ભારતમાં શરૂ થયો ચીની સામાનનો બહિષ્કાર, CAIT ઉત્પાદનનોની યાદી બહાર પાડી

લદ્દાખ - સીમા પર ચીન ભારતીય સૈનિકો (India-China Border Dispute) વચ્ચે ટક્કર બાદ ચીની સામાનનો બહિષ્કાર મુદ્દે કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ખુલીને સામે આવ્યું છે. કેટે ચીની સામાનનાં બહિષ્કાર માટે ભારતીય સામાન અમારુ અભિયાન કેમ્પેઇનની શરૂઆત કરી છે. કેટે ચીનમાંથી આયાત થનારી સરેરાશ 3 હજાર પ્રોડક્ટની યાદી બનાવી છે. જેમાં આજે 500 વસ્તુઓની યાદી બહાર પાડી છે. આ વસ્તુઓની આયાત નહી થવામાં ભારત પર કોઇ પ્રભાવ નહી પડે કારણ કે આ તમામ વસ્તુઓ ભારતમાં પહેલાથી જ બનાવવામાં આવી રહી છે. 

ભારતમાં શરૂ થયો ચીની સામાનનો બહિષ્કાર, CAIT ઉત્પાદનનોની યાદી બહાર પાડી

નવી દિલ્હી : લદ્દાખ - સીમા પર ચીન ભારતીય સૈનિકો (India-China Border Dispute) વચ્ચે ટક્કર બાદ ચીની સામાનનો બહિષ્કાર મુદ્દે કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ખુલીને સામે આવ્યું છે. કેટે ચીની સામાનનાં બહિષ્કાર માટે ભારતીય સામાન અમારુ અભિયાન કેમ્પેઇનની શરૂઆત કરી છે. કેટે ચીનમાંથી આયાત થનારી સરેરાશ 3 હજાર પ્રોડક્ટની યાદી બનાવી છે. જેમાં આજે 500 વસ્તુઓની યાદી બહાર પાડી છે. આ વસ્તુઓની આયાત નહી થવામાં ભારત પર કોઇ પ્રભાવ નહી પડે કારણ કે આ તમામ વસ્તુઓ ભારતમાં પહેલાથી જ બનાવવામાં આવી રહી છે. 

કેટના અનુસાર તેમનું લક્ષ્ય છે કે, ડિસેમ્બર 2021 સુધી ચીની સામાનોનાં ભારત દ્વારા આયાતમાં લગભગ 13 બિલિયન ડોલર એટલે કે 1.5 લાખ કરોડ રૂપિયાનાં ઉત્પાદન ઘટાડી દેવામાં આવે. કેટે પ્રોડક્ટ્સ યાદીમાં રોજિંદા જીવનમાં વપરાતી રમકડા, ફર્નિશિંગ, ફૈબ્રિક, ટેક્સટાઇલ, બિલ્ડર, હાર્ડવેર, ફુટવિયર, ગારમેન્ટસ, કિચરનનો સામાન, લગેજ, હેન્ડબેગ, કોસ્મેટિક, ગિફ્ટ આઇટમ્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ફેશનની ઘડિયાળ, જ્વેલરી, કપડા, સ્ટેશનરી, ઘર વપરાશની વસ્તુઓ, ફર્નીચર, લાઇટિંગ, હેલ્થ પ્રોડક્ટ, પેકેજિંગ પ્રોડક્ટ, ઓટો પાર્ટ્સ, દિવાળી અને હોળીનો સામાન ચશ્મા જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કેરના રાષ્ટ્રીય અધ્યક્ષ વી.સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેવાલે કહ્યું કે, હાલમાં ચીન સાથે ભારત લગભગ 5.25 લાખ કરોડ વાર્ષિક સામાન્ય આયાત કરે છે. તેમણે કહ્યું કે, અમે પહેલા તબક્કામાં આ વસ્તુઓ પર પ્રતિબંધથી ભારત પરનું ભારણ વધશે. હાલ જે વસ્તુઓમાં ટેક્નોલોજી વધારે ઉપયોગ થઇ રહી છે તેનો બહિષ્કારમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યા સુધી આ પ્રકારની ટેક્નોલોજી ભારત અથવા તેના મિત્ર દેશ પાસેથી આવતા ત્યાં સુધી આપણી પાસે કોઇ જ વિકલ્પ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news