ketu Gochar 2024 : કેતુનું નક્ષત્ર પરિવર્તન, આ જાતકોના જીવનમાં આવશે ભૂકંપ, 63 દિવસ સુધી વધશે મુશ્કેલી

Ketu Gochar: કેતુને જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ કહેવામાં આવ્યો છે. કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. 8 ડુલાઈથી કેતુ હસ્ત નક્ષત્રના ત્રીજા તબક્કામાંથી નિકળી બીજા તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. કેતુ 8 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્રના બીજા તબક્કામાં રહેવાનો છે. તેવામાં આવનારા 63 દિવસ 5 રાશિના જાતકો માટે ખુબ કષ્ટકારી સાબિત થવાના છે. વૈદિક જ્યોતિષ અનુસાર કેતુ જ્યારે પણ કોઈ પર નકારાત્મક પ્રભાવ પાડે છે તો તે વ્યક્તિને આર્થિક, પારિવારિક અને કાર્યક્ષેત્ર સબંધિત મામલામાં ખુબ મુશ્કેલી આવવા લાગે છે. આવો જાણીએ કેતુ ગોચરથી કયાં જાતકો પર અશુભ પ્રભાવ પડશે. 

કર્ક રાશિના લોકો કાર્યક્ષેત્રમાં રહે સતર્ક

1/5
image

કેતુના નક્ષત્ર પરિવર્તનથી કર્ક રાશિના જાતકોના સ્વભાવમાં ફેરફાર જોવા મળશે. તમારી સમજવા વિચારવાની શક્તિ પર પણ તેનો પ્રભાવ જોવા મળશે. કામકાજમાં તમામ પ્રકારની મુશ્કેલીથી તમારે સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારે તમારી આસપાસના લોકોથી વિશેષ રૂપે સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ તમને સફળતાની ઘણી તક મળી શકે છે.

કેતુ ગ્રહ કન્યા રાશિના જાતકોની વધારશે મુશ્કેલી

2/5
image

કન્યા રાશિના જાતકોને કેતુ માનસિક રૂપથી પરેશાન કરી શકે છે. આ દરમિયાન તમે માનસિક રૂપથી ખુબ નબળા રહેવાના છો. તમારૂ સ્વાસ્થ્ય પણ આ દરમિયાન પ્રભાવિત થઈ શકે છે. તમારી પર્સનલ અને પ્રોપેશનલ લાઇફમાં ખુબ ફેરફાર જોવા મળી શકે છે. તમારા વિરોધી તમને પરેશાન કરવાની તક છોડશે નહીં. આ દરમિયાન તમારે પ્રયાસ કરવો જોઈએ કે તમે તમારી ગ્રોથ પર કામ કરો.

કેતુ ગ્રહ તુલા રાશિના જાતકોને બનાવશે અહંકારી

3/5
image

તુલા રાશિના લોકો માટે કેતુ આર્થિક સમસ્યા આપી શકે છે. તમારી સાથે આ દરમિયાન નાણા સંબંધિત મામલામાં કોઈ છેતરપિંડી કરી શકે છે. તેવામાં તમારે આર્થિક લેતીદેતીમાં સાવચેતી રાખવાની જરૂર છે. આ દરમિયાન તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. આ યાત્રાઓથી તમને વધુ તણાવ થઈ શકે છે. રાહુના પ્રભાવથી તમે આ દરમિયાન થોડા અહંકારી બની શકો છો. તમારા લગ્ન જીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે. તમને સલાહ છે કે આ દરમિયાન તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.

કેતુ ગ્રહ મકર રાશિના સ્વાસ્થ્યને કરશે પ્રભાવિત

4/5
image

મકર રાશિના જાતકોને કેતુના પ્રભાવથી આત્મવિશ્વાસમાં કમી જોવા મળશે. આ દરમિયાન તમારૂ સ્વાસ્થ્ય પણ ખુબ પ્રભાવિત થઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં તાલમેલ બનાવી રાખવો પડશે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. જેટલું બની શકે વિવાદથી દૂર રહો. જો કોઈ સંપત્તિ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો સરખી તપાસ કર્યાં બાદ કોઈ નિર્ણય લો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.