મંદીના ભણકારા...વ્યાજ દરો વધવાથી શું અસર થશે? શું ભારત 7.2% ના વિકાસ દરે પહોંચશે

GDP ના પ્રથમ ત્રિમાસિકના આંકડા આવી ગયા છે. GDP વિકાસ દર, RBI અને અનેક સંસ્થાનોના અંદાજાથી ઓછો રહ્યો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું ભારત આ વર્ષે 7.2 ટકાનો વિકાસ દર હાંસલ કરી શકશે ખરા? અર્થશાસ્ત્રી ડો.વૃંદા જાગીરદારે આપ્યા આ સવાલોના જવાબ. ખાસ જાણો. 

મંદીના ભણકારા...વ્યાજ દરો વધવાથી શું અસર થશે? શું ભારત 7.2% ના વિકાસ દરે પહોંચશે

GDP ના પ્રથમ ત્રિમાસિકના આંકડા આવી ગયા છે. GDP વિકાસ દર, RBI અને અનેક સંસ્થાનોના અંદાજાથી ઓછો રહ્યો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું ભારત આ વર્ષે 7.2 ટકાનો વિકાસ દર હાંસલ કરી શકશે ખરા? આવનારા સમયમાં ભારતમાં વ્યાજ દરો હજુ વધે તેવી આશંકા છે. આવામાં 7.2 ટકાનો વિકાસ દર હાંસલ કરવો શક્ય છે?

ભારતની સ્થિતિ કયા સેક્ટરમાં સારી?
પ્રથમ ત્રિમાસિકના આંકડા પર અર્થશાસ્ત્રી ડો.વૃંદા જાગીરદારનું આકલન છે કે હાલના આંકડા નિરાશાજનક નથી. આગળના ત્રિમાસિકોમાં કોન્ટેક્ટ ઈન્ટેન્સિવ સેવાઓનું પ્રદર્શન વધુ સારું થશે. આવામાં 7.2 ટકાનો આંકડો મેળવવો મુશ્કેલ નથી. હાલના સમયમાં અનેક વૈશ્વિક પડકારો છે પરંતુ ભારતની સ્થિતિ દુનિયામાં અનેક મજબૂત અર્થવ્યવસ્થાઓથી સારી છે. હાલ જે ફેક્ટર ભારત માટે કામ કરી રહ્યા છે તે વિશે જણાવતા ડો. વૃંદા જાગીરદારે કહ્યું કે કોર્પોરેટ બેલેન્સશીટ સારી થઈ છે. અનેક વર્ષો બાદ બેંકોની  બેલેન્સ શીટ સારી છે. ફેક્ટરીઓનું કેપેસીટી યુટીલાઈઝેશન 75 ટકા કરતા વધુ છે. આવામાં કંપનીઓ પોતાની ફેક્ટરીઓનો વિસ્તાર કરી રહી છે. 

બીજુ, આ સિવાય વપરાશમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. હવે આપણે પ્રી કોવિડ સ્તર પર પહોંચી ગયા છીએ. આવામાં માંગણી, અને રોકાણના ચક્રનું શરૂ થવાથી વિકાસ દર વધશે. 

ત્રીજુ, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં વર્ષો બાદ 20 ટકાથી વધુ ગ્રોથ આવ્યો છે. આવામાં આવનારા ત્રિમાસિકોમાં તેનો ફાયદો મળશે. ચોથું, કોન્ટેક્ટ ઈન્ટેન્સિવ સેક્ટર પર કોવિડનો સૌથી વધુ માર પડ્યો હતો. આ સેક્ટરમાં ત્રિમાસિક દર ત્રિમાસિક સુધારો જોવા મળ્યો છે. આવનારા સમયમાં અહીં વધુ સારો ગ્રોથ જોવા મળશે. 

ક્યાં છે પડકાર?
ભારત સામે પડકારો પણ ઓછા નથી. અર્થશાસ્ત્રી ડો.વૃંદા જાગીરદારે જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગ અને ખનન ક્ષેત્રનું પ્રદર્શન હજુ સંતોષકારક નતી. આ ક્ષેત્ર અનેક પ્રકારે ઉદ્યોગો માટે કાચો માલ અને ઉત્પાદનોને તૈયાર કરે છે. તે અર્થવ્યવસ્થામાં Multiplier ઈફેક્ટર પેદા કરવાની સાથે સાથે આ સેક્ટર ભારે સંખ્યામાં રોજગારી પણ પેદા કરે છે. આથી તેના પર તરત ધ્યાન આપવું જોઈએ. 

શું વ્યાજદર વધશે? જો હા તો વિકાસ દરનું શું થશે?
સમગ્ર દુનિયામાં મોંઘવારી વધી છે. વિક્સિત દેશો પર તેનો વધુ પ્રભાવ પડ્યો છે. અમેરિકી સેન્ટ્રલ બેંક અને અન્ય પ્રમુખ કેન્દ્રીય બેંકોએ તેને કાબૂમાં લાવવા માટે વ્યાજદર વધાર્યા છે. ભારતમાં પણ આરબીઆઈ અત્યાર સુધીમાં વ્યાજ દરોમાં 1.4 ટકાનો વધારો કરી ચૂકી છે. આવામાં આગળ જો વ્યાજ દર વધશે તો વિકાસ દર પર અસર પડી શકે છે. 

ડો. વૃંદા જાગીરદારે જણાવ્યું કે ભારતમાં મોંઘવારી દર દુનિયામાં ઓછો છે. પરંતુ હજુ પણ RBI દ્વારા અપાયેલી 6 ટકાની મર્યાદાથી વધુ છે. જો કે મોંઘવારી દરમાં ઘટાડો થઈ રહ્યો છે. આવામાં વ્યાજ દરોમાં હજુ વધારો થઈ શકે છે. પરંતુ આ વધારો પશ્ચિમી દેશો જેવો અગ્રેસિવ નહીં હોય. પરંતુ ભારતમાં મોંઘવારી અને વિકાસ વચ્ચે સંતુલન સાધવું જ પડશે. 

દુનિયામાં વિકાસ દર થમવાથી ભારત પર શું અસર પડશે?
IMF એ જણાવ્યું છે કે આ વર્ષે દુનિયાનો જીડીપી વિકાસ દર 3.2 ટકા રહેશે. જો કે IMF એ ભારતનો વિકાસ દર 7.4 ટકા હોવાનું પણ અનુમાન કર્યું હતું. આવામાં વિદેશોથી માંગણી ઓછી હોવા પર આપણી નિકાસને નુકસાન થઈ શકે છે. ભારતના વિકાસ દરને કેટલું નુકસાન થશે. ડો. વૃંદા જાગીરદારે જણાવ્યું કે ચોક્કસપણે ભારતે નિકાસ ક્ષેત્રે પડકારોનો સામનો કરવો પડશે પરંતુ આ વચ્ચે આપણે જાણ્યું છે કે દુનિયામાં વિકાસ દર ઘટવાની સાથે સાથે કોમોડિટીના ભાવમાં પણ નરમાશ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થતા ભારતને રાહત મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news