પતિને છોડી બોયફ્રેન્ડ સાથે ચર્ચામાં રહી આ હીરોઈન, કોઈએ કર્યા લગ્ન તો કોઈ ફેરા લીધા વગર બની મા!

નવી દિલ્લીઃ બોલિવુડની કેટલી અભિનેત્રીના છૂટાછેડા ખુબ જ ચર્ચામાં રહ્યા છે. લગ્ન તૂટ્યા બાદ ફરી પ્રેમમાં પડી કેટલી અભિનેત્રી લીવઈન રીલેશનશીપમાં રહી પોતાને બીજો મોકો આપ્યો. સામાન્ય રીતે લગ્ન જીવન તૂટ્યા બાદ મહિલાઓને પ્રેમ પરથી ભરોશો ઉઠી જતો હોય છે. પરંતુ બોલિવુડની કેટલી અભિનેત્રી છે જે આ પ્રથાને તોડી પોતાનો અલગ રસ્તો બનાવ્યો છે. ત્યારે આજે કેટલીક આવી જ અભિનેત્રીના જીવનની વાત કરવી છે જે પોતાના બોયફ્રેન્ડ સાથે રહી ખુબ ચર્ચામાં રહી છે.

પતિનું પતુ કટ, બોયફ્રેનની થઈ એન્ટ્રી 

1/7
image

ફિલ્મી દુનિયાની કેટલીક હસીનાઓ છે જેમના લગ્ન જીવન લાંબા સમય સુધી ટક્યા નથી. પરંતુ છૂટાછેડા બાદ આ અભિનેત્રીઓએ પ્રેમનો નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. કેટલીક હિરોઈન લીવઈનમાં રહી જીંદગીની મજા માણી, તો કેટલાકના પ્રેમ બીજા લગ્નમાં પરિવર્તિત થયા.

મલાઈકા અરોડા, અર્જુન કપૂર

2/7
image

છૂટાછેડા બાદની લાઈફની વાતમાં સૌથી ટોપ પર આવે છે મલાઈક અરોડા, 18 વર્ષના લગ્ન જીવન બાદ મલાઈકા અરોડાએ અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા છે. ત્યાર બાદ અભિનેતા અર્જુન કપૂર સાથે લિવ ઈન રિલેશનમાં જીંદગીની મજા માણી રહી છે.

 

કામ્યા પંજાબી, શલમ ડાંગ

3/7
image

કામ્યા પંજાબીએ બંટી નેગી સાથે પહેલા લગ્ન કર્યા હતા. જેમાં તેમની એક દીકરી પણ છે. પરંતુ 10 વર્ષના લગ્ન જીવન બાદ વર્ષ 2013માં બંટી નેગીથી કામ્યા પંજાબી અલગ થઈ હતી. ત્યાર બાદ દિલ્લીના બિઝનેશમેન શલભ ડાંગ સાથે બીજા લગ્ન કર્યા છે. શલભ ડાંગને પહેલા લગ્નથી એક દીકરો પણ છે. કહેવાય છે લગ્ન પહેલાં બંને લિવઈનમાં રહેતા હતા. જો કે હાલ બંને બાળકો સાથે કામ્યા અને ડાંગ સાથે રહે છે. 

 

કલ્કિ કેકલાં- ગાય હર્ષબર્ગ

4/7
image

અભિનેત્રી કલ્કિ કેકલાંની ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે પહેલાં લગ્ન થયા હતા. પરંતુ થોડા સમયમાં જ બંને અલગ થઈ ગયા હતા. જે બાદ કલ્કિએ ગાય હર્ષબર્ગને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. લિવઈનમાં રહીને લગ્ન કર્યા વગર કલ્કિએ ગાય હર્ષબર્ગની દીકરીની મા બની.

 

પૂજા  બત્રા- નવાબ શાહ

5/7
image

અભિનેત્રી પૂજા બત્રા હાલ નવાબ શાહ સાથે બીજા લગ્ન ઈન્જોય કરી રહી છે. પૂજા બત્રાએ વર્ષ 2002માં સોનૂ આહલુવાલિયા સાથે પહેલાં લગ્ન કર્યા હતા. જે લાંબો સમય ના ચાલતા છૂટાછેડા થયા હતા. એવી ચર્ચા છે કે પૂજા બત્રા અને નવાબ શાહ લગ્ન પહેલાં લિવઈનમાં રહેતા હતા.

દીયા મિર્ઝા-વૈભવ રેખી

6/7
image

સાહિલ સાંધા સાથે છૂટાછેડાનું એલાન કરી દીયા મિર્ઝાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. છૂટાછેડા બાદ દીયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા હતા. જેનાથી તેમને એક દીકરો પણ છે. એવી ચર્ચા છે કે લગ્ન પહેલા દીયા મિર્ઝા સાહિલ સાથે લગ્ન કર્યા પહેલાં લિવ ઈનમાં રહેતી હતી. જેમાં લગ્ન પહેલાં ગર્ભવતી પણ બની હતી.

રશ્મિ દેસાઈ- અરહાન ખાન

7/7
image

વર્ષ 2012માં અભિનેત્રી રશ્મિ દેસાઈ અભિનેતા નંદીશસિંહ સંધૂ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2016માં બંને અલગ થઈ ગયા હતા. ત્યાર બાદ રિયાલિટી શો બિગબોસમાં ખુલાસો થયો હતો કે બંને એટલા નજીક આવી ગયા છે કે રશ્મિ સાથે તેમના ઘરે જ અરહાન રહે છે.