માત્ર 4 કલાકની નોટિસ પર કેમ થયું હતું Lockdown, તેનાથી શું ફાયદો થયો? સરકારે આપ્યો જવાબ
દેશમાં ફક્ત ચાર કલાકની નોટિસ પર માર્ચમાં થયેલા લૉકડાઉન અંગે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ મંગળવારે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો તો કેન્દ્ર સરકારે લેખિતમાં જવાબ આપ્યો. સરકારે કહ્યું કે દુનિયાના અનેક દેશોના મહાનુભવોને જોતા વિશેષજ્ઞોની ભલામણ પર આ પગલું લેવાયું હતું. લોકોની અવરજવરથી દેશભરમાં કોરોના ફેલાવવાનું જોખમ હતું.
નવી દિલ્હી: દેશમાં ફક્ત ચાર કલાકની નોટિસ પર માર્ચમાં થયેલા લૉકડાઉન અંગે કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ મંગળવારે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો તો કેન્દ્ર સરકારે લેખિતમાં જવાબ આપ્યો. સરકારે કહ્યું કે દુનિયાના અનેક દેશોના મહાનુભવોને જોતા વિશેષજ્ઞોની ભલામણ પર આ પગલું લેવાયું હતું. લોકોની અવરજવરથી દેશભરમાં કોરોના ફેલાવવાનું જોખમ હતું.
SCOની બેઠકમાં પાકિસ્તાને દેખાડ્યો ભારતનો ખોટો મેપ, રશિયાએ કાળઝાળ થઈને આપી ચેતવણી
હકીકતમાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પૂછ્યું હતું કે એવું તે શું કારણ હતું કે જેના લીધી 23 માર્ચના રોજ માત્ર 4 કલાકની નોટિસ પર લૉકડાઉન લગાવવામાં આવ્યું? એવી તે શું ઉતાવળ હતી કે દેશમાં આટલા ઓછા સમયમાં લૉકડાઉન લગાવાયું. શું લૉકડાઉન કોવિડ 19ને રોકવામાં સફળ રહ્યું?
Covid-19: દેશમાં કોરોના સંક્રમિતો 50 લાખને પાર, છેલ્લા 11 દિવસમાં 10 લાખથી વધુ કેસ
11 માર્ચના રોજ કોરોના મહામારી જાહેર
આ અંગે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સરકાર તરફથી લેખિત જવાબમાં કહ્યું છે કે 7 જાન્યુઆરીના રોજ કોરોના વયારસના પ્રકોપ બાદ સરકારે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે અનેક ઉપાયો કર્યા હતાં જેમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પર રોક, જનતાને એડવાઈઝરી, ક્વોરન્ટાઈન સુવિધાઓ વગેરે સામેલ છે. WHOએ 11 માર્ચ 2020ના રોજ કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી.
વૈશ્વિક રાજકારણ માટે 'ઐતિહાસિક દિવસ', 2 શક્તિશાળી આરબ દેશોએ ઈઝરાયેલને આપી માન્યતા
લોકોની કોઈ પણ મોટી અવરજવરથી દેશના તમામ ભાગોમાં લોકોમાં બીમારીને ઝડપથી ફેલાઈ ગઈ હોત. આથી વૈશ્વિક અનુભવ અને દેશભરમાં વિભિન્ન રોકથામ ઉપાયોને જોતા દેશમાં કોરોનાને રોકવા માટે 24 માર્ચના રોજ એક રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'
શું લૉકડાઉન સફળ રહ્યું?
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે દેશવ્યાપી લૉકડાઉન લગાવીને ભારતે કોવિડ19ના આક્રમક પ્રસારને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો. લૉકડાઉને આવશ્યક વધારાના સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિક્સિત કરવામાં દેશની મદદ કરી. માર્ચ 2020ની ઉપલબ્ધતાની સરખામણીએ આઈસોલેશન બેડમાં 22 ગણો અને આઈસીયુ બેડમાં 14 ગણો વધારો થયો. જ્યારે પ્રયોગશાળાની ક્ષમતા પણ દસગણી વધી.
સરકારે એ પણ જણાવ્યું કે જો લૉકડાઉન ન થયું હોત તો ફરીથી 14થી 29 લાખ વધુ સંક્રમણના કેસ સામે આવત અને 37થી 78 હજાર વધુ મૃત્યુ થાત.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube