નીતિશ કુમારને લાગ્યો ઝટકો, મણિપુરમાં JDUના પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ

Manipur Politics: જેડીયૂએ આ વર્ષે માર્ચમાં યોજાયેલી મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કુલ છ સીટો પર જીત મેળવી હતી. 

નીતિશ કુમારને લાગ્યો ઝટકો, મણિપુરમાં JDUના પાંચ ધારાસભ્યો ભાજપમાં સામેલ

શિલોંગઃ Manipur JDU MLA Joined BJP: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયૂને મણિપુરમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુર વિધાનસભાના સચિવ કે મેધસિંહ જીત દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે મણિપુરમાં જેડીયૂના પાંચ ધારાસભ્યો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. જેડીયૂએ આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં છ સીટો પર જીત મેળવી હતી. 

મણિપુર વિધાનસભાના સચિવ કે મેધજીત સિંહ દ્વારા જાહેર નિવેદન પ્રમાણે અધ્યક્ષે બંધારણની દસમી સૂચી હેઠળ જેડીયૂના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલયને સ્વીકાર કરતા પ્રસન્નતા વ્યક્ત કરી છે. 

ભાજપમાં સામેલ થનારા જેડીયૂ ધારાસભ્યોમાં કેએચ જોયકિશન, એન સનાતે, મોહમ્મદ અછબઉદ્દીન, ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક એ એમ ખાઉટે અને થાંગજામ અરૂણ કુમાર સામેલ છે. એ એમ ખાઉટે અને થાંગજામ અરૂણ કુમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસે ટિકિટની માંગ કરી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા બંને જેડીયૂમાં સામેલ થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news