કોલંબો : શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે તબક્કાવાર 8 બોમ્બ વિસ્ફોટના પગલે દેશ ધણધણી ઉઠ્યો હતો. આ આતંકવાદી હુમલાની સાથે જ શ્રીલંકામાં લિટ્ટેની સાથે લોહીયાળ ઘર્ષણના ખાતમાના 10 વર્ષ બાદ એકવાર ફરીથી શાંતિ ભંગ થઇ છે. ભારતનો આ પાડોશી દેશ લાંબા સમયથી સિંહલી બૌદ્ધો અને લઘુમતી હિંદુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વચ્ચે ઘર્ષણનો સાક્ષી રહ્યો છે. સામાન્ય રીતે શ્રીલંકામાં વસનારા અલગ અલગ મતાવલંબી લઘુમતી ભારતીય મુળનાં તમિલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકામા સીરિયલ બોમ્બ વિસ્ફોટમાં 3 ભારતીય સહિત, 35 નાગરિકનાં મોત

આ બોમ્બ વિસ્ફોટનો એવો સમયગાળામાં થયો છે, જ્યારે શ્રીલંકા લઘુમતી સમુદાયો વચ્ચે ઘણીવાર હિંસક ઘર્ષણો થયાના સમાચારો આવતા રહે છે. તમિલ વિદ્રોહીઓની તરફથી અલગ દેશની માંગ માટે છેડવામાં આવેલા યુદ્ધમાં 1983 થી 2009 સુધી ચાલી હતી. સશસ્ત્ર આતંકવાદી સંગઠન લિટ્ટેનાં ખાત્મા સાથે જ શ્રીલંકાએ આતંક મુક્ત દેશ જાહેર કર્યો હતો. હવે આ ભીષણ આતંકવાદી હુમલાએ એખવાર ફરીથી સુરક્ષા પર ગંભીર સવાલો પેદા કર્યા છે. 


ટ્રમ્પે ફરી ભાંગરો વાટ્યો: શ્રીલંકા વિસ્ફોટમાં 13.8 કરોડ લોકોના મોત
મે કોઇ શહીદનું અપમાન નથી કર્યું, જે વિત્યું તે જણાવ્યું: સાધ્વીનો ECને જવાબ


ભલે તમિલ વિદ્રોહીઓને શ્રીલંકામાં સૈન્ય અભિયાન દ્વારા દબાવી દેવામાં આવ્યું હોય, પરંતુ દેશમાં આંતરિક રીતે આ વિભાજને ગત્ત અનેક વર્ષોમાં ફરીથી જોર પકડ્યું છે. ડેલીમેલનાં રિપોર્ટ અનુસાર એક ક્રિશ્ચિયન સમુહે દાવો કર્યો કે સમુદાયની વિરુદ્ધ ગત્ત વર્ષે ભેદભાવ, હિંસા અને ધમકીઓનાં 86 કિસ્સા સામે આવ્યા હતા, જ્યારે આ વર્ષ પણ અત્યાર સુધી 26 કેસ થયા છે. 


અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યા: PMની પાકિસ્તાનને ચેતવણી

સ્રીલંકામાં ચર્ચોને બંધ કરવાનાં દબાણના રિપોર્ટ અંગે સંજ્ઞાન લેતા અમેરિકી વિદેશ મંત્રાલયે ગતે વર્ષે ચેતવણી ઇશ્યું કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બૌદ્ધ સમુહ ક્રિશ્ચિયન અને મુસ્લિમોનાં ધાર્મિક સ્થળો પર પ્રતિબંધ લગાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહી મુસ્લિમોની વિરુદ્ધ તોફાનોના કારણે  સરકારને થોડા મહિનાઓ પહેલા ઇમરજન્સીની જાહેરાત પણ કરવી પડી હતી. શ્રીલંકામાં કટ્ટરપંથી બૌદ્ધ સમુહ મુસ્લિમો પર  લોકોને પરાણે ધર્માંતરણના આરોપ લગાવતા રહે છે. 


ઇંદોર સસ્પેંસનો અંત, ભાજપે દિલ્હીમાં પણ પોતાના 4 ઉમેદવારોની કરી જાહેરાત

જાણો શ્રીલંકામાં કોની કેટલી વસ્તી
કુલ 2.20 કરોડ લોકોની વસ્તીવાળા શ્રીલંકામાં 70 ટકા બૌદ્ધોની વસ્તી છે. જ્યારે 13 ટકા હિંદુઓ છે. 2012ની વસ્તીગણતરી અનુસાર અહીં 10 ટકા મુસ્લિમ અને આશરે 7 ટકા ક્રિશ્ચિયન સમુદાયનાં લોકો છે. જો કે શ્રીલંકાનો ક્રિશ્ચિયન સમુદાય એક એવો વર્ગ છે, જેના અનુયાયીઓ સિંહલી અને તમિલ બંન્ને છે.