જિનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (WHO) પ્રમાણે કોરોના વાયરસની મહામારી 'સૌથી ભયાનક' નથી અને તેનાથી વધુ ઘાતક વાયરસ દુનિયાને પોતાની ઝપેટમાં લઈ શકે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામ હેડ ડો. માઇક રાયનનું કહેવુ છે કે આ મહામારીએ દુનિયાને નિંદરમાંથી જગાડવાનું કામ કર્યુ છે. કોરોના વાયરસે વિશ્વમાં 18 લાખથી વધુ લોકોના જીવ લીધા છે. આ પહેલા સ્પેનિશ ફ્લૂને ભીષણ વૈશ્વિક મહામારી માનવામાં આવે છે જેમાં એક વર્ષની અંદર 5 કરોડ લોકોના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. રાયને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, આ મહામારી ખુબ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ જરૂરી નથી કે સૌથી મોટી હોય. તેમનું કહેવું છે કે 'આ જાગવાનો સમય છે. અમે શીખી રહ્યાં છીએ કે કઈ રીતે વિજ્ઞાન, લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ અને પ્રશાસનમાં સારી કરી શકાય છે. કઈ રીતે સંચારને વધુ સમૃદ્ધ કરી શકાય છે પરંતુ આપણા ગ્રહ નાજુક છે.' તેમણે કહ્યું કે, આપણે એક જટીલ વૈશ્વિક સમાજમાં રહીએ છીએ અને ખતરા જારી રહેશે. આપણે આ ત્રાસદીમાંથી શીખવુ જોઈએ કે કઈ રીતે સાથે મળીને કામ કરવાનું છે. આપણે સારૂ કામ કરીને તેને સન્માન આપવું જોઈએ જેને આપણે ગુમાવી દીધા. 


આ પણ વાંચોઃ લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકીઉર-રહમાન લખવીની ધરપકડ  


બન્યો રહેશે જિંદગીનો ભાગ
ભલે અમેરિકા અને યૂરોપમાં વેક્સિન આવી ગઈ છે પરંતુ રાયનને તે પણ કહ્યું કે, વાયરસ આપણા જિંદગીઓનો ભાગ રહીને રહેવાની સંભાવના વધુ છે. તેમણે કહ્યું કે, આ એક ખતરનાક વાયરસ રહેશે પરંતુ તેનાથી ખતરો ઓછો થતો જશે. તે જોવાનું રહેશે કે વેક્સિનનો ઉપયોગ તેને કેટલા હદ સુધી ઓછો કરી શકે છે. ભલે વેક્સિન ખુબ અસરકારક હોય, તે વાતની ગેરંટી નથી કે કે સંપૂર્ણ રીતે વાયરસ કે તેનાથી થતી બીમારીને ખતમ કરી દેશે. તેથી પહેલા એવા લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે જેને તેનો ખતરો વધુ છે. 


આ પણ વાંચોઃ અહીં યોજાયું અનોખું વિરોધ પ્રદર્શન, લોકો ટ્રેનમાં એકબીજા કરવા લાગ્યા KISS


પહેલાની ભીષણ મહામારીઓ
સ્પેનિશ ફ્લૂનો શિકાર મોટાભાગના યુવા હતા અને 20-40 વર્ષની ઉંમરના લોકોના મોતની આશંકા તેમાં વધુ હતી. માનવામાં આવે છે કે જો તેવી મહામારી ફરીથી ઉભી થાય તો વૈશ્વિક સભ્યતા ઠપ્પ થઈ જશે અને સૌથી મોટું ખાદ્ય સંકટ આવી જશે. ભોજનની કમીથી તોફાનો થવા લાગશે જેથી સરકારો હલી જશે અને વિશ્વમાં રાજકીય અસ્થિરતા ઉભી થશે. તો વિશ્વમાં સૌથી ભયાનક મહામારી બ્લેક ડેથને માનવામાં આવે છે, જેણે 1347 અને 1351 વચ્ચે આફ્રિકા, યૂરોપ અને એશિયામાં 7.5 કરોડથી 20 કરોડ વચ્ચે લોકોના જીવ લીધા હતા. 
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube