Nepalને Corona Vaccine આપશે ભારત, મોદી સરકારે આપ્યું વચન

કોરોના વાયરસ (Coronavirus) સામે જંગમાં ભારત પાડોસી દેશો માટે મોટી આશા બનીને ઉભર્યું છે. આ વચ્ચે કોરોના વેક્સીનને (Corona vaccine) લઇને નરેન્દ્ર મોદી સરકારે (Narendra Modi Government) નેપાળને મોટું વચન આપ્યું છે

Updated By: Jan 17, 2021, 08:09 PM IST
Nepalને Corona Vaccine આપશે ભારત, મોદી સરકારે આપ્યું વચન

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે જંગમાં ભારત પાડોસી દેશો માટે મોટી આશા બનીને ઉભર્યું છે. આ વચ્ચે કોરોના વેક્સીનને (Corona vaccine) લઇને નરેન્દ્ર મોદી સરકારે (Narendra Modi Government) નેપાળને મોટું વચન આપ્યું છે. મોદી સરકારે નેપાળને (Nepal) આશ્વાસન આપ્યું છે કે, તે ભારત દ્વારા વિકસિત કોરોના વેક્સીન (Corona Vaccine India) પ્રાપ્ત કરનાર પ્રથમ દેશમાંથી એક હશે. વેક્સીન પુરવઠા કાર્યક્રમની જાહેરાત આગામી સપ્તાહ થઈ શકે છે.

નેપાળના વિદેશ મંત્રીની યાત્રા અસરકારક
નેપાળને (Nepal) કોરોના વેક્સીન (Corona vaccine) આપવાનું આશ્વાસન વિદેશ મંત્રી એસ. જયશંકરની (S. Jaishankar) સાથે સંયુક્ત આયોગની બેઠક માટે ભારત યાત્રા પર આવેલા નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવાલીને (Pradeep Kumar Gyawali) આપ્યું છે. જો કે, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના (KP Sharma Oli) રાજકીય વિરોધીઓમાં શુમાર ગ્યાવાલીની યાત્રાને ઓછી અસરકારક માનવામાં આવી છે, જ્યારે હકીકત એ છે કે, નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રીના વાર્તાકાર દ્વિપક્ષીય સંબંધોના સમર્થન તેમજ તેના પ્રોફેશનલિઝ્મ અને સંયમથી પ્રભાવિત થયા.

આ પણ વાંચો:- હવે આઇસક્રિમમાં મળ્યો કોરોના વાયરસ, આ દેશમાં મચ્યો હડકંપ

રાજનાથ સિંહ સાથે થઈ મુલાકાત
16 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોરોના વેક્સીન લોન્ચિંગ કાર્યક્રમમાં વ્યસ્ત હતા, તેથી નેપાળના વિદેશ મંત્રી તેમની સાથે મુલાકાત કરી શક્યા નહીં. પરંતુ મોદી સરકારમાં નંબર બે પર સ્થાન ધરાવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે તેમની મુલાકાત થઈ હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભારત નેપાળ ઉપરાંત ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાન્માર, માલદીવ જેવા પાડોસી દેશોમાં પ્રતિબંધિત ઉપયોગ માટે વેક્સીન સપ્લાય કરીને તેના 'મિત્રો'ની કટોકટી આવશ્યકતાઓનું ધ્યાન રાખશે.

આ પણ વાંચો:- Corona Vaccine Side Effects: રસી લગાવ્યા બાદ આ દેશમાં થઈ લોકોને 'ખતરનાક' બીમારી

પુરવઠાની યોજના તૈયાર
સત્તાવાર વાટાઘાટો અનુસાર, ગ્યાવાલીએ વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતીય વેક્સીન પ્રાપ્ત કરવા માટે નેપાળના નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરવાની પણ જાણકારી આપી. બંને દેશ હવે મેડિકલ મોડ્યૂલની ટ્રેનિગ પર વિચાર કરી રહ્યા છે કે, નેપાળ ફ્રંટ લાઇન વર્કર્સને રસી કેવી આપશે. નેપાળમાં કોરોનાના કુલ 2,67,056 કેસ છે.

આ પણ વાંચો:- PM Modiએ ભુતકાળ વાગોળ્યો, ગુજરાતની સૌથી ધીમી ટ્રેન વિશે કહી આ વાત

રક્ષા સંબધ થશે વધુ મજબૂત!
ગ્યાવાલીની યાત્રા દરમિયાન બંને પક્ષ ધીરે ધીરે હવાઈ અને ભૂ-માર્ગ સંપર્ક માટે સંમત થયા છે. બંને દેશોએ રક્સૌલ-કાઠમંડુ રેલ્વે લાઇનને લગતા ક્ષેત્રનો ક્ષેત્રિય જાહેર સર્વે કરવા પણ સંમત થયા છે. ભારત-નેપાળે લશ્કરી સહયોગ દ્વારા સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય કર્યો. રક્ષા મંત્રી રાજનાથસિંહે ઓલી સરકારને માનવતાવાદી સહાય, આપત્તિ રાહત તાલીમ આપવાની ઓફર કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube