બીજા વિશ્વ યુદ્ધમાં 15 લાખ ભારતીયોએ વ્હોરી હતી શહીદી, હૃદય કંપાવી દે તેવો કિસ્સો

બીજા વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલી આ વાત તમે પણ નહીં જાણતા હોવ. આ કિસ્સો જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.

બીજા વિશ્વ યુદ્ધમાં 15 લાખ ભારતીયોએ વ્હોરી હતી શહીદી, હૃદય કંપાવી દે તેવો કિસ્સો

નવી દિલ્હીઃ બીજા વિશ્વયુદ્ધ માનવ ઇતિહાસમાં સૌથી ઘાતક યુધ્ધ સાબિત થયું હતું. આ યુદ્ધે ઘણા દેશોનો નકશો જળમૂળથી બદલી નાંખ્યો હતો. આ યુદ્ધમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યા હતા, કરોડો લોકોમાં 15 લાખ આપણા વીર ભારતીયોએ પણ શહીદી વ્હોરી હતી. બીજું વિશ્વયુદ્ધ ક વિશ્વસ્તરીય યુધ્ધ હતું જે 1939થી 1945 સુધી ચાલ્યું હતું. લગભગ 70 દેશોની ભૂમિ, જળ અને વાયુ સેનાઓ આ યુદ્ધમાં સામેલ થઈ હતી.

વિવિધ રાષ્ટ્રોના લગભગ 100 મિલિયન સૈનિકોએ તેમાં ભાગ લીધો હતો. આ તસ્વીર યુદ્ધની પીડા કહેવા માટે પૂરતી છે. આ યુદ્ધમાં સામેલ તમામ મહાસત્તાઓએ તેમની આર્થિક, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષમતાને આ યુદ્ધમાં ફેંકી દીધી હતી. આ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું હતું, એક સાથી રાષ્ટ્ર અને એક ધરી રાષ્ટ્ર.

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત 1 સપ્ટેમ્બર 1939થી થઈ હતી અને તે 2 સપ્ટેમ્બર 1945ના દિવસે સમાપ્ત થયું હતું, જેમાં 61 દેશોએ ભાગ લીધો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પર અંગ્રેજોનો કબજો હતો. તેથી સત્તાવાર રીતે ભારતે પણ 1939માં નાજી જર્મની સામે યુદ્ધની જાહેરાત કરી હતી. તે સમયે ભારતે બ્રિટિશ રાજથી આઝાદી મેળવવા માટે આ યુદ્ધ માટે પોતાની સંમતિ આપી હતી. યુદ્ધમાં 20 લાખથી વધુ સૈનિકો મોકલવામાં આવ્યા હતા, જેમાં 1.5 મિલિયન ભારતીયોએ પોતાનો જીવ આપ્યો હતો. સરકારી આંકડામાં આ સંખ્યા ઘણી ઓછી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ આંકડો ભારત પુસ્તકમાંથી ચકાસી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news