શ્રીલંકામા સીરિયલ બોમ્બ વિસ્ફોટમાં 3 ભારતીય સહિત, 35 નાગરિકનાં મોત
વિદેશીમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોલંબો ખાતે ભારતીય હાઇકમિશ્નરે ત્રણ ભારતીયોનાં મોતની પૃષ્ટી કરી છે
Trending Photos
નવી દિલ્હી : શ્રીલંકામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 3 ભારતીય નાગરિકોનાં પણ મોત થઇ ચુક્યા છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને તે અંગેની માહિતી આપી છે. આ બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 207 લોકોનાં મોત થયા હોવાની માહિતી છે. જ્યારે 400થી વધારે લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કોલંબો ખાતે ભારતીય હાઇકમિશ્નરે ત્રણ ભારતીયોની મોતની માહિતી આપી છે. મૃતકોનાં નામ લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે. ત્રણેય મૃતકો અંગે હવે વધારે માહિતી એકત્ર કરી રહ્યા છે.
આ તરફ સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, તેમણે શ્રીલંકાના વિદેશમંત્રીને વાત કરી તેમને દરેક શક્ય માનવીય સહાય ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સુષ્મા સ્વરાજે તેમને એક ટ્વીટમાં લખ્યું કે, મે હાલમાં જ શ્રીલંકાના વિદેશમંત્રી તિલક મારાપાના સાથે વાત કરી. તેમણે બોમ્બ વિસ્ફોટમાં 207 લોકોનાં મોત અને 450થી વધારે લોકોનાં ઘાયલ હોવાની પૃષ્ટી કરી છે.
સુષ્મા સ્વરાજે કોલંબો ખાતે ભારતીય હાઇકમિશ્નરનાં હેલ્પલાઇન નંબર પણ મદદ માટે ઇશ્યું કર્યા છે. તેના પર કોલ કરીને ભારતીય શ્રીલંકામાં રહેલા પોતાનાં પરિવારજનો અંગે જાણી શકે છે. આ નંબર 94777903082, 94112422788, 94112422789 છે.
I conveyed to the Foreign Minister of Sri Lanka that India is ready to provide all humanitarian assistance. In case required, we are ready to despatch our medical teams as well.
— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 21, 2019
બહેનનો નથી થઇ રહ્યો સંપર્ક, ભાઇએ માંગી મદદ
બીજી તરફ એક ભારતીયએ કોલંબોમાં પોતાની બહેનનો સંપર્ક ન હોવા અંગે સુષ્મા સ્વરાજ પાસે મદદની અપીલ કરી છે. અંકિત જયસ્વાલે ટ્વીટ કરીને કહ્યું કે, કોલંબોમાં પોતાની બહેન સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છું. તેઓ કોલંબો એરપોર્ટ પર જવા માટે નિકળ્યા હતા પરંતુ સાંજે 5 વાગ્યા બાદ તેનો સંપર્ક નથી તઇ રહ્યો. કૃપા મદદ કરો. સ્વરાજે ટ્વીટ કરીને શ્રીલંકામાં ભારતીય મિશન સાથે આ અંગે સહયોગ કરવા માટે જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે