Delhi: Amit Shah ટ્રેક્ટર રેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળ્યા, 300 થી વધુ જવાન ઈજાગ્રસ્ત
ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી ( Tractor rally) માં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા અમિત શાહે ઘાયલોના હાલચાલ જાણ્યા. ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને કેસ દાખલ કરાયા છે.
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી ( Tractor rally) માં થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. સિવિલ લાઈન્સ ટ્રોમા સેન્ટર પહોંચેલા અમિત શાહે ઘાયલોના હાલચાલ જાણ્યા. ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા અંગે દિલ્હી પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને કેસ દાખલ કરાયા છે.
અમિત શાહ ઘાયલોને મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah) આજે દિલ્હી (Delhi) પોલીસના ઘાયલ જવાનોને મળ્યા. દિલ્હીમાં ગણતંત્ર દિવસે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) માં ભડકી ઉઠેલી હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાક સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. અમિત શાહે તેમની મુલાકાત કરી. આ ઉપરાંત તેમણે તીર્થરામ શાહ હોસ્પિટલમાં પણ ઘાયલ પોલીસકર્મીઓ સાથે મુલાકાત કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube