ગરીબ દેશોના વૃદ્ધોને Corona Vaccine ન મળવાથી WHO નાખુશ, કહ્યું- વેક્સિન રાષ્ટ્રવાદ આપણી નૈતિક નિષ્ફળતા
વર્તમાનમાં ધનીક અને ગરીબ દેશોમાં વેક્સિન વિતરણની સ્થિતિ પર WHO પ્રમુખે કહ્યું કે, એક ગરીબ દેશમાં 25 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે, તો પચાસ ધનીક દેશોમાં ત્રણ કરોડ નેવુ લાખ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. આ અસમાનતાની સ્થિતિ છે.
જિનેવાઃ વિશ્વમાં વેક્સિન (Corona Vaccine) નિર્માણ માટે હોડ મચી છે. તેવામાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના પ્રમુખે કહ્યુ કે, વેક્સિનને લઈને રાષ્ટ્રવાદની ભાવનાને કારણે વિશ્વ ત્રાસદીની અણી પર છે અને આ આપણી નૈતિક નિષ્ફળતા છે. ધનીક દેશોમાં યુવાનોને વેક્સિન આપવામાં આવે અને ગરીબ દેશોમાં વૃદ્ધોને વેક્સિન ઉપલબ્ધ ન થાય તે યોગ્ય નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબરેસર્સે જિનેવાથી સંગઠનના એક્ઝિક્યુટિવ બોર્ડની વર્ચ્યુઅલ બેઠકમાં આ વાત કહી હતી.
વર્તમાનમાં ધનીક અને ગરીબ દેશોમાં વેક્સિન વિતરણની સ્થિતિ પર WHO પ્રમુખે કહ્યું કે, એક ગરીબ દેશમાં 25 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે, તો પચાસ ધનીક દેશોમાં ત્રણ કરોડ નેવુ લાખ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. આ અસમાનતાની સ્થિતિ છે. તેમણે કોઈ દેશનું નામ લીધુ નથી. તેમણે કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે વિશ્વના તમામ લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. પરંતુ વિશ્વભરમાં આ મામલે અસમાનતાની દીવાલ ઉભી થઈ છે.
ટેડ્રોસે દવા કંપનીની આલોચના કરતા કહ્યું કે, તે દવા કંપનીઓ અને ધનીક દેશો વચ્ચે દ્વિપક્ષીય સોદાથી સહમત નથી. જ્યાં નફો વધુ છે. પાછલા વર્ષે 44 દ્વિપક્ષીય સોદા પર હસ્તાક્ષર થયા. આ વર્ષે પણ 12 સોદા થયા. તેવા સોદા ડબ્લ્યૂએચઓના તમામ દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને પૂરા કરવામાં સમસ્યા ઉભી કરે છે.
આ પણ વાંચોઃ Nepalને Corona Vaccine આપશે ભારત, મોદી સરકારે આપ્યું વચન
તેમણે કહ્યું કે, આ કાર્યવાહીઓથી માત્ર મહામારીનો ફેલાવો થશે. તેમણે દેશોને એચ 1 એન 1 (HIN1) અને એચઆઈસી મહામારી દરમિયાન કરવામાં આવેલી સમાન ભૂલથી બચવાનો આગ્રહ કર્યો હતો. વેક્સિનના ડોઝ માટે વૈશ્વિક મારમારી તેજ થઈ ગઈ છે કારણ કે સંક્રમાક વાયરસનો સ્ટ્રેન ઝડપથી ફેલાય છે. આફ્રિકી સમૂહ તરફથી બુર્કિના ફાસોના એક પ્રતિનિધિએ બેઠકમાં ચિંતા વ્યક્ત કરી કે કેટલાક દેશોએ વેક્સિનના મોટા પૂરવઠા પર કબજો કરી લીધો છે.
અમેરિકા, બ્રિટન, રશિયા દ્વારા વેક્સિન વિકસિત કરવા અને ભારતના વેક્સિન લગાવવામાં આગળ વધવાને કારણે વૈશ્વિક સ્તર પર વેક્સિન વેસીને લાભ કમાવાની હોડમાં લાગેલી કંપનીઓ અને તેના સમર્થકથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિચલિત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્યાં સુધી કહ્યું કે, આ વેક્સિન રાષ્ટ્રવાદ વેક્સિનના નિર્માણમાં વિઘ્ન ઉભુ કરે છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube