નવી દિલ્હી: ભારત અને ચીન (India and China)  એશિયાના બે મોટા અને જવાબદાર દેશ છે. બંને દેશો વચ્ચે સરહદ (Border Dispute) ને લઈને વિવાદ છે પરંતુ આ વિવાદ ક્યારેય એટલો ચરમસીમાએ નથી પહોંચ્યો કે ગોળીઓ  છૂટે. 15મી જૂનની રાતે પણ એવું નથી બન્યું. આમ છતાં ભારતીય સેના (Indian Army) ના 20 જવાનોએ શહાદત વ્હોરી અને ચીનને પણ મોટા પાયે નુકસાન થયું. સૂત્રોના જણાવ્યાં મુજબ ચીન (China) ના પણ 43 જેટલા સૈનિકોમાંથી ઘણા માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગલવાન ખીણમાં રાતના અંધારામાં થયેલી ઝડપોમાં અનેક સૈનિકો નદી કે ખીણમાં પડતા શહીદ થયાં. ચીની સૈનિકો ખિલ્લાવાળા ડંડા, કાંટાળા તારમાં લપેટેલા લોખંડના સળિયાથી લેસ હતાં અને પૂરી તૈયારી સાથે આવ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દગાબાજ ચીનને પાઠ ભણાવવા ભારત પાસે છે આ 5 વિકલ્પ, ડ્રેગન ઘૂંટણિયે પડવા મજબૂર થશે!
 
અનિર્ણિત સરહદ ફરી બની તકરારનું કારણ
ભારત અને ચીન વચ્ચે સરહદ (India-China Border Dispute) ને લઈને વિવાદ છે. ભારત અંગ્રેજોના જમાનાની મેકમોહન લાઈનને સરહદ રેખા ગણે છે. પરંતુ ચીન તેને સ્વીકારતું નથી. આ જ કારણ છે કે બંને દેશો વચ્ચે સરહદ રેખા અનેક જગ્યાએ અનિર્ણિત છે. બંને દેશોની સેનાઓ સરહદે પોતાની જમીન હોવાના દાવા કરે છે. જો કે આ વિવાદ સ્થાયી રહેતો નથી. આ જ રીતે પૂર્વ લદાખ વિસ્તારમાં ચીનની સેના આગળ વધીને કેમ્પ લગાવીને બેસી ગઈ હતી. ત્યારબાદ ભારત ચીન વચ્ચે અધિકારી સ્તરે વાતચીત શરૂ થઈ. જેમાં નક્કી કરવામાં આવ્યું કે બને દેશની સેનાઓ એપ્રિલમાં જ્યાં હતી તે પોઝિશન પર પાછી ફરે. 


LAC પર ચીન-ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પર સમગ્ર વિશ્વની નજર, UN અને અમેરિકાના મહત્વના નિવેદન


ચીની સૈનિકો ભાન ભૂલ્યા
ચીનનું રાજનીતિક અને વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભારત સાથેની પરસ્પર અંડરસ્ટેન્ડિંગના કારણે જૂની પોઝિશન પર પાછા ફરવા માટે તૈયાર હતું પરંતુ સરહદૈ તૈનાત ચીની સેનાને હજુ એવો ભ્રમ છે કે તેઓ ભારતીય સેના કરતા શક્તિશાળી છે. જેનુ કારણ છે કે ચીની સૈનિકોને ટ્રેનિંગના સમયે 1962ના યુદ્ધનો ઈતિહાસ ભણાવવામાં આવે છે. જેના કારણે તેઓ પોતાને વધુ સક્ષમ માનવાના ભ્રમમાં રચ્યા પચ્યા રહે છે. 


15 જૂનની રાતે પણ આ જ થયું. ચીનની સેનાને પોતાના વરિષ્ઠ અધિકારીઓના નિર્ણય જરાય પચ્યા નહીં. કારણ કે તેમને લાગતું હતું કે સરહદ પર તેમની સંખ્યા વધુ છે આથી તેઓ શાં માટે પોતાની પોસ્ટ પરથી પાછળ હટે. પરંતુ તેમને એ વાતનો જરાય અંદાજો નહતો કે ભારતીય સૈનિકોનું આત્મબળ તેમના સંખ્યાબળ પર ભારે પડવાનું છે. 


કેવી રીતે શરૂઆત થઈ હિંસક ઝડપની?
15મી જૂનની રાતે ભારતીય પક્ષ તરફથી કમાન્ડિંગ ઓફિસર સંતોષબાબુ પોતાના 20 સૈનિકો સાથે ચીનના કમાન્ડિંગ ઓફિસર સાથે વાત કરવા પહોંચ્યા હતાં. વરિષ્ઠ અધિકારીઓએ એપ્રિલની સ્થિતિ બહાલ કરવાનો નિર્ણય લીધો છે તો તેઓ પોતાની જૂની પોસ્ટ પર પાછા ક્યારે ફરી રહ્યાં છે તેવું તેઓ તેમને સમજાવવા ગયા હતાં.  ચીનની જે સૈન્ય ટુકડી સાથે સંતોષ બાબુ વાત કરવા ગયા હતાં તેણે એક કાચી પહાડી પર પોતાનો કેમ્પ લગાવી રાખ્યો હતો. જેની બીજી બાજુ પાણીનું ઊંડાણ હતું. ત્યાં લગભગહ 300થી 325 જેટલા ચીની સૈનિકો હાજર હતાં. 


સંતોષ બાબુ અને ચીનના કમાન્ડિંગ ઓફિસર વચ્ચે હજુ વાત ચાલી જ રહી હતી કે ત્યાં તો ચીની સૈનિકો ઉગ્ર બની ગયાં. તેમને લાગી રહ્યું હતું કે ભારતીય પેટ્રોલિંગ ટુકડીની સંખ્યા માત્ર 20 જ છે અને તેઓ 300 છે. આવામાં તેઓ તેમના પર હાવી થઈ શકે છે. પરંતુ આ ગેરસમજ તેમને ભારે પડી. 


ભારતે કાઢી ચીની ટાયરોની હવા, ઇમ્પોર્ટ પર લગાવ્યો સૌથી મોટો પ્રતિબંધ


શરૂ થઈ ગઈ હાથાપાઈ અને મારપીટ
ચીનના 300 સૈનિકોએ ભારતીય પેટ્રોલિંગ ટુકડીના 20 સૈનિકોને ઘેરી લીધા અને તેમને ઉશ્કેરવાની સાથે સાથે પથ્થરો, લોખંડના સળિયાથી હુમલો કર્યો. ચીની સૈનિકોના હાથમાં ખિલ્લાવાળા મોજા પહેર્યા હતાં. તેમના ઈરાદા ભારતીય સૈનિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરીને ભગાડવાના હતાં. આ અગાઉ ચીની સૈનિકો અનેકવાર ભારતીય સૈનિકોના હાથે માર ખાઈ ચૂક્યા હતાં આથી તેઓ આ વખતે પોતાનો બધો ગુસ્સો આ 20 સૈનિકો પર ઉતારવા માંગતા હતાં. પરંતુ આ ભૂલ તેમને ભારે પડી ગઈ. 


20 ભારતીય સૈનિકોની પેટ્રોલિંગ ટુકડીની પાછળ જ ભારતીય સેનાના 35 બીજા સૈનિકો હાજર હતાં. તેઓએ વાયરલેસ પર આ ઝડપનો અવાજ સાંભળ્યો અને તરત ત્યાં પહોંચી ગયાં. ત્યારબાદ 300 ચીની અને 55 ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝડપ શરૂ થઈ. 


LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસાન


કોઈ પણ પક્ષે નથી કર્યું ફાયરિંગ
બંને પક્ષમાંથી એક પણ જણે ફાયરિંગ કર્યું જ નથી. કારણ કે બંને તરફના સૈનિકો જાણતા હતાં કે ફાયરિંગના અવાજથી સમગ્ર સરહદ પર તૈનાત ભારત-ચીનની સેનાઓ એકબીજા પર હુમલો કરી દેશે. આથી બંને તરફના સૈનિકોએ પોતાના બાહુબળના આધારે જ મામલો પતાવવાનું નક્કી કર્યું. ઝીલની પાસે રહેલી કાચી પહાડી બંને દેશોના સૈનિકોની મારપીટ અને ઝડપથી ધણધણી ઉઠી. ચીની સૈનિકો વધુ સંખ્યામાં હતાં પરંતુ ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હોવા છતાં તેમનો જુસ્સો બુલંદી પર હતો. બંને ટુકડીઓ વચ્ચે થયેલી આ ઝડપમાં લાકડી-ડંડા, હોકી સ્ટિક, બેઝબોલ ક્લબ, ડ્રેગન પંચ, પાઈપ, ખિલ્લા, બૂટની અણી, કાંટાળા તાર લપેટેલા લોખંડના સળિયા, ખિલ્લાવાળા ડંડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો. 


ભારતમાં શરૂ થયો ચીની સામાનનો બહિષ્કાર, CAIT ઉત્પાદનનોની યાદી બહાર પાડી


ધસી પડ્યો હતો ટેકરો
બને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ ચાલી રહી હતી પરંતુ આ જંગનું મેદાન બની બેઠેલી જગ્યા એટલે કે કાચી પહાડી આટલો બધો ભાર સહન કરી શકી નહીં. જ્યાં ચીની પોસ્ટ બની હતી તે ટેકરા જેવી જગ્યા ધસી પડી અને ત્યારબાદ ભારતીય અને ચીની સૈનિકો પાછળ આવેલી નદીના ઠંડા પાણીમાં કે ખાઈમાં પડ્યાં. અત્રે જણાવવાનું કે લદાખમાં હવામાન ખુબ ઠંડુ છે અને તાપમાન ઝીરોની આસપાસ છે. અચાનક જમીન ધસી પડતા બંને પક્ષના સૈનિકોને ખુબ ગંભીર ઈજાઓ થઈ. જે મોટી સંખ્યામાં કેઝ્યુઅલ્ટીનું કારણ બની. ભારતીય સૈનિકો ઓછી સંખ્યામાં હતાં આથી પહાડી ધસી પડતા 20 સૈનિકો શહીદ થયાં. જ્યારે ચીનની સેનાની ટુકડીમાં 300થી વધુ સૈનિકો હતાં. આથી તેમને ભારે નુકસાન પહોંચ્યું. હાલ તો ચીનને 43 સૈનિકોનું નુકસાન થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. પરંતુ બની શકે કે મૃતક ચીની સૈનિકોની સંખ્યા 50 ઉપર પહોંચી શકે. કારણ કે અનેક ચીની સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આજ ઘાયલ સૈનિકોને હોસ્પિટલ પહોંચાડવા માટે ચીની સેનાના હેલિકોપ્ટર વિસ્તારમાં ઉડતા જોવા મળ્યા હતાં. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube