Hindi Dubbed Horror Film: જોરદાર હોરર ફિલ્મ જોવાનું મન છે? આ હિંદીમાં ડબ ફિલ્મો મૂડ બનાવી દેશે!

ચંદ્રમુખી

1/5
image

રજનીકાંત સ્ટારર આ ફિલ્મ પુનજન્મની કહાની વિશે છે. આ ફિલ્મની રીમક બની 'ભૂલ-ભૂલૈયા', જેમાં અક્ષય કુમાર, શાઇની આહૂજા અને વિદ્યા બાલન મહત્વપૂર્ણ રોલમાં જોવા મળ્યા. હવે 'ભૂલ-ભૂલૈયા' ની પણ સીક્વલ આવી રહી છે, જેમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે.   

અરૂંધતિ

2/5
image

આ ફિલ્મમાં એક એવા રહસ્યની વાત છે, જેને ખુલતાં જ કયામત આવી જાય છે. અરૂંધતિનો રોલ ભજવનાર 'બાહુબલી' ફેમ અનુષ્કા શેટ્ટીએ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું છે. તો બીજી તરફ સોનૂ સૂદ આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. 'અરૂંધતિ એક અનોખી કહાની નામથી ફિલ્મ યૂટ્યૂબ પર હિંદીમાં જોઇ શકાશે. 

ગેમ ઓવર

3/5
image

આ ફિલ્મ  એક સાઇકોલોજિકલ થ્રિલર હોવાની સાથે-સાથે પેરાનોર્મલ અને હોરર એક્ટિવિટી પર બેસ્દ છે. તાપસી પન્નૂ આ ફિલ્મમાં લીડ રોલમાં છે. તમિલમાં બનેલી આ ફિલ્મ નેટફ્લિક્સ પર આ નામથી હિંદી જોઇ શકાય છે. 

ભાગમતી

4/5
image

ફિલ્મમાં અનુષ્કા શેટ્ટીએ પોતાના અભિનયથી દર્શકોને ખૂબ ડરાવ્યા છે. ફિલ્મની કહાની એક કરપ્ટ પોલિટિશિયનના ચહેરા પર પડદો ઉઠાવવાની છે, જેના મઍતે કેટલા ભૂતિયા ઘટનાક્રમ રચવામાં આવે છે. ફિલ્મના કેટલા દ્રશ્ય રૂવાડાં ઉભા કરી દેનાર છે. હિંદીમાં આ ફિલ્મનું રીમેક દુર્ગામતી નાબથી બનેલું છે, જેમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં હતી. અનુષ્કા શેટ્ટીની ફિલ્મ યૂટ્યૂબ પર ભાગમતી નામથી હિંદીમાં જોઇ શકાશે. 

કાશમોરા

5/5
image

આ ફિલ્મ એક એવા વ્યક્તિની કહાની છે, જે લોકોના પૈસા પડાવી પાડે છે. પછી પોતે જ એક ભૂત મહેલમાં ફસાઇ જાય છે. ફિલ્મમાં હોરર તો છે જ વચ્ચે વચ્ચે કોમેડીનો તડકો પણ છે. હંસાવવાની સાથે સાથે ફિલ્મ ડરાવે પણ છે. આ ફિલ્મ હિંદીમાં હોટસ્ટાર પર જોઇ શકાશે.