અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યા: PMની પાકિસ્તાનને ચેતવણી

ભારતે પાકિસ્તાનની ધમકીઓથી ડરવાની નીતિ છોડી દીધી છે, 1971નાં યુદ્ધમાં ભાજપ સરકાર હોત તો આજે પરિણામ કંઇક અલગ જ હોત

અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી રાખ્યા: PMની પાકિસ્તાનને ચેતવણી

બાડમેર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે, પહેલાની જેમ જ ભારત હવે પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતું. રાજસ્થાનનાં બાડમેરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ પાડોશી દેશને ચેતવણી આપતા કહ્યું કે, અમે પરમાણુ બોમ્બ દિવાળીમાં ફટાકડા ફોડવા માટે નથી રાખી.

વડાપ્રધાને રવિવારે બાડમેરમાં પાકિસ્તાનને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિને ખોડી દીધા. નહી તો આગામી દિવસ પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહે છે કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ ? આ પરમાણુ બોમ્બ અમે દિવાળીમાં ફોડવા માટે રાખ્યા છે ? તેમણે કહ્યું કે, અમે ઘરમાં ઘુસીને  આતંકવાદીઓને માર્યા. ઇજા ત્યાં થઇ પરંતુ દર્દ અહીં કેટલાક લોકોને લાગી રહ્યા છે. 

— ANI (@ANI) April 21, 2019

વડાપ્રધાને કહ્યું કે, આજનું ભારત યુદ્ધ વગર પણ પાકિસ્તાનની સીમામાં ઘુસીને આતંકવાદીઓને ઠાર મારી રહ્યા છે. અમે આતંકવાદીઓનાં મનમાં ડર પેદા કર્યું. શ્રીલંકામાં આજે જ આત્મઘાતી હુમલો થયો છે. પાકિસ્તાનને મળી ખુલી છુટના કારણે દેશમાં આતંકવાદી હૂમલા એક સામાન્ય વાત હતી.  તમારા મતનાં કારણે આ આતંકવાદી એટેક ઓછા થાય છે. અમે પાકિસ્તાનનો તમામ હેકડી કાઢી નાખી. તેણે કટોરો લઇને સમગ્ર વિશ્વ સામે ભીખ માંગવા માટે ફરવા મજબુર થઇ ગયું છે. અમારી સરકાર દરમિયાન પણ ભારત વિશ્વની શક્તિઓમાં સમાવિષ્ટ થયું જેની પાસે હવા, જમીન અને આકાશ ત્રણેય સ્થળોથી  ન્યુક્લિયર હુમલો કરવાની ક્ષમતા છે. હાલમાં તો એક ખુબ જ મોટુ કામ કરવામાં આવ્યું છે, અંતરિક્ષમાં અમારા સંસાધનોને બચાવવાની ક્ષમતા અમે પ્રાપ્ત કરી છે. 

1971નાં યુદ્ધ અને શિમલા સમજુતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે.... તે સમયે મોદી હોત તો ? 
વડાપ્રધાને પૂર્વવર્તી કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસનાં નામદાર કહે છે કે મોદીને સેનાએ શોર્યની વાત ન કરવી જોઇએ, તો શું હું ભજન કરવા માટે આવ્યો છું. 1971ની લડાઇમાં અમારા સૈનિકોનાં શોર્યના કારણે પાકિસ્તાનનો એક મોટો હિસ્સો આપણા કબ્જામાં હતો. 90 હજાર પાકિસ્તાની સૈનિક આપણી પાસે હતા, પરંતુ ત્યાર બાદ શિમલામાં શું થયું, સરકારે ટેબલ પર બધુ જ ગુમાવી દીધું જે જવાનો લોહી રેડીને લાવ્યા હતા. ત્યારે 90 હજાર સૈનિક પણ પરત મોકલી દેવામાં આવ્યા અને તમામ જમીન પણ. તે સુવર્ણ અવસર હતો જમ્મુ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવાનો. ઘુસણખોરોની સમસ્યાનો ઉકેલ લાવવાનો, પરંતુ કોંગ્રેસે તક ગુમાવી. 

કોંગ્રેસે માત્ર પરિવાર માટે સ્મારક અને સમાધીઓ બનાવી
વડાપ્રધાને કહ્યું કે, વર્ષોથી નેશનલ વોર મેમોરિયલની માંગ થઇ રહી હતી, કોંગ્રેસે પોતાનાં પરિવાર માટે જ સ્મારક બનાવ્યા. પરિવાર માટે સમાધિઓ બનાવી, પરંતુ દેશનાં જવાનોનાં બલિદાનને યાદ કરવા માટે કોઇ રાષ્ટ્રીય સ્મારક નથી બનાવ્યું. તમારા ચોકીદારે દિલ્હીમાં આન, બાન અને શાન સાથે આઝાદી બાદ અત્યાર સુધી સૈનિકોને સ્મારક આપ્યું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news