બ્રિટનઃ પીએમની રેસમાં સામેલ ઋષિ સુનકે લંડનમાં ભારતીય મૂળના લોકો અને પત્રકારો સાથે કરી મુલાકાત

લંડનઃ બ્રિટનના નવા પ્રધાનમંત્રી મળવાના છે. પીએમની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પણ છે. સુનક હાલ પોતાની પોલિસી અને નીતિઓનો પ્રચાર કરી રહ્યાં છે. આજે સુનક પ્રચાર પ્રવાસ દરમિયાન લંડનમાં સ્ટેનમોરની મુલાકાતે હતા. ત્યાં તેમણે પત્રકારો અને આમંત્રિત લોકો સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી બનવા માટે સુનકની ટક્કર લિઝ ટ્રસ સાથે છે. 

1/6
image

બ્રિટનના પ્રધાનમંત્રી બનવાની રેસમાં રહેલા ઋષિ સુનકે આ દરમિયાન તમામ પાસાઓને આવરી લેતું નાનું ભાષણ પણ આપ્યું હતું. 

ટીવી ડિબેટમાં આગળ રહ્યાં લિઝ ટ્રસ

2/6
image

સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના એક સર્વેક્ષણ મુજબ બ્રિટનના સત્તાબહાર થયેલા પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની સરકારમાં કાર્યવાહક વિદેશ સચિવ લિઝ ટ્રસે પોતાના હરિફ ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને ઈલેક્ટોરલ કોલેજની ચૂંટણી ટીવી ડિબેટમાં હરાવી દીધા. પોલસ્ટર ઓપિનિયમના ઉત્તરદાતાઓના 47 ટકા ઉત્તરદાતાઓએ તેમને સાંભળ્યા. ટ્રસે સુનકની સરખામણીમાં 38 ટકા સારું પ્રદર્શન કર્યું. 

તમામ રાઉન્ડમાં સુનક રહ્યા હતા આગળ

3/6
image

ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં 118 મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા. 

4/6
image

યુગોવના કન્ઝર્વેટિવ સભ્યોના સર્વેક્ષણમાં સુનકની લોકપ્રિયતા 62 ટકાથી ઘટીને 38 ટકા પર આવી ગઈ. તેઓ આગામી સપ્તાહે મતદાન શરૂ કરશે અને આમ કરવા માટે તેમની પાસે 2 સપ્ટેમ્બર સુધીનો સમય રહેશે. એવું લાગે છે કે તેમણે આ મતવિસ્તાર સાથે ટ્રસ પર પલટવાર કરવા માટે હજુ સુધી પૂરતો આધાર બનાવ્યો નથી. 

5/6
image

ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતના સૌથી મોટા આઈટી કંપનીઓમાંથી એક એવા ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે. અક્ષતા મૂર્તિ બ્રિટનના સૌથી અમીર મહિલાઓમાંથી એક છે. કહેવાય છે કે અક્ષતા મૂર્તિની સંપત્તિ બ્રિટનના મહારાણી એલિઝાબેથ કરતા પણ વધુ છે. સંડે ટાઈમ્સમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જ્યાં ક્વીન એલિઝાબેથની સંપત્તિ 3500 કરોડ રૂપિયા છે ત્યાં અક્ષતાની સંપત્તિ લગભગ 4300 કરોડ રૂપિયા છે. 

6/6
image