નવી દિલ્હી: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor rally)  હવે ઉગ્ર બની ગઈ છે. આઈટીઓ (ITO)  પર બબાલ થયા બાદ અનેક ખેડૂતો લાલ કિલ્લા (Red Fort) સુધી પહોંચી ગયા અને કહેવાય છે કે લગભગ બે ડઝન જેટલા ટ્રેક્ટરમાં સવાર થઈને ખેડૂતો લાલ કિલ્લા પરિસરમાં પહોંચી ગયા. જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી પોલીસના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પરથી ખાલસા પંથનો ઝંડો ફરકાવી દીધો છે. ખેડૂત આંદોલનકારીઓ સતત નારેબાજી કરી રહ્યા છે. ખેડૂતોનો સતત હોબાળો ચાલુ છે. ખેડૂતો ઈન્ડિયા ગેટ તરફ આગળ વધવાની પણ કોશિશ કરી રહ્યા છે. પોલીસે ઈન્ડિયા ગેટ જતા રસ્તા બ્લોક કરી દીધા છે. 


Delhi) માં આઈટીઓ પાસે કિસાન આંદોલનકારીઓએ પોલીસની ટીમ પર તલવાર અને લાકડી ડંડાથી હુમલો કર્યો. આ દરમિયાન અનેક પોલીસકર્મી ઘાયલ થયા. 


New Farm Laws) વિરુદ્ધ પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત અનેક પ્રદેશોના ખેડૂતો દિલ્હીની અલગ અલગ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ગણતંત્ર દિવસના અવસરે આજે તેઓએ ટ્રેક્ટર રેલી (Tractor Rally) કાઢવાની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસે ટ્રેક્ટર માર્ચ માટે ત્રણ રૂટ નક્કી કર્યા હતાં પરંતુ ખેડૂતો અલગ રૂટથી માર્ચ કાઢવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tractor Rally: દિલ્હીમાં ખેડૂતોની રેલી તોફાની બની, વાહનોમાં તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube