી લઈને આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, ગણેશ ચતુર્થીનો તહેવાર વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા માટે ઘણો જ ખાસ રહ્યો છે. અનુષ્કા તથા વિરાટે અલીબાગમાં ફાર્મહાઉસ ખરીદ્યું છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
કેજરીવાલે ફરી ગુજરાતના ખેડૂતો માટે ખોલ્યો ગેરંટીનો પીટારો
ચૂંટણીના વર્ષમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજીરીવાલ ફરી એકવાર ગુજરાતના મહેમાન બન્યા છે. કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. બે દિવસીય મુલાકાતને લઈને તેઓ આજે ચાર્ટર પ્લેન મારફતે પોરબંદર એરપોર્ટથી દ્વારકા પહોંચ્યા છે. કેજરીવાલને સાંભળવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો અને માછીમારો મુદ્દે વાતચીત કરી હતી.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
વધુ એક ભારતીયને દુનિયાની જાણીતી કંપનીની સંભાળશે કમાન
દિગ્ગજ કોફી કંપની સ્ટારબક્સે પોતાની કમાન એક ભારતીયના હાથમાં સોંપી દીધી છે. સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહનને કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. નરસિંહન એક ઓક્ટોબરથી સ્ટારબક્સ સાથે જોડાઈ જશે અને આગામી વર્ષે કંપનીના હાલના સીઈઓ હોવર્ડ શુલ્ત્સની જગ્યા લેશે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
સુરતના ઉદ્યોગકારોને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ
સુરત શહેરના સચિન વિસ્તારના વિવાદાસ્પદ ગબરૂ ભરવાડ અને ટોળકી દ્વારા યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
અફઘાનિસ્તાનમાં વિસ્ફોટ
અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં જુમાની નમાઝ દરમિયાન ધમાકો થયો છે. ટોલો ન્યૂઝ પ્રમાણે બ્લાસ્ટમાં મસ્જિદના ઇમામ મુઝીબ ઇમામ રહમાન અંસારીનું મોત થયું છે. તો આ વિસ્ફોટમાં 15 જેટલા લોકોના મોત થયા છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટ એક આત્મઘાતી હુમલાને કારણે થયો. વાંચો સંપૂર્ણ અહેવાલ
શર્ટલેસ થયા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ
એશિયા કપમાં ભારતીય ટીમ ખુબ જ શાનદરા પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ 5 વિકેટથી જીત હતી. ત્યારે ભારતે હોંગકોંગ સામે મેચ જીતી સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે આ પછી ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો...
સરકારી કંપનીએ લોકોને બનાવ્યા કરોડપતિ
શેર બજારમાં પૈસા લગાવનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. દો તમે પણ કોઈ સરકારી કંપનીમાં પૈસા લગાવ્યા છે તો તમને વધારે ફાયદો મળશે. આજે અમે તમને એક એવી સરકારી કંપની વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પૈસા લગાવ્યા બાદ રોકાણકારોના 1 લાખ રૂપિયા 2.65 કરોડ થઈ ગયા છે.
વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો...
JDU નું મોટું નિવેદન, CM નીતીશ કુમાર નથી PM પદના ઉમેદવાર
પટના: પીએમ મટેરિયલ માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ઘણા દિવસોથી ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન જેડીયૂ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે નીતીશ કુમાર ફક્ત વિપક્ષને એકજુથ કરી રહ્યા છીએ. તે પીએમ પદના ઉમેદવાર નથી. આ નિવેદન શુક્રવારે જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે આપ્યું છે. જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે કહ્યું કે પાર્ટીનું સ્ટેન્ડ બિલકુલ સ્પષ્ટ છે. આખો દેશ જે વિપક્ષની પાર્ટીઓ છે તેમને નીતીશ કુમાર એક મંચ પર લાવવાનો પ્રયત્ન કરશે. મીડિયાને કહ્યું કે નીતીશ કુમાર પ્રધાનમંત્રીના ઉમેદવાર નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ બેસીને તેના માટે નક્કી કરશે. આ ફક્ત મગજની ઉપજ છે.
ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં જેસન રોય અને જોફ્રા આર્ચરને તક મળી નથી. અહીં ક્લિક કરો
ભારે ઘટાડા બાદ ફરી કિંમતમાં વધારો
સોના-ચાંદીના ભાવમાં ગુરૂવારના આવેલા ભારે ઘટાડા બાદ અઠવાડિયાના છેલ્લા કોરોબારી દિવસે બંનેની કિંમતમાં તેજી જોવા મળી છે. બીજી તરફ અમેરિકન બજારમાં ચાર દિવસથી ચાલી રહેલા ઘટાડા પર લગામ લાગી ગઈ છે અને તેમાં તેજી જોવા મળી છે
વધુ માહિતી વાંચાવ અહીં ક્લિક કરો...
ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન બન્યા સ્ટારબક્સના નવા CEO
Laxman Narasimhan Starbucks New CEO: અમેરિકાની બહુરાષ્ટ્રીય કોફીની દિગ્ગજ કંપની સ્ટારબક્સે (Starbucks) ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન (Laxman Narasimhan) ને પોતાના નવા સીઇઓની જવાબદારી સોંપી છે. નરસિમ્હન સ્ટારબક્સમાં સીઇઓ હોવર્ડ શુલ્ત્સનું સ્થાન લેશે. તે 1 ઓક્ટોબરથી લંડનથી સિએટલ સ્થળાંતર થયા બાદ સ્ટારબક્સમાં સામેલ થશે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
કોઠા સૂઝથી 10 વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરી પણ જખ મારે!
04 થી 09 સપ્ટેમ્બરસુધી સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 241 બંધ રહેશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-મહેસાણા સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત ટ્રેક નવીનીકરણ અને ઓવરહોલિંગના કાર્યને કારણે 04 સપ્ટેમ્બરના રોજ સવારે 08.00 વાગ્યે થી 09 સપ્ટેમ્બર 2022ના રોજ 18.00 વાગ્યે સુધી કુલ 06 દિવસ માટે રેલવે ક્રોસિંગ નંબર 241 (ઉમા ભવાની ફાટક) બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તા રેલ્વે ક્રોસિંગ નંબર 240,242 અને રીંગ રોડ પરથી આવન જાવન કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube