Republic Day 2021: ભારતે રાજપથ પર દેખાડી સંસ્કૃતિની ઝલક અને સૈન્ય તાકાત, દુનિયાએ સાંભળી Rafale ની ગર્જના
ભારત (India) આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ (Republic Day 2021) ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ થયું હતું અને આથી દર વર્ષે દેશ 26મી જાન્યુઆરી (26 January) એ ગણતંત્ર દિવસની ઉજવણી કરે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત (India) આજે પોતાનો 72મો ગણતંત્ર દિવસ (Republic Day 2021) ઉજવી રહ્યો છે. 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ થયું હતું અને આથી દર વર્ષે દેશ 26મી જાન્યુઆરી (26 January) એ ગણતંત્ર દિવસની ઉજવણી કરે છે. આ અવસરે દિલ્હી (Delhi) ના રાજપથ પર પરેડનું આયોજન થયું. ત્રણેય સેનાઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કરી કર્યું. આ સાથે જ અલગ અલગ હિસ્સાની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત અનેક હસ્તીઓ ત્યાં હાજર રહી.
LIVE UPDATES:
- રાજપથ પર ફ્લાયપાસ્ટમાં પહેલીવાર રાફેલની ગર્જના સંભળાઈ. એકલવ્ય ફોર્મેશનનું નેતૃત્વ રાફેલ ફાઈટર વિમાનોએ કર્યું. રાફેલની સાથે બે જગુઆર, બે મિગ-29 ફાઈટર વિમાનોએ ઉડાણ ભરી.
#RepublicDay parade culminates with a single Rafale aircraft flying at a speed of 900km/hr carrying out a ‘Vertical Charlie’. The aircraft is piloted by Gp Capt Harkirat Singh, Shaurya Chakra, Commanding Officer of 17 Squadron with Sqn Ldr Kislaykant. pic.twitter.com/ochv25VhkT
— ANI (@ANI) January 26, 2021
- ઉત્તર પ્રદેશની ઝાંખીમાં અયોધ્યાના રામ મંદિરની ઝલક જોવા મળી. આ ટેબ્લોમાં અયોધ્યાના દિપોત્સવને પણ દર્શાવવામાં આવ્યો.
Designed after the theme 'Ayodhya: Cultural Heritage of Uttar Pradesh', the tableau of Uttar Pradesh also displays Ram Mandir.
The forepart of the middle tableau shows Deepotsava of Ayodhya, in which millions of earthen lamps are lit. #RepublicDay pic.twitter.com/FCnNOv7Z4n
— ANI (@ANI) January 26, 2021
- ગુજરાતની ઝાંખીમાં મોઢેરાના સૂર્યમંદિરની રેપ્લિકા જોવા મળી.
Republic Day: A replica of the Sun Temple at Modhera displayed on the #Gujarat tableau
The tableau depicts the Sabhamandap, part of the Sun Temple. It’s 52 pillars denote 52 weeks of a Solar year. pic.twitter.com/ga2jBMz75G
— ANI (@ANI) January 26, 2021
- રાજપથ પર પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની ઝાંખી જોવા મળી. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ લદાખનો ટેબ્લો આ વખતે પરેડમાં સામેલ છે. લદાખની આ ઝાંખી લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયા બાદ લદાખને કાર્બન ન્યૂટ્રલ સ્ટેટ બનાવીને વિશ્વ માટે ઉદાહરણ તરીકે રજુ કરવાના વિઝન પર કેન્દ્રિત છે.
The display of cultural tableaux begins at #RepublicDay parade, with Ladakh leading. It's the first-ever tableau of the UT.
It shows Ladakh's culture & communal harmony besides art & architecture, languages & dialects, customs & costumes, fairs & festivals, literature, music. pic.twitter.com/jdBN8KFlE4
— ANI (@ANI) January 26, 2021
- રાજપથ પર અર્ધસૈનિક અને અન્ય સહાયક દળોની પરેડ પણ નીકળી. આ દરમિયાન ભારતીય તટરક્ષક દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ, દિલ્હી પોલીસ બેન્ડ, ભારત-તિબ્બત સીમા પોલીસનો બેન્ડ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ પણ પોતાની તાકાત બતાવી.
Delhi: A contingent of the National Security Guard (NSG) also known as the Black Cat Commandoes march down Rajpath. The Force was raised in 1984 pic.twitter.com/2KRnnPAWZU
— ANI (@ANI) January 26, 2021
- નેવીની ઝાંખીની થીમ સ્વર્ણિમ વિજય વર્ષ છે. જેમાં 1971માં નેવીએ કરાચીમાં પોર્ટ પર કરેલા હુમલાને દર્શાવાયો છે.
दिल्ली: राजपथ पर नौसेना की झांकी। इस झांकी की थीम-स्वर्णिम विजय वर्ष है, इसमें 1971 में नौसेना के कराची बंदरगाह पर हमले को दर्शाया गया है। #RepublicDay pic.twitter.com/CQYvM2HQAU
— ANI_HindiNews (@AHindinews) January 26, 2021
- ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર નેવીના બ્રાસ બેન્ડની ટુકડી માસ્ટર ચીફ પેટીએમ ઓફિસર સુમેશ રાજનના નેતૃત્વમાં માર્ચ કરી.
- સૌથી પહેલા રાજપથ પર યુદ્ધ ટેન્ક ટી-90 ( ભીષ્મ)એ પોતાનો જલવો બતાવ્યો. આ મુખ્ય યુદ્ધ ટેન્ક હંટર-કિલર સિદ્ધાંત પર કામ કરે છે. તે 125 મિમીની શક્તિશાળી સ્મૂથ બોર ગન, 7.62 મિમી ને એક્સિલ મશીન ગન અને 12.7 મિમી વાયુયાનરોધી ગનથી લેસ છે. આ ઉપરાંત બ્રહ્મોસ મિસાઈલ્સે પણ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. 861 મિસાઈલ રેજિમેન્ટની બ્રહ્મોસ મિસાઈલ પ્રણાલીના ઓટોનોમસ લોન્ચરે રાજપથ પર પોતાની તાકાત બતાવી. જેનું નેતૃત્વ કમરૂલ જમાને કર્યું. 861 રેજિમેન્ટ ભારતીય તોપખાનાની એક પ્રતિષ્ઠિત રેજિમેન્ટ છે. આ મિસાઈલને ભારત અને રશિયાએ તૈયાર કરી છે.
#RepublicDay: The main battle tank of the Indian Army, T- 90 Bhishma, which is commanded by Captain Karanveer Singh Bhangu of 54 Armoured Regiment goes past the saluting dais pic.twitter.com/yNoifXRy5d
— ANI (@ANI) January 26, 2021
- પરેડમાં બાંગ્લાદેશની સેના સામેલ થઈ. પરેડની શરૂઆતમાં સૌથી પહેલા હેલિકોપ્ટરોએ દર્શકો પર ફૂલ વરસાવ્યા. અને ત્યારબાદ પૂર્વ સૈનિકોને સલામી આપી. રાજપથ પર પહેલીવાર બાંગ્લાદેશની સશસ્ત્ર સેનાઓના 122 સૈનિકોના માર્ચિંગ દસ્તાએ પોતાની હાજરી નોંધાવી.
- આન બાન શાન સાથે પરેડ શરૂ થઈ.
- Ceremonial Battery of 223 Field Regiment દ્વારા તિરંગાને 21 તોપની સલામી આપવામાં આવી.
Delhi: 21 Gun Salute presented by Ceremonial Battery of 223 Field Regiment following the unfurling of the national flag.
The 21 Gun Salute is also presented during Independence Day and visits of foreign Heads of State. https://t.co/QKVGyhGBy1 pic.twitter.com/C55p7Ej6KE
— ANI (@ANI) January 26, 2021
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર તિરંગો ફરકાવ્યો. થોડીવારમાં પરેડ શરૂ થશે.
- પીએમ મોદી રાજપથ પહોંચ્યા. થોડીવારમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચશે અને ત્યારબાદ પરેડ શરૂ થશે.
- ગણતંત્ર દિવસની સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન તેમની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સેનાની ત્રણેય પાંખના વડા પણ હાજર રહ્યા. દર વખતે ગણતંત્ર દિવસના જશ્ન પહેલા આ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
#RepublicDay: Prime Minister Narendra Modi leads the nation in paying tribute to the fallen soldiers by laying a wreath at the National War Memorial at the India Gate pic.twitter.com/mDX47YYVfr
— ANI (@ANI) January 26, 2021
- ઈન્ડો તિબ્બત બોર્ડર પોલીસ ( ITBP ) ના જવાનોએ લદાખના હાઈ એલ્ટીટ્યૂડ બોર્ડર આઉટપોસ્ટમાં 72મો ગણતંત્ર દિવસ ઉજવ્યો.
#WATCH: Indo Tibetan Border Police (ITBP) jawans celebrate the 72nd #RepublicDay at a high-altitude Border Outpost in Ladakh.
(Source: ITBP) pic.twitter.com/Osgf8pfMAB
— ANI (@ANI) January 26, 2021
- દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગણતંત્ર દિવસના અવસરે ભાજપ કાર્યાલયમાં તિરંગો ફરકાવ્યો.
- ખેડૂતોની ટ્રેક્ટર રેલીને જોતા ચિલ્લા બોર્ડર પર સુરક્ષા ચુસ્ત કરાઈ છે. ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી.
देशवासियों को गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं। जय हिंद!
Wishing all the people of India a Happy #RepublicDay. Jai Hind!
— Narendra Modi (@narendramodi) January 26, 2021
આ વખતે નાનો હશે પરેડનો રૂટ
કોરોના વાયરસ (Corona Virus) મહામારીના કારણે આ વખતે ગણતંત્ર દિવસ પરેટનો રૂટ નાનો કરવામાં આવ્યો છે અને સમારોહમાં પણ ઓછા લોકો સામેલ થશે. આ વખતે પરેડ લાલ કિલ્લા સુધી નહીં જાય અને પરેડ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે. પહેલા પરેડ 8.2 કિલોમીટરની રહેતી હતી પરંતુ આ વખતે પરેડનો રૂટ 3.3 કિલોમીટરનો રહેશે. પહેલા દરેક જૂથમાં 144 જવાનો રહેતા હતા પરંતુ આ વખતે 96 જવાનો હશે અને બે ગજનું અંતર પણ રાખવામાં આવશે. પહેલા સમારોહમાં એક લાખ પંદર હજાર લોકો સામેલ થતા હતા. જ્યારે આ વખતે 25 હજાર લોકોને મંજૂરી હશે.
17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લો રજૂ થશે
આ વખતે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટેબ્લો રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત, આસામ, તમિળનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગ,, પંજાબ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી અને લદાખ શામેલ છે.
સમારોહમાં કોઈ વિદેશી મહેમાન નહીં
આ વખતે કોઈ વિદેશી મહેમાન સમારોહમાં નહીં હોય. આવું 50 વર્ષમાં પહેલીવાર હશે જ્યારે કોઈ ચીફ ગેસ્ટ નહીં હોય. અત્રે જણાવવાનું કે અગાઉ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનને ભારત આવવા માટે આમંત્રણ અપાયું હતું પરંતુ બ્રિટનમાં કોવિડ19ના નવા સ્ટ્રેનના વધતા પ્રકોપના પગલે તેમણે પ્રવાસ રદ કરવા માટે મજબૂર થવું પડ્યું. આ અગાઉ પણ ભારત પાસે 1952, 1953, 1966માં પરેડ માટે મુખ્ય અતિથિ નહતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે