મુંબઇ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ ગણતરીના કલાકોમાં પહેલી કેબિનેટ બેઠક પણ બોલાવી લીધી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું શિવસેના(Shivsena) સેક્યુલર થઈ ગઈ છે? આ સવાલ સાંભળતા જ ઠાકરે ભડકી ગયા હતાં. તેમણે નારાજગી ઠાલવતા પત્રકારોને પૂછ્યું કે, "સેક્યુલર શું હોય છે? પોતાના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે સેક્યુલરનો અર્થ શું છે? બંધારણમાં જે લખ્યું છે તે સેક્યુલર છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ બોલાવી પ્રથમ કેબિનેટ બેઠક, લીધો આ મહત્વનો નિર્ણય


વાત જાણે એમ છે કે શપથ લેતા પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ(Congress) ના ગઠબંધન વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ થઈ ગઈ છે. જેમાં પ્રમુખ મુદ્દો ધર્મનિરપેક્ષતા છે. જેના પર ત્રણેય પાર્ટીઓએ સહમતિ વ્યક્ત કરી છે. એટલે કે હવે શિવસેનાએ હિન્દુત્વ મુદ્દાથી કિનારો કરી લીધો છે. 


ખેડૂતો માટે જલદી થશે જાહેરાત
મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ  ઠાકરેએ કહ્યું કે, "અમારી સરકાર જનતા માટે કામ કરશે. એક કે બે દિવસમાં ખેડૂતોને મદદ માટે જાહેરાત કરવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે મેં અધિકારીઓને આગામી બે દિવસમાં ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું કહ્યું છે. એકવાર જ્યારે મને બધી બાબતોની માહિતી મળશે તે પછી તે મુજબ નિર્ણય લઈશ."


ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં પહોંચ્યા ફડણવીસ, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા


20 કરોડના ખર્ચે શિવાજીના કિલ્લાનો પુર્નઉદ્ધાર
મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે રાયગઢ કિલ્લાને સંવારવામાં આવશે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની હતી. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો કે શિવાજીના કિલ્લાની મરમ્મત માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 


ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં આવવું જ નહતું, પરંતુ આ એક વ્યક્તિએ જીવનની દિશા બદલી નાખી


6 મંત્રીઓની સમન્વય સમિતિ
મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લેનારા એનસીપી નેતા જયંત પાટિલે પહેલી કેબિનેટ બેઠક બાદ કહ્યું કે સરકારની અંદર મુખ્યમંત્રી સહિત 6 મંત્રીઓની એક સમન્વય સમિતિ હશે. એક બહારી સમિતિ હશે જે લક્ષ્યોને મેળવવામાં સરકારની મદદ કરશે. 


જુઓ LIVE TV


ભગવા કપડાં અને કપાળમાં તિલક...ઉદ્ધવ ઠાકરેનો જોવા મળ્યો અનોખો અંદાજ, શપથ બાદ થયા નતમસ્તક


6 ધારાસભ્યો મંત્રી બન્યા
શિવસેના-એનસીપી-કોંગ્રેસના 2-2-2 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતાં. જેમાં શિવસેનામાંથી એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, એનસીપીમાંથી જયંત પાટિલ, અને છગન ભૂજબળ તથા કોંગ્રેસના બાળાસાહેબ થોરાટ અને નીતિન રાઉતે શપથ લીધા. 


કોમન મિનિમમ પ્રોગ્રામ
શિવસેના-એનસીપી અને કોંગ્રેસના મહાવિકાસ આઘાડી ગઠબંધનનો આધાર કોમન મિનિમમ પ્રોગ્રામ છે. જેમાં ખેડૂતો, રોજગારી, શિક્ષણ, શહેરી વિકાસ, પર્યટન, કળા, સંસ્કૃતિ અને મહિલાઓના મુદ્દે કામ કરવાનું વચન અપાયું છે. 


મહારાષ્ટ્રની તમામ ખબરો વિસ્તારપૂર્વક વાંચવા માટે કરો ક્લિક...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube