ટ્રમ્પે ફરી ભાંગરો વાટ્યો: શ્રીલંકા વિસ્ફોટમાં 13.8 કરોડ લોકોના મોત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે વધારે એક ભુલ કરી અને ટ્વીટ કરીને કહ્યું કે શ્રીલંકાના વિસ્ફોટોમાં 13.8 કરોડ લોકોનાં મોત થયા

ટ્રમ્પે ફરી ભાંગરો વાટ્યો: શ્રીલંકા વિસ્ફોટમાં 13.8 કરોડ લોકોના મોત

વોશિંગ્ટન : ઘણી વખત પોતાના ગોટાળાઓ મુદ્દે સમાચારમાં છવાયેલા રહેતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એકવાર ફરીથી મોટી ભુલ કરી અને કહ્યું કે, શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોમાં 13.8 કરોડ લોકોનાં મોત થઇ ગયા. શ્રીલંકામાં ઇસ્ટર દરમિયાન થયેલા વિસ્ફોટોમાં 13.8 કરોડ લોકોનાં મોત થઇ ગયા. શ્રીલંકામાં ઇસ્ટરમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 200થી વધારે લોકોનાં મોત થઇ ગયા અને 450થી વધારે લોકો ઘાયલ થઇ ગયા. 

શ્રીલંકામાં લિટ્ટેની સાથે ગૃહયુદ્ધ સમાપ્ત થયાનાં આશરે એક દશક બાદ આ ભયાનક હુમલો થયો. ટ્રમ્પે ટ્વીટ કરીને શ્રીલંકાનાં લોકો સાથે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે અમેરિકા તેમને મદદ આપવા માટે તૈયાર છે. તેમણે ત્રણ ચર્ચો અને ત્રણ હોટલમાં થયેલા વિસ્ફોટમાં 138 લોકોનાં મોતને ભુલથી 13.8 કરોડ લોકો લખી દીધું હતું. ટ્રમ્પનું આ ટ્વીટ આશરે 20 મિનિટ બાદ હટાવી દેવામાં આવ્યું. જો કે આ ટ્વીટ લોકોની નજરથી બચી શક્યું નહોતું અને લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા હતા. 

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, તમે મૃતકોની સંખ્યામાં સુધારો કરો બધુ જ લાખોમાં માપી શકાય નહી. ટ્રમ્પનાં ફોલોઅર્સે કહ્યું કે, 13.8 કરોડ ? તમારે વધારે તથ્યોની રાહ જોવાની જરૂર હતી. અન્ય એખ ટ્વીટમાં કહ્યું કે, આપણી વસ્તી 2 કરોડ છે. 13.8 કરોડ ગણિતીય રીતે અસંભવ છે. તમે તમારી બેકાર સંવેદનાઓ તમારી પાસે જ રાખો. અમને તેની જરૂર નથી. શ્રીલંકાની કુલ વસ્તી 2.17 કરોડ છે. ટ્રમ્પ અનેક વખત ખોટા ટ્વીટ કરીને વિવાદમાં આવી ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news