સુરતના કડોદરા GIDCમાં આગ, બેના મોત, 15ને ઈજા, જુઓ ભીષણ આગની તસવીરો

સુરતઃ સુરતના કડોદરા જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિવા પેકેજિંગ મિલમાં પાંચ માળની બિલ્ડિંગ આવેલી છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા માટે બિલ્ડિંગ કુદતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા છે. તો આગમાં 15 લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. 

1/6
image

વિવા પેકેજિંગ મિલમાં લાગેલી ભીષણ આગ બાદ કામ કરતા લોકોને ક્રેઇન વડે રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે. તો અનેક લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી કૂદકો માર્યાનું પણ સામે આવી રહ્યું છે. અહીં બે લોકોના મોત થયા છે. આગની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને તુલાકાના મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.  

2/6
image

આગ લાગ્યા બાદ 35થી વધુ ફાયરની ટીમ આગને કાબુ મેળવવાના કામમાં લાગી હતી.   

3/6
image

આગ લાગ્યા બાદ 127થી લધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બુલડોઝરની મદદથી દીવાલ તોડવામાં આવી હતી. 

4/6
image

આગમાં ઈજાગ્રસ્ત થઈ રહેલા લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા. 

5/6
image

આગમાં અનેક લોકો દાઝી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

6/6
image

આગ લાગ્યા બાદ 35થી વધુ ફાયરની ટીમ આગને કાબુ મેળવવાના કામમાં લાગી હતી.