અજબ-ગજબઃ ભારતનું અનોખું ગામ, જ્યાં દરેક પુરૂષ કરે છે બે લગ્ન


ભારતમાં ઘણા એવા ગામ છે જ્યાં ઘણી અનોખી પરંપરાઓ હોય છે. આ પરંપરાઓ પાછળની કહાનીઓ ખુબ રસપ્રદ હોય છે. આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાંની પરંપરા જાણી તમે પણ ચોકી જશો.

અનોખું ગામ

1/5
image

રાજસ્થાનના રેગિસ્તાની વિસ્તારમાં આવેલું રામદેયો ગામ પોતાની અનોખી પરંપરા માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ગામમાં દરેક વ્યક્તિ બે લગ્ન કરે છે અને અહીં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.  

શું છે આ પરંપરાનું કારણ?

2/5
image

ગામના લોકોનું માનવું છે કે આ પરંપરાને કારણે તેની ધાર્મિક માન્યતાઓ છે. તેના અનુસાર જો કોઈ પુરૂષ એક પત્ની રાખે છે તો તેના ઘરમાં પુત્રી જન્મે છે. પુત્રની પ્રાપ્તિ માટે તેણે બીજા લગ્ન કરવાના હોય છે.  

બંને પત્નીઓ રહે છે એક સાથે

3/5
image

ગામમાં તે પણ જોવામાં આવ્યું કે અહીં પુરૂષોની બંને પત્નીઓ આપસમાં મળીને રહે છે. બંને પત્નીઓ એક ઘરમાં રહે છે અને એકબીજાને બહેનની જેમ માને છે.

નવી પેઢીનો દ્રષ્ટિકોણ

4/5
image

પરંતુ ગામની આ નવી પેઢી આ પરંપરાને લઈને થોડી અસહજ અનુભવે છે. યુવા પેઢીનું માનવું છે કે આ પરંપરા જૂની છે અને તેને બદલવાની જરૂર છે. તેનું કહેવું છે કે એક વ્યક્તિએ બે લગ્નો કરવા કાયદાની દ્રષ્ટિએ ખોટું છે.

તંત્રની ભૂમિકા

5/5
image

ગામના આ અનોખા રિવાજ વિશે તંત્ર પણ જાણે છે. પરંતુ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રનું કહેવું છે કે આ મામલામાં કાયદાકીય પ્રક્રિયા અપનાવતા પહેલા દરેક પાસા પર વિચાર કરવામાં આવશે.