LAC પર ચીન-ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પર સમગ્ર વિશ્વની નજર, UN અને અમેરિકાના મહત્વના નિવેદન

પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે. પહેલા સંયુક્ત રાષ્ટ્ર અને હવે અમેરિકાએ 'શાંતિપૂર્ણ સમાધાન'ની આશા વ્યક્ત કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. અત્રે જણાવવાનું કે આ હિંસામાં ભારતના 20 જવાન શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં ચીનને પણ 43 જેટલા સૈનિકોનું નુકસાન થયુ છે. 

LAC પર ચીન-ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ પર સમગ્ર વિશ્વની નજર, UN અને અમેરિકાના મહત્વના નિવેદન

વોશિંગ્ટન: પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક ઝડપ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટકેલી છે. પહેલા સંયુક્ત રાષ્ટ્ર અને હવે અમેરિકાએ 'શાંતિપૂર્ણ સમાધાન'ની આશા વ્યક્ત કરી છે. અમેરિકાના ગૃહ વિભાગે હિંસામાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. અત્રે જણાવવાનું કે આ હિંસામાં ભારતના 20 જવાન શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં ચીનને પણ 43 જેટલા સૈનિકોનું નુકસાન થયુ છે. 

— ANI (@ANI) June 16, 2020

'શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન'
ભારત અને ચીન વચ્ચે લદાખ સરહરદે થયેલી હિંસક ઝડપ પર અમેરિકાએ કહ્યું કે ભારત અને ચીન બંનેએ પાછળ હટવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને અમે હાલની સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનનું સમર્થન કરીએ છીએ. 2 જૂનના રોજ ટેલિફોનિક વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ભારત-ચીનના હાલાત પર ચર્ચા કરી હતી. ગૃહ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની સેનાઓના હાલાતને મોનિટર કરી રહ્યાં છીએ. અમને જાણવા મળ્યું છે કે ભારતીય સેનાએ પોતાના 20 જવાન શહીદ થયા હોવાની અધિકૃત જાહેરાત કરી છે. અમે તેમના પરિવારોને સાંત્વના આપીએ છીએ.'

— ANI (@ANI) June 16, 2020

ટ્રમ્પે કરી હતી મધ્યસ્થતાની રજૂઆત
આ અગાઉ  જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે ખુબ તણાવ વધી ગયો ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતુ કે અમેરિકા મધ્યસ્થતા માટે ઈચ્છુક પણ છે, તૈયાર  પણ અને યોગ્ય પણ. જો કે ભારત અને ચીને પરસ્પર વાતચીત કરીને સહમતિ વ્યક્તિ કરી હતી કે લદાખમાં LAC પાસે પોત પોતાની સેનાઓ પાછળ હટાવવામાં આવશે.

— ANI (@ANI) June 16, 2020

UNએ પણ વ્યક્તિ કરી ચિંતા
આ બાજુ અમેરિકાના નિવેદન અગાઉ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા એરી કનેકોએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હિંસા અને મોતના અહેવાલો પર અમે ચિંતા પ્રગટ કરીએ છીએ અને બંને પક્ષોને વધુમાં વધુ સંયમ વર્તવાનો આગ્રહ કરીએ છીએ.' બોર્ડરના હાલાત જોતા રક્ષામંત્રીએ પોતે દિલ્હીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વિપિન રાવત અને ત્રણેય સશસ્ત્ર સેનાઓના પ્રમુખો સાથે મોટી બેઠક કરી.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news