ધારાસભ્યની સાથે કામની ઉત્તમ તક, દર મહિને મળશે 1 લાખ રૂપિયા પગાર

ધારાસભ્યની સાથે કામની ઉત્તમ તક, દર મહિને મળશે 1 લાખ રૂપિયા પગાર

DARC fellowship : જો તમે પણ રોજગારની શોધમાં છે તો દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવનાર તક તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. દિલ્હી સચિવાલય (Delhi Secretariat) એ દિલ્હી એસેંબલી રિસર્ચ સેંટર (DARC) ના ફેલોશિપ પોગ્રામ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Feb 18, 2019, 11:26 AM IST
એન્જીનિયર્સ માટે SBI માં નોકરીનો ગોલ્ડન ચાન્સ, 80 લાખ સુધી પગાર

એન્જીનિયર્સ માટે SBI માં નોકરીનો ગોલ્ડન ચાન્સ, 80 લાખ સુધી પગાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયલ કૈડર ઓફિસરના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે.  આ નોકરી કોન્ટ્રાક્ટ અને રેગુલર બેસિસ પર છે. SBI ને ટોપ એક્ઝિક્યૂટિવની જરૂરીયાત છે જેમને 40 લાખ અને 80 લાખનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. એક નોકરી 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર છે અને બીજી નોકરી રેગ્યુલર છે. બંને પદો માટે અરજીની પ્રક્રિયા ચાલુ છે જે 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. કુલ બે પદ છે. સ્પેશિયલ કેડર ઓફિસર માટે કોઇપણ યોગ્ય ઉમેદવાર અરજી કરી શકે છે. પરંતુ અરજી કરતાં પહેલાં જરૂરી છે કે ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા, વય મર્યાદા, પગાર, અનુભવ અને પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી હોય.

Feb 7, 2019, 07:06 PM IST
ઓફિસ બાદના કામમાંથી મળશે મુક્તિ, સંસદમાં રજૂ થશે Right to Disconnect બિલ

ઓફિસ બાદના કામમાંથી મળશે મુક્તિ, સંસદમાં રજૂ થશે Right to Disconnect બિલ

આજે વર્કિંગ કલ્ચર બદલાઇ ગયું છે. વિદેશી કંપનીઓમાં 24 કલાક કામ થાય છે. કર્મચારીઓને 9-10 કલાકની શિફ્ટ કર્યા બાદ ઘરેથી પણ સતતત ઓફિશિયલ ફોન અને મેલનો જવાબ આપવો પડતો હોય છે. તેનાથી સામાન્ય માણસના અંગત જીવન પર અસર પડે છે અને લોકોમાં તણાવની ફરિયાદ વધવા લાગી છે. બુધવારે લોકસભામાં આ સંબંધિત એક બિલ રજૂ કરવામાં આવ્યું, જેને રાઇટ ટૂ ડિસકનેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને મંજૂર થયા બાદ કંપનીઓ પોતાના કર્મચારીઓ પર વધુ કામ થોપી શકશે નહી. લોકસભા અને રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની શકશે. 

Jan 10, 2019, 11:30 AM IST
UPSC civil Service Exam : સરકારે જાહેર કર્યો મહત્વનો નિર્ણય, વય મર્યાદામાં ફેરફાર નહીં

UPSC civil Service Exam : સરકારે જાહેર કર્યો મહત્વનો નિર્ણય, વય મર્યાદામાં ફેરફાર નહીં

સિવિલ સર્વિસ સેવા ભરતી પરીક્ષામાં ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા ઘટાડવાની વાત પર પૂર્ણ વિરામ મુકાયું છે. કેન્દ્ર સરકાર તરફથી એ સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાતું હતું કે, નીતિ આયોગે સિવિલ સેવા પરીક્ષા માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા ઘટાડી દીધી છે. 

Dec 25, 2018, 02:20 PM IST
વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર

વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર

ટેક્નોલોજીમાં ફેરફારથી આ વર્ષે ઘણી પારંપારિક નોકરીઓની જગ્યા નવી નોકરીઓએ લઇ લીધી છે. તો બીજી તરફ પગારમાં લગભગ 8 થી 10 ટકાનો સરેરાશ વધારો થયો છે. બીજી તરફ જો આગામી વર્ષની વાત કરીએ તો વિશેષજ્ઞો તથા નોકરીદાતાઓને લાગે છે કે નવા વર્ષની એટલે કે 2019માં લગભગ 10 લાખ નવી રોજગારની તકોનું સૃજન થશે. જોકે તેમણે કહ્યું કે ગત વર્ષની માફક પગાર વધારો યથાવત રહી શકે. જોકે કેટલાક ખાસ વિસ્તારના લોકોના પગારમાં વધુ વધારો થઇ શકે છે.

Dec 24, 2018, 05:41 PM IST
શું તમે ટેક્સટાઇલ ઈંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, સરકારે કરી જાહેરાત

શું તમે ટેક્સટાઇલ ઈંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, સરકારે કરી જાહેરાત

જો તમે ટેક્સટાઇલ ઇંડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગો છો તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. કેંદ્વ સરકારે કહ્યું કે દેશના વસ્ત્ર ઉદ્યોગને 2022 સુધી 1.7 કરોડ વધારાના લોકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં હાલ 4.5 કરોડ લોકો કામ કરી રહ્યા છે. 

Dec 21, 2018, 02:43 PM IST
IT વિભાગમાં થશે બંપર ભરતીઓ, તૈયારી માટે મળી રહેશે પુરતો સમય

IT વિભાગમાં થશે બંપર ભરતીઓ, તૈયારી માટે મળી રહેશે પુરતો સમય

ઇન્કમ ટેક્સ વિભાગ (IT) માં નોકરીઓ માટે જગ્યા પડવાની છે. કેંદ્ર સરકારે વિભાગને નવેઅસ્રથી કાડર સમીક્ષા અને પુનર્ગઠનનો આદેશ આપ્યો છે. સરકાર આમ એટલા માટે કરી રહી છે જેથી એવી ડાયરેક્ટ ટેક્સ વ્યવથા બનાવવામાં આવે, જેથી ઇન્કમ ટેક્સના નિયમોને કડકાઇ પૂર્વક લાગૂ કરવાની સાથે-સાથે ટેક્સપેયરના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવે. આ પહેલાં સરકારે 2013માં કાડર રિવ્યૂ કર્યો હતો. ત્યારબાદ વિભિન્ન રેંકો પર લગભગ 20,751 વેકેન્સી પડી હતી. 

Dec 19, 2018, 03:41 PM IST