નવી દિલ્હી: દેશમાં આજે એક બાજુ 72માં ગણતંત્ર દિવસ (Republic Day 2021) ની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ દિલ્હી (Delhi)  બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી (Tractor rally) કાઢી રહ્યા છે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર છે. સિંઘુ, ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેટિંગ તોડી નાખી છે.  પ્રદર્શનકારી ખેડૂતો મકરબા ચોક પર પોલીસના વાહન પર ચડી ગયા. ત્યારબાદ તેમણે પોલીસના બેરિકેડ હટાવી દીધા. આ બાજુ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાંડવનગર નજીક પણ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકરબા ચોક પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
સિંઘુ બોર્ડરથી નીકળેલા ખેડૂતોના જથ્થા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ મકરબા ચોકથી કંઝાવલા જવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ ખેડૂતોએ પોતાનો રૂટ બદલ્યો. તેઓ આઉટર રિંગ રોડ તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જેમાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. અનેક ગાડીઓમાં તોડફોડ કરાઈ છે. 


અક્ષરધામ પાસે ખેડૂતોએ બેરિકેડ તોડ્યા
ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોએ અક્ષરધામમાં બેરિકેડ્સ તોડી નાખ્યા. ખેડૂતો હવે સરાય કાલે ખા તરફ આગળ વધી રહ્યા છે. 


નોઈડા મોડ પર  ખેડૂતોએ તોડ્યા બેરિકેડ
ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. વાત જાણે એમ છે કે અક્ષરધામ અગાઉ એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. પરંતુ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી (Delhi) માં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે. 


Trector Rally) કાઢીશું. અમે દિલ્હી પોલીસને 45 મિનિટ આપ્યા છે. અમે તેમને જણાવ્યું છે કે અમે  બહારના રિંગરોડ પર જઈશું. હવે દિલ્હી પોલીસે જોવાનું છે. 


Republic Day: જાણો ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં કરાયા કયા મોટા બદલાવ


Republic Day Parade 2021 Live: રાજપથ પર દુનિયા જોશે ભારતનો દમ, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા


રાજકીય પક્ષો દૂર રહે-ખેડૂતો
આ રેલી માટે આખા દેશમાંથી ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે- અમે શાંતિપૂર્ણ રેલી  (Tractor rally)  કાઢીશું, પરંતુ રાજકીય પક્ષો અમારી રેલીથી દૂર રહે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે- 46 કિ.મી. લાંબી પરેડ કાઢવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. સંયુક્ત કિસાન મોરચાને સિંઘુ અને ટિકરીથી આશરે 64 કિ.મી. લાંબી પરેડને મંજૂરી અપાઈ છે. ગાઝીપુર સરહદથી 46 કિ.મી. લાંબી પરેડ નીકાળવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. પોલીસે જણાવ્યું કે, પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા 308 ટ્વિટર હેન્ડલ પણ ટ્રેસ કરાયા છે. ગઈકાલે કૃષિમંત્રી તોમરે કહ્યું હતું કે, શક્તિ પ્રદર્શન તેમાંથી બીજા દિવસે પણ કરી શકાય, પરંતુ 26મી જાન્યુઆરીનો દિવસ યોગ્ય નથી.


New Farm Laws) નો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેમની ટ્રેક્ટર રેલી (Tractor rally) મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે અને તે ગણતંત્ર દિવસ પર થનારી અધિકૃત પરેડના સમાપન બાદ જ શરૂ થશે. સંગઠને દાવો કર્યો છે કે તેમની પરેડમાં લગભગ બે લાખ જેટલા ટ્રેક્ટર સામેલ થશે તેવી આશા છે અને તે સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર તથા ગાજીપુર બોર્ડરથી થશે.


દિલ્હી પોલીસ સામે પહેલીવાર આવો પડકાર
ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે દર વર્ષે મોરચો સંભાળનાર દિલ્હી પોલીસ સામે કદાચ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ગણતંત્ર દિવસની પરેડ ખતમ થયા બાદ પણ દિલ્હી પોલીસને શાંતિ નહીં રહે. રાજપથની પરેડ ખતમ થયા બાદ પોલીસે ચોક્કસાઈ વર્તવી પડશે કારણ કે પછી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ શરૂ થશે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ બપોરે શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલે તેવી આશા છે. 


આ પણ ખાસ વાંચો:  Republic Day: 15 ઓગસ્ટથી અલગ હોય છે 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન, જાણો 3 તફાવત


કોરોના ગાઈડલાઈનનું રાખવામાં આવી રહ્યું છે ધ્યાન
એક અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહને ધ્યાનમાં રાખીને લગભગ 6 હજાર સુરક્ષાકર્મીઓની તૈનાતી કરાઈ છે. શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે દિલ્હી પોલીસની ચહેરાથી ઓળખ કરનારી પ્રણાલીને પણ યોગ્ય સ્થળો પર સ્થાપિત કરાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોની તપાસ કરનારા કર્મીઓ પણ પીપીઈ કિટ પહેરેલા હશે અને માસ્ક તથા ફેસ શિલ્ડ લગાવેલા જોવા મળશે. 


આ પણ ખાસ વાંચો:  Padma Awards: જાપાનના પૂર્વ PM શિંઝો આબેને પદ્મ વિભૂષણ, રામવિલાસ પાસવાનને પદ્મ ભૂષણ, જુઓ લિસ્ટ


ઊંચી ઈમારતો પર શાર્પ શૂટર્સ તૈનાત
ગણતંત્ર દિવસની પરેડના માર્ગ પર નજર રાખવા માટે ઊંચી ઈમારતો પર શાર્પ શૂટર્સ અને સ્નાઈપર્સને તૈનાત કરાયા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહ અને પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર અને નગરની આસપાસ 5 સ્તરની સુરક્ષા કવર તૈનાત કરાઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube