નવી દિલ્હી: દેશમાં આજે 72માં ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની ઉજવણી થઈ રહી છે. એક બાજુ રાજપથથી રિપબ્લિક ડે પરેડ (Republic Day Parade 2021) નીકળશે જ્યારે બીજી બાજુ દિલ્હી (Delhi)  બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢવાના છે. ગણતંત્ર દિવસ સમારોહ અને ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડને ધ્યાનમાં રાખીને રાજપથ અને રાષ્ટ્રીય રાજધાનીની અનેક સરહદો પર હજારો સશસ્ત્ર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પહેલેથી મલ્ટીલેવલ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે નાનો હશે પરેડનો રૂટ
કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે આ વખતે ગણતંત્ર દિવસ પરેડ (Republic Day Parade 2021) નો રૂટ નાનો કરવામાં આવ્યો છે અને સમારોહમાં પણ ઓછા લોકો સામેલ થશે. આ વખતે પરેડ લાલ કિલ્લા સુધી નહીં જાય અને પરેડ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે. પહેલા પરેડ 8.2 કિલોમીટરની રહેતી હતી પરંતુ આ વખતે પરેડનો રૂટ 3.3 કિલોમીટરનો રહેશે. પહેલા દરેક જૂથમાં 144 જવાનો રહેતા હતા પરંતુ આ વખતે 96 જવાનો હશે અને બે ગજનું અંતર પણ રાખવામાં આવશે. પહેલા સમારોહમાં એક લાખ પંદર હજાર લોકો સામેલ થતા હતા. જ્યારે આ વખતે 25 હજાર લોકોને મંજૂરી હશે. 


New Farm Laws) નો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેમની ટ્રેક્ટર રેલી (Tractor rally) મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે અને તે ગણતંત્ર દિવસ પર થનારી અધિકૃત પરેડના સમાપન બાદ જ શરૂ થશે. સંગઠને દાવો કર્યો છે કે તેમની પરેડમાં લગભગ બે લાખ જેટલા ટ્રેક્ટર સામેલ થશે તેવી આશા છે અને તે સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર તથા ગાજીપુર બોર્ડરથી થશે.


Republic Day Parade 2021 Live: રાજપથ પર દુનિયા જોશે ભારતનો દમ, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા


દિલ્હી પોલીસ સામે પહેલીવાર આવો પડકાર
ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે દર વર્ષે મોરચો સંભાળનાર દિલ્હી પોલીસ સામે કદાચ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ગણતંત્ર દિવસની પરેડ ખતમ થયા બાદ પણ દિલ્હી પોલીસને શાંતિ નહીં રહે. રાજપથની પરેડ ખતમ થયા બાદ પોલીસે ચોક્કસાઈ વર્તવી પડશે કારણ કે પછી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ શરૂ થશે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ બપોરે શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલે તેવી આશા છે. 


Tractor Rally ની મંજૂરી મળી છતાં ખેડૂતો ખુબ નારાજ, કહ્યું- શરતો સાથે રેલીનો કોઈ અર્થ નથી


કોરોના ગાઈડલાઈનનું રાખવામાં આવી રહ્યું છે ધ્યાન
એક અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહને ધ્યાનમાં રાખીને લગભગ 6 હજાર સુરક્ષાકર્મીઓની તૈનાતી કરાઈ છે. શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે દિલ્હી પોલીસની ચહેરાથી ઓળખ કરનારી પ્રણાલીને પણ યોગ્ય સ્થળો પર સ્થાપિત કરાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોની તપાસ કરનારા કર્મીઓ પણ પીપીઈ કિટ પહેરેલા હશે અને માસ્ક તથા ફેસ શિલ્ડ લગાવેલા જોવા મળશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube