નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra)  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. તે પહેલા જ મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) નો કોમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Program) પણ બહાર પડ્યો છે. NCPના પ્રવક્તા નવાબ મલિક, શિવસેના નેતા એકનાથ શિંદે અને NCP નેતા જયંત પાટિલે જોઈન્ટ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra: ઉદ્ધવ સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ, ધર્મનિરપેક્ષતા પર મૂકાયો ભાર-જાણો મુખ્ય વચનો


પ્રોગ્રામની પ્રસ્તાવનામાં કહેવામાં આવ્યું છે કે આ સરકાર પોતાના સેક્યુલર મૂલ્યો (Secular Values) પર અડિખમ રહેશે. પ્રોગ્રામમાં ખેડૂતો (Issues of Farmers) ના મુદ્દાને પ્રાથમિકતા અપાઈ છે. બીજા નંબર પર બેરોજગારી (Unemployment) ને દૂર કરવાની વાત કરવામાં આવી છે. 


Maharashtra News: ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં મુંબઇના ડબ્બાવાળા અને 400 ખેડૂતો પણ થશે સામેલ 


CMPમાં ખેડૂતો પર ખાસ ભાર મૂકાયો
- કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ ખેડૂતોને જેમ બને તેમ જલદી મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ તેમને દેવામાફી પણ કરાવવામાં આવશે. 



- આ ઉપરાંત ખેડૂતોને લઈને પાક વીમા યોજના ઉપર ત્રણેય પક્ષોની સહમતિ બની ગઈ છે. 
- ખેડૂતો માટે પાક વીમા યોજના સ્કિમ Crop Insurance Policy Scheme) માં ફેરફાર કરવામાં આવશે. એટલે કે પાક ખરાબ થાય તો ખેડૂતોને વળતર મળશે. 


EXCLUSIVE: અજિત પવારે કહ્યું- હું આજે શપથ લેવાનો નથી, હું નારાજ પણ નથી

- જે વિસ્તારમાં દુકાળ (Drought) ની સમસ્યા છે ત્યાં સિંચાઈના યોગ્ય સાધનોની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. 
- દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીના સપ્લાયને સુચારું રીતે ચલાવવા માટે વોટર સપ્લાય સિસ્ટમને ઠીક કરાશે.


આ VIDEO પણ ખાસ જુઓ...


મહારાષ્ટ્રની તમામ ખબરો વિસ્તારપૂર્વક વાંચવા માટે કરો ક્લિક...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube