Afghanistan Blast: હેરાતની મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટ, ઇમામ સહિત 15 લોકોના મોત

Afghanistan Mosque Blast: અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં એક મસ્જિદની બહાર વિસ્ફોટના સમાચાર છે. જેમાં તાલિબાન સમર્થિત ઇમામ સહિત 15 જેટલા લોકોના મોત થયા છે. 

Afghanistan Blast: હેરાતની મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટ, ઇમામ સહિત 15 લોકોના મોત

કાબુલઃ Blast in Afghanistan: અફઘાનિસ્તાનના હેરાતની ગુજરગાહ મસ્જિદમાં જુમાની નમાઝ દરમિયાન ધમાકો થયો છે. ટોલો ન્યૂઝ પ્રમાણે બ્લાસ્ટમાં મસ્જિદના ઇમામ મુઝીબ ઇમામ રહમાન અંસારીનું મોત થયું છે. તો આ વિસ્ફોટમાં 15 જેટલા લોકોના મોત થયા છે. હેરાતના ગવર્નરના પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટ એક આત્મઘાતી હુમલાને કારણે થયો. જાણવા મળ્યું કે ધમાકો મસ્જિદની અંદર જુમાની નમાઝ દરમિયાન થયો છે. હેરાતના પોલીસ પ્રવક્તા મહમૂદ રસોલીએ કહ્યુ કે મુઝીબ રહમાન અંસારી, તેના કેટલાક ગાર્ડ અને નાગરિકોની સાથે મસ્જિદ તરફ જતા મોતને ભેટ્યા છે. 

મસ્જિદના ઇમામને તાલિબાનના સમર્થક ગણાવવામાં આવે છે. મુઝીબ રહમાન અંસારીએ જૂનના અંતમાં સમૂહો દ્વારા આયોજીત હજારો વિદ્ધાનો અને વૃદ્ધોની એક મોટી સભામાં તાલિબાનના બચાવમાં મજબૂતીથી વાત કરી હતી. 

તાલિબાનનું કહેવું છે કે તેમણે એક વર્ષ પહેલા સત્તા સંભાળ્યા બાદ દેશમાં સુરક્ષા ક્ષેત્રમાં સુધાર કર્યો છે, પરંતુ હાલના મહિનામાં ઘણા વિસ્ફોટ થયા છે, જેમાં મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રએ અફઘાનિસ્તાનમાં વધતા હુમલા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં આ પહેલા પણ મસ્જિદો પર હુમલા થઈ ચુક્યા છે. આ વખતે જે ધમાકો થયો તેની તીવ્રતા વધુ હોવાનું સામે આવ્યું છે. 

જુમાની નમાઝને કારણે મસ્જિદમાં હતી ભારે ભીડ
અફઘાનિસ્તાનની મસ્જિદમાં થયેલા ધમાકાની જવાબદારી હજુ કોઈ સંગઠને લીધી નથી. ઇસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદીએ અંસારીના મોત પર ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું કે આ હુમલા માટે જવાબદારોને છોડવામાં આવશે નહીં. 

હેરાતની મસ્જિદમાં થયેલા ધમાકા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે ઇમામનું ધમાકામાં મોત થયું છે, તેને સાંભળવા મોટી સંખ્યામાં લોકો પહોંચતા હતા. આજે જુમાની નમાઝ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news