SCOની બેઠકમાં પાકિસ્તાને દેખાડ્યો ભારતનો ખોટો મેપ, રશિયાએ કાળઝાળ થઈને આપી ચેતવણી

વૈશ્વિક મંચ પર એકવાર ફરીથી પાકિસ્તાને પછડાટ ખાવી પડી. વાત જાણે એમ છે કે પાકિસ્તાને રશિયામાં થયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભારતના ખોટા નક્શાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ રશિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી. 

SCOની બેઠકમાં પાકિસ્તાને દેખાડ્યો ભારતનો ખોટો મેપ, રશિયાએ કાળઝાળ થઈને આપી ચેતવણી

નવી દિલ્હી: વૈશ્વિક મંચ પર એકવાર ફરીથી પાકિસ્તાને (Pakistan) પછડાટ ખાવી પડી. વાત જાણે એમ છે કે પાકિસ્તાને રશિયા (Russia) માં થયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભારતના ખોટા નક્શાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ રશિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી દીધી. પાકિસ્તાનની આ હરકત પર ભારતે કડક વિરોધ વ્યક્ત કર્યો. 

અત્રે જણાવવાનું કે રશિયામાં મંગળવારે SCOના સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાને પોતાનો નવો નક્શો રજુ કર્યો જેને ભારતે કાલ્પનિક ગણાવ્યો. આ નક્શાને હાલમાં જ પાકિસ્તાન સરકારે મંજૂરી આપી છે. ભારતના NSA અજીત ડોભાલે તેનો વિરોધ કરીને બેઠક છોડવાનો નિર્ણય લીધો હતો. 

ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું કે આ બેઠકમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાકારે જાણી જોઈને એક કાલ્પનિક નક્શો રજૂ કર્યો જેનો આજકાલ પાકિસ્તાન પ્રચાર કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને જે કર્યું તે બેઠકના નિયમોનો ભંગ હતો અને ભારતે મેજબાન સાથે વિમર્શ કર્યા બાદ બેઠક છોડી. 

રશિયાએ ભારતે અપાવ્યો ભરોસો
આ ઘટના બાદ રશિયા તરફથી ભારતને ભરોસો અપાવવામાં આવ્યો છે કે તે પાકિસ્તાનના આ કૃત્યનું સમર્થન કરતું નથી. રશિયાએ કહ્યું કે તેને આશા છે કે તેનાથી ભારત અને રશિયાના સંબંધો વચ્ચે કોઈ અસર પડશે નહીં. 

પાકિસ્તાનની ચાલ
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ઓગસ્ટની શરૂઆતમાં પાકિસ્તાનનો નવો નક્શો બહાર પાડ્યો હતો. જેમાં પાકિસ્તાને લદાખ અને જમ્મુ તથા કાશ્મીરના સિયાચીનની સાથે સાથે ગુજરાતના જૂનાગઢ અને સરક્રીકને પણ પોતાના નક્શામાં ગણાવ્યાં. પાકિસ્તાનની આ હરકતને ભારતે નકારી હતી અને બેવકૂફીવાળું કામ ગણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news