વધુ એક ભારતીયને દુનિયાની જાણીતી કંપનીની કમાન, આનંદ મહિન્દ્રા બોલ્યા, ઈન્ડિયન CEOની સુનામી...

સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહનને કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. નરસિંહને પૂણે યુનિવર્સિટીની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી અભ્યાસ કર્યો છે. 1993થી 2012 સુધી નરસિંહને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી McKinseyમાં કામ કર્યુ છે.

વધુ એક ભારતીયને દુનિયાની જાણીતી કંપનીની કમાન, આનંદ મહિન્દ્રા બોલ્યા, ઈન્ડિયન CEOની સુનામી...

નવી દિલ્લી: દિગ્ગજ કોફી કંપની સ્ટારબક્સે પોતાની કમાન એક ભારતીયના હાથમાં સોંપી દીધી છે. સ્ટારબક્સના મેનેજમેન્ટે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિંહનને કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. નરસિંહન એક ઓક્ટોબરથી સ્ટારબક્સ સાથે જોડાઈ જશે અને આગામી વર્ષે કંપનીના હાલના સીઈઓ હોવર્ડ શુલ્ત્સની જગ્યા લેશે. સ્ટારબક્સના સીઈઓ નિયુક્ત થવાની જાહેરાત પછી નરસિંહન પણ સુંદર પિચાઈ અને પરાગ અગ્રવાલની ક્લબમાં જોડાઈ ગયા છે. જેમના હાથમાં વિદેશી કંપનીઓની કમાન છે. સુંદર પિચાઈ ગુગલ અને પરાગ અગ્રવાલ ટ્વિટરના સીઈઓ છે.

 

આગામી વર્ષે સંભાળશે સીઈઓનું પદ:
1 ઓક્ટોબરથી અમેરિકન કંપની સ્ટારબક્સમાં સામેલ થનારા લક્ષ્મણ નરસિંહનની મદદ માટે હોવર્ડ શુલ્ત્સ એપ્રિલ 2023 સુધી અંતરિમ પ્રમુખ તરીકે જળવાઈ રહેશે. 55 વર્ષીય નરસિંહને બ્રિટન સ્થિત રેકિટ બેંકિઝર ગ્રૂપ પીએલસી, લિસોલ અને એનફેમિલ બેબી ફોર્મ્યૂલાના સીઈઓ તરીકે કામ કર્યુ છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા પ્રમાણે સ્ટારબક્સના ચેરમેન મેલોડી હોબ્સને કહ્યું કે કંપનીને પોતાના આગામી સીઈઓ બનાવવા માટે એક અસાધારણ વ્યક્તિ મળ્યો છે. કેમ કે નરસિંહન એક ટેસ્ટેડ લીડર છે. હોબ્સને કહ્યું કે અમે નવા સીઈઓની સહાયતા માટે શુલ્ત્સને એપ્રિલ 2023 સુધી અંતરિમ સીઈઓના રૂપમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. નરસિંહન એક એપ્રિલે સીઈઓનું પદ સંભાળશે.

આવી રહી છે કારકિર્દી:
1993થી 2012 સુધી નરસિંહને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી McKinseyમાં કામ કર્યુ છે. 2012માં તેમણે પેપ્સિકો જોઈન કર્યુ હતું. જ્યાં તે ચીફ કમર્શિયલ ઓફિસર હતા. 2019માં તે રેકિટ બેંકિઝર ગ્રૂપ પીએલસીના સીઈઓ બન્યા હતા. નરસિંહને સાર્વજનિક ક્ષેત્રમાં વિશેષ રીતે સ્કિલ બિલ્ડિંગ અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યુ છે. તે અમેરિકન નોન-પ્રોફિટ ફોરેન પોલિસી એસોસિયેશન અને બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યૂશનના એક થિંક ટેન્કના ફેલો છે. બ્રાન્ડ અને કન્ઝ્યુમર બેસ્ડ સ્ટ્રેટેજી ડેવલપ કરવા અને ડિજિટલ ઈનોવેશનમાં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

પુણેથી કર્યો છે એન્જિનિયરિંગનો અભ્યાસ:
નરસિંહને પુણે યુનિવર્સિટીની કોલેજ ઓફ એન્જિનિયરિંગથી અભ્યાસ કર્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી તે યૂનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની વ્હાર્ટન બિઝનેસ સ્કૂલ ગયા હતા. અહીંયાથી તેમણે એનબીએની ડિગ્રી મેળવી. પુણેમાં જન્મેલા નરસિંહને જર્મનીમાં માસ્ટર્સનો અભ્ચાસ કર્યો છે.

આનંદ મહિન્દ્રાએ કર્યુ ટ્વિટ:
લક્ષ્મણ નરસિંહનના સ્ટારબક્સના સીઈઓ બનવા પર દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને ભારતીય ટેલેન્ટના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં જે પાણીનું એક ટીપું હતું તે હવે સુનામીમાં ફેરવાઈ ગયું છે. દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓની નિયુક્તિ હવે એક જરૂરિયાત બની ગઈ છે. ઈન્ટરનેશનલ બોર્ડ રૂમમાં તેમને લીડરશીપ સોંપવી લગભગ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે.

ગ્લોબલ કંપનીના ભારતીય CEO:
1. સુંદર પિચાઈ, ગૂગલ
2. સત્યા નાડેલા, માઈક્રોસોફ્ટ
3. પરાગ અગ્રવાલ, ટ્વિટર
4. લીના નાયર,ચેનલ
5. શાંતનુ નારાયણ, એડોબ ઈન્ક
6. અરવિંદ ક્રિષ્ણા, IBM
7. આમ્રપાલી ગન, ઓનલી ફેન્સ
8. સંજય મેહરોત્રા, માઈક્રોન
9. જયશ્રી ઉલ્લાલ, અરિસ્ટા નેટવર્ક્સ
10. નિકેશ અરોરા, પાલો અલ્ટો નેટવર્ક્સ
11. જ્યોર્જ કુરિયન, નેટ એપ
12. રેવથી અદ્વૈથી, ફ્લેક્સ
13. રંગરાજન રઘુરામ, વીએમવેર
14. પુનિત રેન્જન, ડેલોઈટી
15. અંજલિ સુદ, વીમિયો
16. વિવેક સંકરન, આલ્બર્ટન્સ કંપનીઝ
17. નિરજ શાહ, વેફેર
18. ઈવાન મેનેજીસ, ડિયાજીયો
19. વસંત નરસિંહન, નોવાર્ટીસ
20. શર્મિષ્ઠા દુબે, મેચ ગ્રૂપ
21. અંશુ જૈન, ડચ બેંક, કેન્ટોર ફિત્ઝરલેન્ડ
22. રાજીવ સુરી, નોકિયા, ઈન્માર્સત
23. અજય બાંગા, માસ્ટર કાર્ડ
24. દિનેશ પાલીવાલ, હર્મન ઈન્ટરનેશનલ
25. રાકેશ કપૂર, રેકિટ બેન્કિંઝર
26. ફ્રાન્સિસ્કો ડિસોઝા, કોગ્નીઝન્ટ
27. અશોક વેમૂરી, કોન્ડુઅન્ટ ઈન્ક
28. સંજય ઝા, મોટોરોલા અને ગ્લોબલ ફાઉન્ડ્રીઝ
29. ઈન્દ્રા નૂયી, પેપ્સિકો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news