Corona Update: દેશમાં કોરોના સંક્રમિતો 50 લાખને પાર, છેલ્લા 11 દિવસમાં 10 લાખથી વધુ કેસ

રાહતની વાત છે કે 50 લાખ સંક્રમિતોમાંથી 39 લાખ સાજા થઈ ચુક્યા છે. હજુ પણ 10 લાખ સંક્રમિતો એવા છે જેની સારવાર ચાલી રહી છે.
 

Corona Update: દેશમાં કોરોના સંક્રમિતો 50 લાખને પાર, છેલ્લા 11 દિવસમાં 10 લાખથી વધુ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને પાર થઈ ગયો છે. અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે, જ્યાં 50 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. અહીં દર 10 લાખ લોકોમાં 42 હજાર લોકોની તપાસ થઈ રહી છે અને તેમાંથી 3500 લોકો પોઝિટિવ મળી રહ્યાં છે. સંક્રમણ વધવાની ગતિ જો આ રહી તો ઓક્ટોબર સુધી અમેરિકાને છોડીને વિશ્વમાં સૌથી વધુ દર્દીઓ ભારતમાં હશે. અહીં દરરોજ 90 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આ હિસાબે 31 ઓક્ટોબર સુધી 90 લાખ દર્દી અને સંક્રમણથી મૃત્યુઆંકની સંખ્યા 95 હજાર સુધી પહોંચી શકે છે. ડિસેમ્બર સુધી દર્દીઓની સંખ્યા 1.50 કરોડ અને મૃત્યુઆંક 1.84 લાખથી વધુ હોઈ શકે છે. 

The total case tally stands at 50,20,360 including 9,95,933 active cases, 39,42,361 cured/discharged/migrated & 82,066 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/94CuzPAAUi

— ANI (@ANI) September 16, 2020

એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 90123 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 1290 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 50,20,360 પાર ગયો છે. જેમાંથી  9,95,933 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 39,42,361 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. 

39 લાખથી વધુ સાજા થયા, રિકવરી રેટ 78 ટકા થયો
રાહતની વાત છે કે 50 લાખ સંક્રમિતોમાંથી 39 લાખ સાજા થઈ ચુક્યા છે. હજુ પણ 10 લાખ જેટલા સંક્રમિતો એવા છે જેની સારવાર ચાલી રહી છે. દેશમાં સંક્રમિતોના સાજા થવાનો દર હવે 78 ટકાથી વધુ થઈ ચુક્યો છે. મતલબ છે કે 100માથી 78 દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. અમેરિકામાં રિકવરી રેટ 59.68 ટકા છે. અહીં 100માથી 59 લોકો સ્વસ્થ થઈ રહ્યાં છે. 

5.90 કરોડથી વધુ લોકોના ટેસ્ટ થયા, તેમાંથી  8.47% પોઝિટિવ મળ્યા
30 જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યાના 109 દિવસ બાદ દેશમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ પહોંચ્યો હતો. બાકી 9 લાખ કેસ 69 દિવસમાં મળ્યા. પછી દર્દીઓનો આ આંકડો 10થી 20 લાખ થવામાં 21 દિવસ, 20થી 30 લાખ થવામાં 16 દિવસ લાગ્યા. ત્યારબાદ 30થી 40 લાખ કેસ થવામાં 13 અને 40થી 50 લાખ સંક્રમિત થવામાં 11 દિવસ લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં 5.90 કરોડથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ થઈ ચુક્યું છે. તેમાંથી 8.47 ટકા લોકો પોઝિટિવ મળ્યા છે. 

દેશના 14 રાજ્યોમાં 5 હજારથી એક્ટિવ કેસ
દેશમાં સૌથી વધુ 10.90 લાખ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. તો સૌથી વધુ 2.77 ટકા ડેથ રેટ પણ છે. તો રિકવરી રેટના  મામલામાં ટોપ-7 સૌથી વધુ સંક્રમિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમિલનાડુ આગળ છે. અહીં 89.24 ટકા દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યો એવા છે જ્યાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. તેમાં પુડુચેરી, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યો સામેલ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news